________________
શ્રાદ્ધદિનકૃત્ય
67)
પાંચમું ચૈત્યવંદન દ્વાર ક્ષેત્રની દશ ચોવીશીના બસો ચાલીસ જિનેશ્વર અથવાવણકાળની ત્રણ ત્રણ ચોવીશી ગ્રહણ કરવા માટે ત્રણ ગણા કરતા સાતસોને વીસ સંખ્યા થાય. તે બધાને યાદ કરતાં કરતાં પુષ્પોનો હાર ગૂંથવો. આમ અનેકવિધ પ્રમાણે જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરતાં કરતાં હાર ગૂંથવો. હાર ન ગૂંથી શકાય અને છુટાં ફૂલ મૂકવા હોય તો ભગવંતના આઠ અંગ ઉપર આઠ પ્રકારનાં કર્મના નામોચ્ચારપૂર્વક તેતે કર્મોના અભાવની યાચના કરવી અને અંગ ઉપર પુષ્પ મૂક્વા અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વની-મોક્ષની માંગણી કરતાં નવમું પુષ્પ ચડાવવું.
પુષ્પના સંદર્ભમાં કોઈ શંકા કરે કે –“માણસની આંગળી કાપવાથી તેને પીડા થાય છે, દુ:ખથાય છે, તેમ વૃક્ષનું અંગ પુષ્પ છે. એ પુષ્પને તોડવાથી વૃક્ષને પણ પીડા અને દુ:ખ થાય, તો એમ વૃક્ષને દુ:ખ આપવાથી મહાદોષ લાગે છે. આથી પુષ્પનો ઉપયોગ જિનપૂજા માટે યોગ્ય નથી.”
આ શંકાનું સમાધાન કરતા ગુરુભગવંત કહે છે કે –“માળી બાગમાંથી ફૂલ તેની આજીવિકા માટે ચૂંટે છે. અને વિધિપૂર્વક પુષ્પ લાવે છે. કિંમત ચુકવીને પુષ્પ લેવામાં શ્રાવકોને દોષ લાગતો નથી. કારણ કે તે જીવોની દયાના હેતુથી ખરીદવામાં આવે છે.
માળી પાસેથી ફૂલ ખરીદતાં શ્રાવક વિચારે છે કે – માળી પાસેથી હું ફૂલ નહિ લઉં તો તે કોઈ મિથ્યાત્વી એ ફૂલોને લઈને હોમકુંડમાં હોમશે, એમ થશે તો હોમકુંડમાં પડતાં જ ફૂલોના જીવ તુરત જ બળીને ખાખ થઇ જશે, માળી પાસેથી કોઇ વિલાસીકે વ્યભિચારી પણ ફૂલ ખરીદીને લઇ જશે, આવો માણસ તે ફૂલનો હાર કે ગુચ્છો બનાવશે. અને તે હાર કે ફૂલતે તેની કોઇ રખાત, વેશ્યા, પરસ્ત્રીને આપશે. એમ પણ બને કે તે ફૂલોની શય્યા કરે અને એ શય્યા ઉપર તે વિલાસમાં આળોટે અને કોઈ સ્ત્રીના કંઠમાંકે અંબોડામાં ફૂલને જોઇ શુભ ભાવનાથવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેથી અશુભ વિચારો આવતાં પાપબંધ જ થવાનો છે. - આથી શ્રાવક આ સમયે વિચારે છે કે “માળી પાસેથી બીજો કોઇ ફૂલ લઇ જઇને અધર્મ આચરે તેના કરતાં એ ફૂલો ખરીદીને હું તેનો ધર્મ નિમિત્તે ઉપયોગ કરું તે જ ઠીક છે. બકરો કસાઇના હાથમાં જાય એ જોઇ રહેવામાં જે દોષ છે તે દોષ મને આ ફૂલન ખરીદવામાં લાગે છે. આથી ઉપેક્ષાક્ય વિના મારે એ ફૂલ ખરીદી લેવા જોઇએ અને - તેને જિનેશ્વર ભગવંતના અંગો પર ચડાવવા જોઇએ.”
ન આવી શુભ ભાવનાથી કુલ ખરીદી ત્રસ જીવ રહિત પુષ્પોનો અગાઉ બતાવેલ વિધિ પ્રમાણે હાર બનાવીને પ્રભુના કંઠે પહેરાવવો જોઇએ. પ્રભુના કંઠે પડેલા હારને જોઇને વિકારો જાગ્રત થતા નથી. મલિન અને ગંદા વિચારો આવતા નથી. તે સમયે તો એમ જ માનવું કે જેટલા સમયનું પુષ્પોએ આયુષ્ય બાંધ્યું હશે તેટલો સમય એ પુષ્પોનું છેદન, ભેદન, તોડન, વીંધન, મદન તેમજ સ્પર્શન વગેરે નહિ થવાથી એ જીવોને સુખની અનુભૂતિ થશે.
ફૂલોથી ભરેલી થાળી સાથે જિનેશ્વર ભગવંત પાસે જઇને શ્રાવક પ્રભુને પ્રાર્થના કરે કે “હે ભગવંત! તમે ત્રણ જગતના હિતકારી છો. આ ફૂલોને હું હિંસકો પાસેથી છોડાવી લાવ્યો છું, આથી તમે તેમને અને મને અભય આપો.” આમ આ પ્રમાણે શુભ ભાવનાથી પુષ્પપૂજા કરવાથી કોઇ દોષ લાગતો નથી. અરિહંતે જે દેવોની પ્રશંસા કરી છે તે સમ્યક્તધારી દેવો પણ જળ અને સ્થળનાં નીપજેલાં ફૂલોથી જિનબિંબોની ભક્તિભાવથી પૂજા કરે છે.
(ઉપદેશપ્રાસાદ ગુજરાતી ભાષાંતરમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધત)
નીચે જણાવેલાં પુષ્પોથી પૂજા ન કરવી સુકાં, જમીન ઉપર પડી ગયેલાં, પાંખડીઓ તૂટીગયેલાં, અશુભ વસ્તુઓ સાથે સ્પર્શિત થયેલાં, ખીલેલાં ન હોય, કળીઓ કીડા વગેરેથી ખવાયેલી હોય, ચીમળાઈ ગયેલાં હોય, આગળના દિવસે ચૂંટેલાં હોવાથી વાસી