________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદશના) દ્વાર (348)
શ્રાદ્ધદિનકૃત્ય એક ગરીબ કઠીઆરાના પુત્રની નિર્દોષ મુખાકૃતિમાં એને ઈશુની મૂર્તિનાં દર્શન થયાં. ૧૪ વર્ષના એ પુત્રમાં એણે ઇશુના મુખની પ્રસન્નતા, શાંતિ અને સૌંદર્ય નિહાળ્યાં. એની આંખોમાં ઇશુના જેવી કરુણા જોઈ. જાણે કે આ સુકુમાર ચહેરામાં સાક્ષાત્ ઇશુ છુપાયા હોય તેવું લાગ્યું.
ચિત્રકારે તેને ઇશુના પ્રતીક બનવાની વિનંતી કરી. તે માટે મહેનતાણું લેવા માટે કહ્યું કઠિયારાના પુત્રે તેની વિનંતીનો સ્વીકાર કર્યો. પણ મહેનતાણું લેવાની ના કહી. તે છોકરાને બે ચાર દિવસ પોતાના ઘરે રાખીને તેણે ઇશુનું સુંદર ચિત્ર આલેખ્યું. રાજાએ ખુશ થઈને ચિત્રકારને સારું ઇનામ આપ્યું.
આ વાતને વર્ષો વીતી ગયાં. રાજા વૃદ્ધ બન્યો. હવે રાજાએ મનને ધર્મ તરફ વાળ્યું. એક વાર તેને ઇશુના જીવનના બધા જ પ્રસંગો આલેખવાનો વિચાર આવ્યો. આથી તેણે પેલા ચિત્રકારને બોલાવીને પોતાની ભાવનાપ્રમાણે કરવાકહ્યું. ચિત્રકારે ઘણાં ચિત્રો દોર્યા. હવે તેને ઇશુને શૂલી પર ચઢાવવા માટે સૈનિકોને ઓળખાવી દેનાર દગાખોર શિષ્ય જુડાશને આલેખવા માટે તેવા પ્રતિકની જરૂર પડી. એ માટે તે શોધમાં નીકળી પડ્યો.
“મુખ મૈલા તન ઉજળા” જેવો દુર્જન શોધવો હતો. ઘણી મહેનતે એક વેશ્યાગૃહમાંથી તેને તેવું પ્રતીક મળી ગયું. તેણે સાંભળ્યું તેમ તે માણસ દુરાચારી, વ્યસની અને જુગારી હતો. બે વખત જેલમાં પણ જઈ આવ્યો હતો. ચિત્રકારે તેને પોતાની ભાવના કહી. તેણે પ્રથમથીજ ચિત્ર માટે પૈસા માગી લીધા. કામ થયા પછી ખૂબ રકઝક કરીને ધાર્યા કરતાં વધારે મહેનતાણું તેણે લીધું
ચિત્ર પૂરું થયું. આબેહુબ જુડાશ ચિતરાયો. તેદુર્જન માણસે એ ચિત્ર જોયું. હસીને તેણે કહ્યું: ચિત્રકાર તું જાણે છે કે તેં જે ઈશુને આ ચિત્રમાં દોર્યો છે, તે પણ મારી જ બાળપણાની છબી છે. તે દિવસે મારા મૂર્ખ બાપે તેના પૈસા નહોતા લીધા. આજે તે પણ આપી દે. નહિ તો આ ચિત્ર ફાડી નાખીશ.
જે માણસ બાલ્યાવસ્થામાં ઇશુનું પ્રતીક હતો તે યુવાન થયા પછી જુડાશનું પ્રતીક બની ગયો. આ કોનો પ્રભાવી કહેવું પડશે કે આ પ્રભાવ કુસંગનો હતો. કુસંગે તેને આવો બનાવી દીધો હતો. આમ કુસંગથી સારો પણ માણસ ધીમે ધીમે ખરાબ બનતો જાય છે.
સો દવા અને એક હવા બરાબર છે | ડૉક્ટરો કહે છે કે દવા કરો અને સારી હવામાં રહો. સો દવા અને એક હવા બરાબર છે. સારી હવામાં રહીને દવા કરવાથી દવા જલદી અને અધિક લાભ કરે છે. ક્યારેક તો દવા વિના માત્ર સારી હવાથી શરીર સારું બની જાય છે. આથી દવાથી પણ હવાનું મહત્ત્વ વધારે છે. આવાત અધ્યાત્મમાં બરોબર ઘટે છે. ધાર્મિક ક્રિયાઓ દવા છે, તો સત્સંગ સારી હવા છે. ધાર્મિક ક્રિયાઓ સાથે સત્સંગ કરવાથી જલદી લાભ થાય છે.
ધર્મીને પણ કુસંગનો નિષેધ ધાર્મિક ક્રિયા કરનારાઓ પણ કુસંગમાં પડી જાય તો ધર્મભાવના ગુમાવી દે એ સુસંભવ છે. આથી જ શાસ્ત્રોમાં ધાર્મિક ગૃહસ્થોને પણ કુસંગનો નિષેધ કરવામાં આવ્યો છે. જુગાર, દારૂ વગેરે વ્યસનવાળા, હિંસક, ચોર, માંસ વગેરે અભક્ષ્યનું ભક્ષણ કરનારા, કેવળ વર્તમાન જીવનની જ ચિંતા કરનારા વગેરે પ્રકારના લોકોની પડોશમાં રહેવું, તેમની સાથે લેવડ-દેવડ વગેરે વ્યવહાર કરવો, તેમનો પરિચય કરવો વગેરે રીતે સંસર્ગ કરવાનો ધર્મને નિષેધ છે. ધર્મી આત્માએ આવા લોકોના સહવાસનો ત્યાગ કરી ધાર્મિક આચાર-વિચારવાળા લોકો સાથે સહવાસ કરવો જોઈએ. વેપાર વગેરે વ્યવસાય પણ તેવા જ લોકો સાથે કરવો જોઈએ. દુકાન વગેરેમાં નોકરો પણ તેવા જ રાખવા જોઈએ. નોકરી કરનારે નોકરી તેવા જ લોકો પાસે કરવી જોઈએ.