________________
શ્રાદ્ધદિનકૃત્યા
(349) બાવીશમંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
કુસંગ કરવો પડે તો સાવધગિરિ રાખવી ન છૂટકે ધાર્મિક આચાર-વિચારથી રહિત લોકો પાસે રહેવું પડે, તેવા લોકો સાથે વ્યવહાર કરવો પડે, તેવા લોકો પાસે નોકરી કરવી પડે, તો પોતાના ધાર્મિક આચાર-વિચારમાં ખામીન આવે તે માટે બહુજ સાવધગિરિ રાખવી જોઈએ. એટલું જ નહિ, પણ જો શક્તિ હોય અને સામો માણસ યોગ્ય હોય તો તેને ધાર્મિક આચારવિચારવાળો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અભયકુમારને ધર્મના આચાર-વિચારોથી રહિત આન્દ્રકુમાર સાથે મૈત્રી હતી. પણ અભયકુમારે તેને ધર્મ પમાડી દીધો. તેવી રીતે ઘોર હિંસક સુલસ સાથે મૈત્રી કરીને તેને પણ ધર્મ પાડી દીધો. સામો માણસ અયોગ્ય હોય કે પોતાનામાં તાકાત ન હોય એથી પોતાનાથી બીજાને ધર્મન પમાડી શકાય તો પણ ખરાબ અસર પોતાના ઉપર ન થઈ જાય તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ.
વૈજ્ઞાનિક જમાનાના કુસંગો સારા બનવાની ઇચ્છાવાળાએ જેમ સદા સત્સંગ કરવો જોઈએ, તેમ કુસંગનો સદંતરત્યાગ કરવો જોઈએ. એક તરફ સુસંગ થતો હોય અને બીજી તરફ કુસંગ પણ થતો હોય તો સત્સંગની અસર ન થાય, બલ્વે સત્સંગની થયેલી થોડી ઘણી અસર પણ ચાલી જાય, અને કુસંગની ઘણી અસર થવાથી જીવન બરબાદ બની જાય. માટે જ પ્રસ્તુત (૨૫૪મી) ગાથાની અવતરણિકામાં કહ્યું કે “સત્સંગ પણ કુસંગના ત્યાગથી જ સફલ બને છે.” - જેમ ખરાબ માણસની સોબત કુસંગ છે, તેમ જેનાથી મન બગડે તેવા સિનેમા વગેરે સાધનો પણ કુસંગ છે. ૧. નાટક-સિનેમા, ૨. હોટલ-લોજ, ૩. વરલી-મટકાનો જુગાર, ૪. ક્લબ, ૫. નોવેલ ક્યા, ૬. રેડીયોટ્રાંઝીસ્ટર, ૭. ટી.વી. એ સાત આજના વૈજ્ઞાનિક જમાનાના કુસંગો છે. આ સાતમાંથી નાટક-સિનેમા, હોટલલોજ, વરલી-મટકાનો જુગાર અને ક્લબ એ ચાર બહારના કુસંગો છે. નોવેલથા, રેડીયો-ટ્રાંઝીસ્ટર અને ટી.વી.-વિડિયો એ ત્રણ ઘરના કુસંગો છે. આ ત્રણ ઘરના કુસંગો એટલા માટે છે કે ઘરમાં રહીને પણ એ ત્રણનો ઉપયોગ કરી શકાય છે. આ સાત કુસંગો દુર્વિચારોનું કાતિલ ઝેર ફેલાવે છે. અલબત્ત આ ઝેર અત્યંત ધીમું હોય છે. એટલે તુરત એની ખબર પડતી નથી. ધીમે ધીમે ફેલાતું એ ઝેર જ્યારે પૂરજોશમાં ફેલાય છે અને એનાથી જીવનમાં કંઈ અવનવું બની જાય છે, ત્યારે જ તેની ખબર પડે છે. આઝેર ધીમું ફેલાતું હોવાથી જ વધારે ખતરનાક છે. આ કુસંગો તેની અસર નીચે આવનારના મનમાં અવ્યક્તરૂપે દુર્વિચારોનું બીજ વાવે છે. આ કુસંગો આપણા મનમાં વિચારોનું બીજ વાવે છે તેની આપણને તે વખતે જરાય ખબર પડતી નથી. પછી જ્યારે તેમાંથી કાલાંતરે અંકુર ફુટે છે, સમય જતાં તેનું અશુભ ફળ પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે જ આપણને તેની ખબર પડે છે. સારા વિચારોથી માણસ સારો બને છે. ખરાબ વિચારોથી માણસ ખરાબ બને છે. સત્સંગથી માણસના મનમાં સારા વિચારોનું બીજ રોપાય છે.
આજે સીનેમા વગેરેથી લોકોના માનસનું એટલું બધું પરિવર્તન થઈ ગયું છે કે જેથી અમારું માનસ આ કુસંગોથી બગડી ગયું છે, એવું પણ ભાન રહ્યું નથી. ગાંડા બનેલા માણસને હું ગાંડો છું એવી ખબર જ ન હોય. એને કોઈ ગાંડો કહે તો એ ગાંડો કહેનારને જ ગાંડો કહે અને મારવા પણ દોડે.
એકવાર એક ગાંડા માણસોની હોસ્પીટલમાં આગ લાગી. આ જોઈને ગાંડાઓ આનંદમાં આવી નાચવા લાગ્યા. વાહ! કેવો પ્રકાશ! જીંદગીમાં પહેલી જ વાર આવો પ્રકાશ જોયો. આમ બોલીને તેઓ નાચવા લાગ્યા. મેનેજરે બંબાવાળાને બોલાવ્યા. બંબાવાળાઓએ આવીને ગાંડાઓને બહાર કાઢીને આગ ઓલવવાનો પ્રયત્ન શરૂ કર્યો. આ વખતે ગાંડાઓએ કહ્યું : અરે! અમારા પ્રકાશને કેમ બુઝાવો છો ? અમારે દીવાળી આવી છે.