________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (350)
શ્રાદ્ધદિનકૃત્ય તમે ગાંડા બની ગયા છો કે શું ?
આજે સિનેમા વગેરેના કુસંગની અસર નીચે આવેલા માણસો સિનેમા વગેરેને કુસંગ કહેનારાઓને જ ગાંડા ગણે છે. એ લોકો કહે છે કે સિનેમા વગેરે તો મનોરંજનનાં સાધનો છે, એમાંથી માણસને ઘણી જાણકારી મળે છે. આ સાધનોથી દૂર રહેનારો માણસ કૂપમંડુક (Fકૂવાનો દેડકો) બને છે. એને દુનિયાની કોઈ જાણકારી હોતી નથી. આવું આવું કહીને તે લોકો સિનેમા વગેરેનું સમર્થન કરે છે. પણ સમજુ માણસો તો સિનેમા વગેરેને આજના વૈજ્ઞાનિક જમાનાના કુસંગો જ માને છે.
સત્સંગની નિષ્ફળતાનું કારણ આજે સત્સંગ કરનારા થોડા છે. આજે સત્સંગ કરનારાઓ ઉપર પણ સત્સંગની જેવી અસર થવી જોઈએ તેવી અસર ન થવાનું કારણ આજના કુસંગો છે. સત્સંગ કરનારાઓ પણ આવો કુસંગ કરતા રહે છે.
એકવાર એક પાયલોટ રણ ઉપર થઈને નાનું વિમાન ઉડાડી રહ્યો હતો. એ વિમાનની ઝ૫ કલાકના દોઢસો માઈલની હતી. આ વખતે અચાનક જોરદાર પવન ફૂંકાયો. વિમાન આગળ જવા મથતું હતું. પણ વંટોળીયો એને પાછું પાડતો હતો. એન્જનો ચાલુ હતા, પંખા ફરતા હતા, દોઢસો માઈલની ઝડપ હતી, છતાં વિમાન એની એ જ જગ્યાએ સ્થિર હતું.
આ ઘટના સંતસમાગમની નિષ્ફળતાને સમજાવે છે. સાધુ સંતો ઉપદેશવગેરેથી ગૃહસ્થોને આગળ લાવવા પ્રયત્ન કરે છે. પણ દુનિયાના કુસંગરૂપ વાયરાના કારણે એની ધારી અસર થતી નથી. સત્સંગ એને આગળ ધકેલે છે, તો કુસંગનો વાયરો તેને પાછો પાડે છે. આજે સારા સાધુઓ છે, સારા ઉપદેશકો છે. ઘણા લોકો તેમનો સંગ કરે છે અને ઉપદેશ સાંભળે છે. છતાં તેની વિશેષ અસર થતી નથી. કારણ કે સત્સંગ કરતાં કુસંગ વધારે થાય છે.
આ વિષે બૌદ્ધધર્મના ધમ્મપદ ગ્રન્થમાં કહ્યું છે કેન મને પાપ મિત્તે ન મને પુરાધરે મને મિત્તે ઇચ્છાને મને ય પુસુિત્તમે II (૬ પંડિતવષ્ય ગા.૩)
પાપી મિત્રોની સોબતનકરવી, અધમ પુરુષોનો સમાગમન રાખવો, કલ્યાણકાર મિત્રોની સોબત કરવી અને ઉત્તમ પુરુષોનો સમાગમ રાખવો.”
સુસંગના પ્રકારો સુસંગના અનેક પ્રકારો છે. પણ તેમાં છ મુખ્ય છે. તે આ પ્રમાણે :- ગુરુ (સાધુ-સંતો, સાધર્મિક, સ્વજન, પાડોશી, મિત્ર અને પુસ્તક. અહીં એટલું ખ્યાલ રાખવું કે આ છ સુ હોય તો સુસંગ છે, કુ હોય તો કુસંગ છે. ગુરુનો માત્ર વેષ પહેર્યો હોય, ગુરુના ગુણો ન હોય તો તે કુગુરુ છે. માત્ર બારથી ધર્મક્રિયા કરતો હોય, અથવા ધર્મી કહેવાતો હોય, પણ તેનામાં ધર્મભાવના ન હોય, ધર્મથી વિરુદ્ધ વર્તન હોય તો તે સાધર્મિક પણ કુસાધર્મિક છે. સ્વજનો, પાડોશી અને મિત્ર પણ સારા આચાર-વિચારવાળા ન હોય તો તેમનો સંગ સુસંગ નબને. સારા આચાર-વિચારવાળા સ્વજનો, પાડોશી અને મિત્રનો સંગ સુસંગ છે. પુસ્તકો પણ ઉત્તમ પુરુષોનાં લખેલાં હોય તો સુસંગ છે, ગમે તે પુસ્તકો નહિ.
આ છે જેમને “સુ મળી જાય તેમનું જીવન સુધરી જાય અને જેમને ' મળી જાય તેમનું જીવન બગડી જાય. (અહીં ૨૫૪મી ગાથા પૂર્ણ થઈ.) (૨૫૪)