________________
પંદરમું ભોજન દ્વારા
240
શ્રાદ્ધદિનકૃત્ય
આહાર લેનાર અને આપનાર એ બંનેનું અહિત કરે. કારણકે લેનારને સંસારની વૃદ્ધિ થાય અને આપનારને અલ્પ આયુષ્યનો બંધ થાય. પણ જ્યારે દુકાળ કે બિમારી આદિ અવસ્થામાં પ્રાસુક અને એષણીય આહાર વગેરેની પ્રાપ્તિ ન થતી હોય અને એના કારણે સાધુઓના જીવનનો નિર્વાહન થતો હોય ત્યારે અશુદ્ધ પણ આહાર લેનાર અને આપનાર એ બંનેનું હિત કરે. જેવી રીતે વૈદ્ય દેશ-કાલ વગેરે વિચારીને રોગીની ચિકિત્સા કરે છે, તેમ શ્રાવક દેશ-કાલ વગેરે જોઈને સાધુને વહોરાવે. રોગીને કોઈક અવસ્થામાં જે પથ્ય હોય તે જ વસ્તુ અન્ય અવસ્થામાં અપધ્ય થાય. કોઈક અવસ્થામાં જે અપથ્ય હોય તે જ અન્ય અવસ્થામાં પથ્ય થાય. તે રીતે પ્રસ્તુતમાં આગમને જાણનારાઓ દુર્ભિક્ષ અને બિમારી વગેરે અવસ્થામાં અવસર પ્રમાણે ઘણા ગુણોના લાભની ઈચ્છાથી અપવાદથી અશુદ્ધ પણ દાન ગ્રહણ કરે અને શ્રાવક આપેતો દોષ માટે થતું નથી. આ વિષે (ઓ.નિ.ગા. ૪૭મા) કહ્યું છે –
સર્વ પ્રવૃત્તિમાં સંયમની રક્ષા કરવી. સંયમની રક્ષા કરતાં જો પ્રાણોનો નાશ થતો હોય તો સંયમમાં અપવાદ સેવીને પણ પ્રાણોની (શરીરની) રક્ષા કરવી. કારણ કે એમ કરવાથી સંકટથી મુક્ત થઈ શકાય. સંકટથી મુક્ત થયા પછી અપવાદસેવવામાં લાગેલા દોષોની પ્રાયશ્ચિત્ત દ્વારા વિશુદ્ધિ કરી શકાય છે, અને એમ કરવાથી (સંયમ રક્ષાનો શુદ્ધ આશય હોવાથી) અવિરતિ થતી નથી - અવિરતિ જન્યકર્મબંધ થતો નથી.”
વિવેચન વિશિષ્ટ કારણ વિના સાધુ આહાર લે તો તેને સંસારની વૃદ્ધિ થાય. આ વિષેઓઘ.નિ.ગા. ૪૪૬ માં કહ્યું છે કે જે સાધુ આહાર-ઉપધિવગેરે જેવું મળે તેવું ગ્રહણ કરે છે, એટલે કે દોષિત છે કે નિર્દોષ છે એમ જાણ્યા વિના દોષિત કે નિર્દોષ જેવું મળે તેવું ગ્રહણ કરે છે, તેને સંસારની વૃદ્ધિ કરનારો કહ્યો છે.”
આ વિષે યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે– જે પિંડની શુદ્ધ છે કે અશુદ્ધ એવી તપાસ કરતો નથી તે ચારિત્રરહિત છે. એમાં સંશય નથી. ચારિત્રન હોય તો સંપૂર્ણ દીક્ષા નકામી છે.”
નિષ્કારણ દોષિત આહાર વહોરાવનારને અલ્પ આયુષ્યનો બંધ થાય. આ વિષે ભગવતીજી સૂત્રમાં પાઠ આ પ્રમાણે છે- “શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે- હે ભગવંત! જીવો ક્યા કારણે અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે? ઉત્તરમાં મહાવીર ભગવાન કહે છે કે - હે ગૌતમ! જેઓ જીવ હિંસા કરનારા હોય, જુ બોલનારા હોય, તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અપ્રાસુક (સચિત્ત) તથા અષણીય (=દોષિત) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વહોરાવનારા હોય, એવા જીવો નિશ્ચયથી અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે છે.”
પ્રશ્ન- અહીં અશુદ્ધ દાયકને અલ્પ આયુષ્યનો બંધ કઈ અપેક્ષાએ છે?
ઉત્તર–શુદ્ધ દાન આપનારની અપેક્ષાએ અલ્પ આયુષ્યનો બંધ સમજવો. શુદ્ધ દાયકને દીર્ઘ આયુષ્યનો બંધ થાય અને અશુદ્ધદાયકને શુદ્ધદાયની અપેક્ષાએ અલ્પ શુભ આયુષ્યબંધ થાય.
પુષ્ટ તેવા કારણથી સાધુ અશુદ્ધ આહાર લે તો પણ નિર્દોષ છે. આ વિષે વ્યવહારભાષ્ય-પીઠિકામાં કહ્યું છે કે “અપવાદને સેવીને હું મોક્ષમાર્ગને અખંડ રાખીશ, અથવા જ્ઞાનાદિનો અભ્યાસ કરીશ, અથવા તપઉપધાનમાં વિશેષ ઉદ્યમ કરીશ, અથવા ન્યાયથીગણની સાર-સંભાળ કરીશ. આવાશુદ્ધ આલંબનથી અપવાદને સેવવા છતાં તે મોક્ષને પામે છે.”