________________
239
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર આપવામાં આવે તો સંભવ છે કે સંન્યાસીને અને લાગતા-વળગતા બીજાઓને એમ થાય કે આમનો ધર્મ કેવો કે જેથી ઘરે આવૈલાને દાન પણ આપતા નથી. આ રીતે તે લોકો જૈન ધર્મની નિંદા કરીને બોધિદુર્લભ બને. આમ તેમના પ્રત્યે ભાવઅનુકંપાબુદ્ધિથી દાન કરવામાં કર્મબંધન થાય.
આવી (દ્રવ્યઅનુકંપા, ઔચિત્ય કે ભાવઅનુકંપા) બુદ્ધિ વિના દ્રવ્યસાધુને દાન આપવાથી કર્મબંધરૂપ નુકશાન જ થાય. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દાનધ્રાવિંશિકામાં કહ્યું છે કે – “આ મારા આપેલા આહારાદિ લેનાર પરિવ્રાજક આદિના અસંયમ, મિથ્યાત્વ વગેરે રૂપદોષોનું જ પોષણ થવાનું છે, એવું જાણીને પણ (અનુકંપાનો અવસર ન હોવા છતાં ભક્તિથી) તે દોષ પોષણની ઉપેક્ષા કરીને આહારાદિનું દાન કરતો શ્રાવક ચંદનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું કરે છે. ચંદનનો ચંદન તરીકે જ વ્યાપાર કરનાર ચંદનના કોલસા પાડીને કોલસાનો વ્યાપાર કરનાર કરતા ઘણો સારો લાભ પામી શકે છે, અને કોલસા પાડતી વખતની ગરમી વગેરે કરમાંથી બચી શકે છે. સુપાત્રમાં દાન કરવા યોગ્ય સ્વસંપત્તિ એ ચંદન છે. કુપાત્રમાં એનું દાન એ કોલસા પાડવા જેવું છે. ભક્તિથી અપાતા દાનથી લાભને બદલે નુકશાન ન થઈ જાય એ માટે દાનવીર શ્રાવકે સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષામાં પાસ થનાર પાત્ર સાધુ, શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિ એમ ત્રણ પ્રકારે છે. (૧૭૩)
देसं खित्तं तु जाणित्ता, अवत्थं पुरिसंतहा । . विजोव्व रोगियस्सेव, तओ किरियं पउंजए ॥१७४॥
જેવી રીતે વૈદ્ય દેશ-કાલ વગેરે જાણીને રોગીની ચિકિત્સા કરે તેમ શ્રાવક દેશ, ક્ષેત્ર, દ્રવ્ય, અવસ્થા અને પુરુષને જાણીને સાધુને વહોરાવે.
દેશ- મગધ, અવંતિ વગેરે ક્યો દેશ છે? અથવા આ દેશ સાધુના વિહારને યોગ્ય છે કે નહિ? ઇત્યાદિ જાણીને વહોરાવે.
ક્ષેત્ર- આ ક્ષેત્ર સંવિગ્ન ભાવિત છે કે અભાવિત છે ઇત્યાદિ જાણીને વહોરાવે. દ્રવ્ય- અમુક દ્રવ્ય સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ જાણીને વહોરાવે. અવસ્થા- હમણાં ભિક્ષા સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ જાણીને વહોરાવે. પુરૂષ- આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, *સહુ અને અસહુ વગેરે જાણીને વહોરાવે.
અહીં તાત્પર્ય એ છે કે સાધુઓના શરીરનો અને સંયમનો નિવહથાય તથા જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય તે ખ્યાલમાં રાખીને તે પ્રમાણે સાધુઓને આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે વહોરાવે. (૧૭૪) संथरणंमि असुद्धं, दुण्हवि गिण्हंतदितयाणहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥१७५॥
દાન કરવામાં જ ઉત્સર્ગ અને અપવાદ બતાવે છે– . પ્રાસુક (=અચિત્ત) અને એષણીય (=દોષોથી રહિત) આહાર વગેરેની પ્રાપ્તિ થતી હોય અને એથી સાધુઓના જીવનનો નિવહ થતો હોય ત્યારે અશુદ્ધ (સચિત્ત કે બેતાલીસ દોષોમાંથી કોઈ પણ દોષથી દૂષિત)
| * સહ એટલે સહન કરી શકે તેવા. અસહ એટલે સહન ન કરી શકે તેવા. '