________________
156 )
ગુરુવંદન અધિકાર
શ્રાદ્ધદિનકૃત્ય આશાતનાઓને જણાવનારી ગાથાઓ શાસ્ત્રમાં નીચે પ્રમાણે જણાવેલી છે.
पुरओ-पक्खासन्ने, गमणं ३ ठाणं ६ निसीअणं ९ ति नव । सेहे पूव्वं आयमई १०, आलवइ ११ य तहय आलोए १२ ॥१॥ असणाइअमालोएइ १३, पडिदंसइ १४ देइ १५ उवनिमंतेइ १६ । सेहस्स तहाहाराइ-लुद्धो निद्धाइ गुरुपुरओ १७ ॥२॥ राओ गुरुस्स वयओ, तुसिणि सुणिरो वि १८ सेसकाले वि १९ । तत्थगओ वा पडिसुणइ २०, बेइ किं ति व २१ तुमं ति गुरू २२ ॥३॥ तज्जाए पडिहणइ २३, बेइ बहुं २४ तह कहतरे वयइ । एवमिमं ति अ २५ न सरसि २६, नो सुमणे २७ भिंदई परिसं २८ ॥४॥ छिंदइ कह २९ तहाणु-ट्ठिआइ परिसाइ कहइ सविसेसं ३० । गुरुपुरओ वि निसीअइ, ठाइ समुच्चासणे सेहो ॥५॥ संघट्टइ पाएणं, सिज्जासंथारयं गुरुस्स तहा ३२। तत्थेव ठाइ निसीअइ, सुअइ व सेहोत्ति तेत्तीसं ॥६॥ (આ ગાથાઓનો ભાવાર્થ ઉપર ૩૩ આશાતનાઓના વર્ણનમાં કહ્યો તે પ્રમાણે સમજવો.)
ગુરુની આ આશાતનાઓ સાધુની જેમ યથાસંભવ (જેને જે થવાનો સંભવ હોય તે) શ્રાવકને પણ લાગે છે, તે શ્રાવકોએ પણ સમજીને વર્જવી. (આ ગુરુ સંબંધી આશાતનાઓ પૈકી એક, બે કે સઘળી આશાતનાથી થયેલા અપરાધનું પ્રતિક્રમણ કરું છું એમ સંબંધ સમજવો.)
હવે એજ આશાતનાઓ સંબંધી કાંઈક વિશેષથી કહે છે- ‘ગંર્વિવિમિચ્છીપ' (વિન (મધ્યયા) = જે કાંઈ ખરાબ-જુઠાં, જેવાં-તેવાં નિમિત્ત લઈને મિથ્યા એટલે ખોટા ભાવથી કરી હોય તેવી આશાતનાથી, વળી ‘મળતુડાણ વધુધડા વાયદુક્કડી” (મનોકુતિયા-વાતુવૃતયા-ઝાયડુતયા) એટલે દુષ્ટ મનથી અર્થાત્ પ્રષિ વગેરે દ્વારા, દુષ્ટ વચનથી એટલે અસભ્ય-કઠોર વગેરે દુષ્ટ વચન દ્વારા અને દુષ્ટ કાયાથી એટલે નજીકમાં (પાસ) ચાલવું, બેસવું વગેરે દુર કાયિક પ્રવૃત્તિ દ્વારા- એ રીતિએ થયેલી આશાતનાઓથી, તેમાં પણ મોહાણ માળા માયા તોમાઈ' (ક્રોધ-માન-માયા-તોમા) એટલે ‘ક્રોધસહિત-માનસહિત-માયાસહિતલોભસહિત અર્થાત્ ક્રોધાદિ ચાર કષાયોથી કરેલી આશાતનાઓથી, તાત્પર્યક–જોધવગેરે કષાયોને વશ થઈને જે કોઈ વિનયભંગ વગેરે રૂપ આશાતનાઓ કરી હોય તેનાથી, એ પ્રમાણે દિવસ સંબંધી કરેલી આશાતનાઓને કહી; હવે પખવાડીયું, ચતુર્માસ કે વર્ષમાં કરેલી તથા આ ભવમાં કે અન્ય ભવોમાં કરેલી, કરાતી કે થનારી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની સઘળી આશાતનાઓને જણાવવા માટે કહે છે કે- સવ્વાતિમા' (સર્વાતિવયા) એટલે સર્વ (ત્રણેય) કાળની આશાતનાઓથી અહીં ભવિષ્યકાળ સંબંધી આશાતના કેવી રીતિએ થાય ? તેનું સમાધાન કરતાં કહે છે કે–“આવતી કાલે અગર અમુક વખતે હુંગુરુ પ્રત્યે અમુક અમુક અનિષ્ટવર્તન કરીશ’ –એમ વિચારવાથી ભવિષ્યકાળની આશાતના જાણવી. એ જ પ્રમાણે ભવાન્તરમાં પણ તેઓનો વધ વગેરે કરવાનું નિયાણુકરવારૂપ અન્ય જન્મની પણ ભવિષ્યની આશાતના બની શકે છે. એમ ત્રણેયકાળની આશાતનાઓથી,