________________
શ્રાદ્ધદિનકૃત્ય
(157)
ગુરુવંદન અધિકાર
વળી વ્યમિચ્છોવાઈ' (સર્વમિથ્થોપવારા) સર્વ દંભ-પટ-માયાભરેલી ખોટી પ્રવૃત્તિ રૂપ અસત્ ક્રિયા (કાર્યો) કરવા રૂપ આશાતનાથી, તથા સર્વાધમાધમUIણ' (સર્વધર્મતિમયા) એટલે ‘આઠ પ્રવચનમાતાનું પાલન અથવા સામાન્યથી સંયમ આરાધનાને અંગે કરવા યોગ્ય સર્વ કાર્યો,' તે રૂપ સર્વ ધર્મોમાં જે અતિક્રમણ એટલે ઉલ્લંઘન અર્થાત્ વિરાધના કરવારૂપ આશાતના, તેનાથી, ‘માસાયTI,ગોમે મારો ગો” (માતનયા યો યાતિવારઃ કૃતિ ) એટલે એ પ્રમાણે ગુરુની આશાતનાઓ દ્વારા મેં જે કોઈ અતિચાર એટલે અપરાધ કર્યો હોય, ‘ત માસમણો પડિલીમામિ' (તી સમશ્રમ!પ્રતિદ્રમામિ) એટલે હે ક્ષમાશ્રમણ ! હું તે અતિચારોનુંઅપરાધોનું તમારી સાક્ષીએ પ્રતિક્રમણ કરું છું. અર્થાત્ ફરીથી નહિ કરવાની ભાવનાપૂર્વક તે અપરાધોથી મારા આત્માને પાછો હઠાવું છું, તથા ‘નિંદ્રામ વિદ્યામિ ગપ્પાને વોસિરામિ' (નિંદ્રામ-ર્દેિ-માત્માનં વ્યસૃજ્ઞામિ) એટલે તે અપરાધો રૂપ દુષ્ટ કાર્ય કરનારા મારા ભૂતકાલીન આત્માની (આત્મપર્યાયની) સંસારથી વિરક્ત થયેલા મારા પ્રશાન્ત ચિત્ત વડે (વર્તમાનકાલીન આત્માના શુદ્ધ અધ્યવસાયો વડે) નિન્દા કરું છું, આપની સાક્ષીએ તેવા દુષ્ટ કાર્યો કરનારા મારા તે આત્માની ગહ કરું છું અને દુષ્ટ કર્મ કરનારા મારા તે આત્માને તેની અનુમોદના નહિ કરવારૂપે તળું છું-વોસિરાવું છું. (અર્થાત્ મેં અયોગ્ય કર્યું છે એમ હું કબૂલ કરું છું.) એ પ્રમાણે ગુરુવન્દનક સૂત્ર બોલવાપૂર્વક પહેલી વખત વન્દનકરીને, પુન: અવગ્રહની બહાર ઊભા ઊભા અર્ધશરીર નમાવીને, બીજી વખત વન્દન કરવા માટે ‘ચ્છામિ મસમો થી શરૂ કરીને વોસિરામિ' સુધી બીજી વખત સંપૂર્ણ પાઠ બોલે, પણ એટલું વિશેષ સમજવું કે–બીજી વખતના વન્દનમાં અવગ્રહથી બહાર નીકળ્યા વિના જ ‘માવસ્તિના પાઠ છોડીને બાકીનો બધો સૂરપાઠ બોલે.
(અહીંગુરુવંદનના ત્રણ પ્રકાર (પૃ. ૧૨૩) થી પ્રારંભીને અહીં સુધીનું લખાણ ધર્મસંગ્રહ ભાગ પહેલાના ગુજરાતી ભાષાંતરમાંથી થોડા સુધારા-વધારા સાથે સાભાર ઉદ્ધત કર્યું છે.)
સુગુરુવંદન (વાંદણા)
અવનતવંદન મુદ્રા
(અહીંઆ ઊભા ઊભા વંદન શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા કરવાની છે.)