________________
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
બનીને ત્રીજી વાર આચાર્ય મહારાજની પાસે વાદ કરવા ગયો. વાદમાં આચાર્ય મહારાજે તેને નિરુત્તર કરી દીધો. ફરી ત્રીજીવાર અન્ય દેશમાં જઈને કોઈ આચાર્ય મહારાજ પાસે બનાવટી દીક્ષા લીધી. આ વખતે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં વનસ્પતિમાં જીવોની સિદ્ધિ કરનારી યુક્તિઓ તેના વાંચવામાં આવી. આ યુક્તિઓ વાંચીને તે આશ્ચર્ય ચક્તિ બની ગયો. કેટલી સરસ યુક્તિઓ છે ! અત્યાર સુધી તે વનસ્પતિમાં જીવો માનતો ન હતો. પણ હવે માનવા લાગ્યો. જૈનધર્મ તેને સત્ય જણાયો. હવે તેને જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ. આથી ગુરુ પાસે જઈને અત્યાર સુધી બનાવટ કરીને મેં દીક્ષા લીધી હતી વગેરે વિગત જણાવી. તેનું પ્રાયશ્ચિત્ત લીધું. ફરી એ જ ગુરુ પાસે ભાવથી દીક્ષા લીધી. પછી વાચકપદ પ્રાપ્ત કરીને યુગ પ્રધાન થયા. આમ, ગોવિંદ પંડિતે પહેલાં દ્રવ્યદીક્ષા લીધી હતી. પણ સ્વાધ્યાય કરવાથી તેનામાં શ્રદ્ધા થઈ અને ભાવથી દીક્ષા લીધી. પહેલાં તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન હતું. શ્રદ્ધા થવાથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન બની ગયું. અહીં બીજાને જીતવાના આશયથી જિનવાણીનું શ્રવણ = વાંચન કર્યું તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. તો પછી સમ્યગ્દર્શન મેળવવાની ઈચ્છાથી જિનવાણીનું શ્રવણ કરવામાં આવે તો સમ્યગ્દર્શન કેમ ન થાય ?
190
કુગ્રહ રૂપ વિષથી વ્યાપ્ત જીવો માટે જિનાગમ મહામંત્ર છે. ફુગ્રહ એટલે દુષ્ટ મનુષ્યોના ઉપદેશથી ઉપકાર નહિ કરનારા જીવો ઉપર પણ ઉપકાર કરનારા તીર્થંકરો આદિ વિષે પણ ‘‘આ છેતરનારા છે’ એવો અભિપ્રાય. આ કુગ્રહ વિશિષ્ટચૈતન્યનો નાશક હોવાથી વિષ સમાન છે. જિનાગમ અચિંત્ય પ્રભાવના કારણે પ્રશસ્ત ચૈતન્યને પ્રાપ્ત કરાવનાર હોવાથી મહામંત્ર સમાન છે. આ વિષે રોહિણીયો ચોર વગેરેનાં દૃષ્ટાંતો છે.
રોહિણેય ચોરનું દૃષ્ટાંત
શ્રી વીરભગવાન લોકોનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી નગર, ગામ, ખીણ અને દ્રોણમુખ (ખેડુત લોકોના ગામડા) વગેરેમાં વિહાર કરતા હતા. તે સમયે રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં જાણે મૂર્તિમાન્ રૌદ્રરસ હોય તેવો લોહખુર નામે એક ચોર રહેતો હતો. જ્યારે રાજગૃહી નગરીમાં લોકો ઉત્સવાદિમાં રોકાયેલા હોય ત્યારે તે ચોર છિદ્ર મેળવીને પિશાચની જેમ ઉપદ્રવ કરતો હતો. તે દ્રવ્ય લઈ આવતો હતો અને પરસ્ત્રીઓને ભોગવતો હતો. તે નગરના બધા ભંડારો અને મહેલો તે પોતાનાજ માનતો હતો. તેને ચોરી કરવાની વૃત્તિમાંજ પ્રીતિ હતી, બીજામાં નહોતી. ‘‘રાક્ષસો માંસ વિના બીજા ભક્ષ્યથી તૃપ્ત થતા નથી.’’ તેને રોહિણી નામની સ્ત્રીથી આકૃતિ અને ચેષ્ટામાં તેનાજ જેવો રૌહિણેય નામે પુત્ર થયો. જ્યારે લોહખુર ચોરને મૃત્યુ સમય પ્રાપ્ત થયો ત્યારે તેણે રૌહિણેયને બોલાવીને કહ્યું કે, ‘હે પુત્ર ! જો તું મારા કહ્યા પ્રમાણે અવશ્ય કરે તો હું તને કાંઈક જરૂરનો ઉપદેશ આપું.’ તે બોલ્યો કે—‘તમારું વચન મારે અવશ્ય કરવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને કોણ ન ઉઠાવે ?’ પુત્રનું આવું વચન સાંભળી લોહખુર હર્ષ પામ્યો અને પુત્રની પીઠ ઉપર હાથ ફેરવતો આ પ્રમાણે નિષ્ઠુર વચન બોલ્યો—‘‘જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યોગી દેશના આપે છે, તેના ભાષણને તું કોઈવાર સાંભળીશ નહીં, બાકી બીજે ઠેકાણે ભલે સ્વેચ્છાએ વર્તજે.’’ આવો ઉપદેશ આપીને લોહખુર પંચત્વને પામી ગયો.
પિતાની મૃતક્રિયા કર્યા પછી રોહિણીઓ પણ જાણે બીજો લોહખુર હોય તેમ નિરંતર ચોરી કરવા લાગ્યો. પોતાના જીવિતવ્યની જેમ પિતાની આજ્ઞાને પાળતો તે પોતાની સ્ત્રીની જેમ સમગ્ર રાજગૃહી નગરીને લુંટવા લાગ્યો. આ સમયે નગર ગામ અને ખાણો વગેરેમાં વિહાર કરતા ચૌદ હજાર મુનિઓથી પરિવરેલા, ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. દેવતાઓએ સંચાર કરેલા સુંદર સુવર્ણ કમળ ઉપર પગલાં મૂકતા મૂકતા પ્રભુ