________________
- 191
)
શ્રાદ્ધદિનકૃત્યા
અગિયારમું શ્રવણ દ્વારા નજીમાં આવ્યા, એટલે વૈમાનિક, જ્યોતિષિ, ભુવનપતિ અને વ્યંતર દેવતાઓએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું. તેમાં બેસીને શ્રી વીરપ્રભુએ યોજન સુધી પ્રસરતી સર્વ ભાષાનુસારી વાણી વડે ધર્મદશના આપવા માંડી. તે વખતે પેલો રૌહિણેય ચોર રાજગૃહી નગરી તરફ જતો હતો, ત્યાં માર્ગમાં આ સમવસરણ આવ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, જો હું આ માર્ગે ચાલીશ તો મહાવીરનાં વચન સાંભળી લઈશ, તેથી પિતાની આજ્ઞાનો ભંગ થશે અને આ સિવાય રાજગૃહીમાં જવાનો બીજો માર્ગ પણ નથી. ત્યારે શું કરવું? આવો વિચાર કરી બે કાન આડા હાથે રાખી તેજ માર્ગે રાજગૃહી નગરીમાં ગયો. એવી રીતે પ્રતિદિન ગમનાગમન કરતાં એક વખતે સમવસરણની પાસેજ તેના પગમાં કાંટો વાગ્યો. ઉતાવળે ચાલતા તે કાંટો ગાઢ રીતે પગમાં ખેંચી ગયો. તેથી તેને કાઢ્યા સિવાય તે એક પગલું ભરવાને પણ શક્તિવાન્ રહ્યો નહીં. જ્યારે બીજો કંઈ ઉપાય સુયો નહીં ત્યારે તેણે કાન ઉપરથી હાથ લઈને કાંટો કાઢવા માંડ્યો. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા ગ્લાનિ પામતી નથી અને શરીર પ્રસ્વેદથી તથા રજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલાં વચન સાંભળવાથી મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે' એમ વિચારતો, ઉતાવળે પગમાંથી કાંટો કાઢી અને પાછા કાન પર હાથ મૂકી રોહિણેય ત્યાંથી પોતાને કામે ગયો.
હવે તે ચોર પ્રતિદિન શહેરમાં ચોરી કરતો, તેથી કંટાળીને ગામના શેઠીઆઓ શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હદેવ!તમે રાજ્ય કરતા છતા અમને બીજો કંઈ પણ ભય નથી પણ અદશ્ય ચેટક(ભૂત)ની જેમ કોઈ ચોર અદશ્ય રહીને અમને લુંટે છે.બંધુની જેમ તેમની આ પીડા સાંભળીને શ્રેણિકરાજાએ કોપ કરી કોટવાળને બોલાવીને કહ્યું કે-“અરે કોટવાળ! શું તમે ચોર થઈને કે ચોરના ભાગીદાર થઈને મારો પગાર ખાઓ છો ? કે જેથી તમારી ઉપેક્ષાવડે આ પ્રજાજનને ચોરો લુંટે છે.' કોટવાળ બોલ્યો કે-“મહારાજા કોઈ રૌહિણેયનામનો ચોર નગરજનોને એવી રીતે લુંટે છે કે, તેને અમે જોઈએ છીએ, તો પણ તે પકડી શકાતો નથી. વિજળીના ઉછળતા કિરણોની જેમ તે ઉછળી, વાનરની જેમ ઠેકી, એક હેલામાત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર પહોંચી જાય છે, અને નગરનો કિલ્લો પણ ઓળંગી જાય છે. અમે તેના જવાનો માર્ગે પાછળ જઈએ છીએતો ત્યાં તે જોવામાં આવતો નથી. અને જો એક પગલા માત્ર તેને છોડ્યો તો તે સોપગલાં અમારાથી દૂર જતો રહે છે. હું તો તેને પકડવાને કે હણવાને શક્તિમાન્ નથી, માટે આ તમારો કોટવાળપણાનો અધિકાર ખુશીથી પાછો લઈ લ્યો.” પછી રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી સૂચવ્યું, એટલે અભયકુમારે કોટવાળને કહ્યું કે, “તમે ચતુરંગ સેનાને સજ્જ કરીને નગરની બહાર રાખો; પછી જ્યારે ચોર અંદર પેસે ત્યારે લશ્કરે ફરતું ફરી વળવું અને અંદરથી તે ચોરને ત્રાસ પમાડવો, એટલે પાશલામાં હરણ આવીને પડે તેમ તે વિજળીના ઝબકારાની જેમ ઉછળીને સ્વયમેવ સૈન્યમાં આવી પડશે, પછી જાણે તેના જામીન હોય તેમ એ મહાચોરને પ્રમાદરહિત સાવધાન રહેલા સુભટોએ પકડી લેવો.” આ પ્રમાણેની અભયકુમારની આજ્ઞાનું પ્રમાણ કરી કોટવાળ ત્યાંથી નીકળ્યો અને ગુપ્ત રીતે સેનાને સજ્જ કરી. રાજાએ આજ્ઞા કરી તે દિવસે રૌહિણેય બીજે ગામ ગયેલો હતો તેથી આ વાતની તેને ખબર પડી નહીં. એટલે તે બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ નગરમાં પેઠો અને ત્યાંથી નગર ફરતા ફરી વળેલા સૈન્યની જાળમાં મીનની જેમ સપડાઈ ગયો. તેને બાંધીને કોટવાળે રાજાની પાસે રજુ કર્યો. “રાજનીતિ પ્રમાણે પુરુષોની રક્ષા અને દુર્જનોનો નિગ્રહરાજાએ કરવો જોઈએ, તેથી આનો નિગ્રહ કરો.” એમ કહીને રાજાએ તેને અભયકુમારને સોંપ્યો. અભયકુમારે કહ્યું કે-૧છળવડે પડાયેલો હોવાથી ચોરીના મુદ્દા અથવા તેની કબુલાત સિવાય આ ચોર નિગ્રહ કરવાને યોગ્ય થતો નથી. માટે તેનો નિગ્રહ વિચારીને કરવો જોઈએ.” એટલે રાજાએ રૌહિણેયને પૂછ્યું કે–તું ક્યાંનો રહેવાસી છે તારી આજીવિકા કેવા