________________
અગિયારમું શ્રવણ દ્વાર
(192)
શ્રાદ્ધદિનકૃત્યા
પ્રકારે ચાલે છે? તું આ નગરમાં શા માટે આવ્યો હતો? અને તારું નામ રોહિણેય કહેવાય છે તે ખરું છે? પોતાના નામથી શંતિ થઈ તેણે રાજાને કહ્યું કે, “હું શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામે કુટુંબી (કણબી) છું. કોઈ પ્રયોજેને કૌતુક થતાં આજે અહીં આવ્યો હતો અને કોઈદેવાલયમાં રાત્રિ રહ્યો હતો. રાત્રિઘણી ગયા પછી ત્યાંથી પાછો ઘેર જવા નીકળતાં રાક્ષસ જેવા કોટવાળ અને તેના સીપાઈઓએ મને સપડાવ્યો, એટલે તેનાથી ભય પામીને હં કિલ્લો ઓળંગી ભાગવા ગયો, આપ જાણો છો કે, “પ્રાણીને સર્વથી મોટામાં મોટો ભય પ્રાણનો છે,’ મધ્યના રક્ષકોના હાથમાંથી જેમ તેમ હું છુટી ગયો, પણ પાછો બાહ્ય રક્ષકોના હાથમાં, માછીના હાથમાંથી છુટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ આવી પડ્યો. એટલે તેઓ મને નિરપરાધીને ચોરની જેમ બાંધીને અહિ લાવ્યા. માટે હે નીતિમા રાજા! હવે ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો.” પછી રાજાએ તેની પ્રવૃત્તિના ખબર જાણવાને માટે તેણે કહેલા ગામમાં ગુપ્ત રીતે પુરુષો મોકલ્યા. પરંતુ તે ચોરે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો; કેમકે કેટલાક ચોરલોકોના મનમાં પણ વિચિત્ર ચિંતવન થયા કરે છે. રાજપુરુષે તે ગામમાં જઈને પૂછ્યું. એટલે લોકોએ કહ્યું કે હા, અહીં એક દુર્ણચંડના કુટુંબી રહે છે, પણ તે હમણાં અહીંથી બીજે ગામ ગયેલો છે.' રાજપુરુષોએ રાજાને તેવા ખબર આપ્યા, એટલે અભયકુમાર વિચારમાં પડ્યોકે, “અહો! સારી રીતે રચેલાં દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી.” પછી અભયકુમારે દેવતાના વિમાન જેવો મહામૂલ્યવાળા રત્નોથી જડિત સાત માળનો એક મહેલ તેને રહેવા આપ્યો. તે મહેલ જાણે સ્વર્ગમાંથી પડેલો અમરાવતીનો એક ખંડ હોય તેવો જણાતો હતો. તેમાં ગંધર્વો સંગીતનો મહોત્સવ કરતા હતા, તેથી તે અકસ્મા ઉત્પન્ન થયેલા ગંધર્વનગરની શોભાને સૂચવતો હતો. અભયકુમારે તે ચોરને મદ્યપાન કરાવીને બેશુદ્ધ કર્યો અને પછી દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી તે મહેલમાં શય્યા ઉપર સુવાડ્યો. જ્યારે તેનો નશો ઉતરી ગયો ત્યારે તે ચારે બાજુ જોવા લાગ્યો, તો અકસ્માત્ વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. એ સમયે અભયકુમારની આજ્ઞાથી નરનારીઓના સમૂહે “જય પામો, જગતમાં આનંદ કરો” એવા મંગળ ધ્વનિપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, “હે ભદ્ર! તમે મોટા વિમાનમાં દેવતા થયા છો, તમે અમારા સ્વામી છો અને અમે તમારા કિંકરો છીએ, તેથી આ અપ્સરાઓની સાથે ઈદ્રની જેમ ક્રિીડા કરો.”આવી રીતે ઘણા ખુશામતનાં વચનો ચતુરાઈયુક્ત તેઓ કહેવા લાગ્યા. તે સાંભળી શુહું દેવતાથયો?' એમ રોહિણીઓ વિચારવા લાગ્યો. તેવામાં ગંધર્વોએ સંગીતનું કામ શરૂ કર્યું. એટલામાં સુવર્ણની છડી લઈ કોઈ પુરુષ આવ્યો, તેણે ગંધર્વોને કહ્યું કે, “અરે! એકદમ આ શું આપું?' ગંધર્વોએ ઉત્તર આપ્યો કે–“અરે પ્રતિહાર! અમે અમારા સ્વામી પાસે અમારું વિજ્ઞાનકૌશલ્ય બતાવવાનો આરંભ કર્યો છે. પ્રતિહાર બોલ્યો કે બહુ સારું, તમે તમારું કૌશલ્ય સ્વામીને બતાવો.” પણ એની પહેલાં દેવલોકના આચાર તેમની પાસે કરાવો.” ગંધર્વો બોલ્યા કે, “શું શું આચાર કરાવવાના છે?' પ્રતિહાર આક્ષેપપૂર્વક બોલ્યો કે, “અરે! શું એ પણ નવા સ્વામીના લાભમાં ભૂલી ગયા કે? સાંભળો, પ્રથમ તો અહીં જે નવા દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પોતાના પૂર્વભવના સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે, પછી તે સ્વર્ગના સુખભોગનો અનુભવ કરે.' ગંધર્વોએ કહ્યું કે-“હે દેવ! અમે તો નવા સ્વામીના લાભથી તે બધું ભૂલી ગયા છીએ, માટે તમે બધીદેવલોકની સ્થિતિ કરાવો.” આ પ્રમાણે તેઓએ કહ્યું, એટલે તે પુરુષે રોહિણેય ચોરને કહ્યું, “હે ભદ્ર ! તમે તમારા પૂર્વના સુકૃત્ય દુષ્કૃત્ય યથાર્થ અમને કહો, પછી સ્વર્ગના ભોગ ભોગવો.” તે સાંભળી રોહિણીઓ વિચારમાં પડ્યોકે, શું આ સત્ય હશે? અથવાશું મને મારી કબુલાતવડે પકડવાને અભયકુમારે આ પ્રપંચ રચેલો હશે? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ?' આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટો કાઢતી વખતે સાંભળેલું વીરપ્રભુનું વચન યાદ આવ્યું, એટલે વિચારવા લાગ્યો : શ્રી વીરપ્રભુની પાસેથી મેં જે વચન સાંભળ્યું છે, તે પ્રમાણે દેવતાનાં ચિહ્ન જો મળતાં આવશે તો તો હું આનો સત્ય ઉત્તર આપીશ, અન્યથા તેનો જેમ