________________
શ્રાદ્ધદિનકૃત્ય
(199)
અગિયારમું શ્રવણ દ્વાર ઠીક લાગશે તેવો ઉત્તર આપીશ.” આવો વિચાર કરી તેણે પ્રતિહારી, ગંધર્વો, અપ્સરાઓ વિગેરેની તરફ જોયું તો તે બધાને પૃથ્વી પર સ્પર્શ કરતા, પ્રસ્વેદથી મલીન થયેલા, પુષ્પની માળા કરમાયેલા અને નેત્રમાં નિમેષવાળા (મટકું મારતા) દીઠા. પ્રભુનાં વચનને આધારે તે બધું કપટ જાણીને રોહિણીએ ઉત્તર આપવાનો વિચાર કરી લીધો. ફરીને પેલો પુરુષ બોલ્યો કે,–“કહો, તમારો ઉત્તર સાંભળવાને આ સર્વદેવ દેવીઓ ઉત્સુક થયેલા છે.' પછી રોહિણેય બોલ્યો કે –“મેં પૂર્વજન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે, જિનચૈત્ય કરાવ્યાં છે, જિનબિંબ રચાવ્યાં છે, અષ્ટપ્રકારની પૂજાવડે તેમને પૂજ્યા છે, તીર્થયાત્રાઓ કરી છે અને સદ્ગુરુની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં સુકૃત્યો કરેલાં છે.' પછી પેલો દંડધારી બોલ્યો કે, હવે જે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહો.' રોહિણેય બોલ્યો કે–“સાધુના સંસર્ગથી મેં કાંઈ પણ દુષ્કૃત્ય તો કર્યું જ નથી. પ્રતિહાર ફરીથી બોલ્યો કે– એક સરખા સ્વભાવથી આખો જન્મ વ્યતીત થતો નથી, તેથી જે કાંઈ ચોરી, જારી વિગેરે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહો.” રૌહિણેય બોલ્યોકે–‘જો આવાંકૃત્યર્યા હોય તો તે શું સ્વર્ગલોકને પામે? શું આંધળો માણસ પર્વત ઉપર ચઢી શકે ?'
પછી છડીદારે આ બધું અભયકુમારને કહ્યું અને અભયકુમારે શ્રેણિકરાજાને જણાવ્યું. શ્રેણિક બોલ્યા કે- “આટલા ઉપાયોથી પણ જે ચોર તરીકે પકડી ન શકાય તેવા ચોરને છોડી મૂક્વો જોઈએ. કારણ કે નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.” રાજાનાં આ પ્રમાણેનાં વચનથી અભયકુમારે રોહિણેય ચોરને છોડી મૂક્યો. “કોઈવાર વચના કરવામાં ચતુર એવા પુરુષોથી ડાહ્યા પુરુષો પણ ઠગાય છે.”
ત્યાંથી છુટી ગયા પછી રોહિણેય વિચાર્યું કે, “મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હું ભગવંતના વચનામૃતથી આજ દિન સુધી નિર્ભાગી રહ્યો. આટલું એક પણ પ્રભુનું વચન જો મારે કાને ન આવ્યું હોત તો અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભોગવી યમરાજના દ્વારે પહોંચી ગયો હોત. તે વખતે મેં અનિચ્છાથી ભગવંતનું વચન ગ્રહણ કર્યુ હતું, છતાં પણ તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપથઈ પડ્યું. અહંનાં વચનનો ત્યાગ કરીને આજ સુધી મેં ચોરની વાણીમાં પ્રીતિ કરી ! આ તો કાગડાની જેમ આમ્રફળને છોડી દઈને લીંબડાના ફળમાં પ્રીતિ ક્ય જેવું મેંકર્યું. મને ધિક્કાર છે જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તો જો તેમનો સર્વઉપદેશ સાંભળ્યો હોય તો શું ફળ ન આપે?' મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે તરતજ ભગવંતની પાસે ગયો. પ્રભુના ચરણમાં પ્રણામ કરીને તેણે આ પ્રમાણે વિશમિ કરી
હે નાથ ! ઘોર વિપત્તિરૂપી અનેક મગરમચ્છોથી આકુળવ્યાકુળ એવા આ સંસારસાગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણી નૌકાની પેઠે આચરણ કરે છે. હું ત્રણ જગતના ગુરુ! આમ છતાં અનામપણાને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાનો નિષેધ કરીને મને આટલોવખત સુધી ઠગ્યો છે. હેત્રિલોપતિ! જેઓ કજલિરૂપ સંપુટથી તમારા વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે તેઓને ધન્ય છે. હું એવો પાપી હતો જે તમારાં વચનને નહિ સાંભળવાની ઈચ્છાએ કાને હાથ દઈને આ સ્થાનને ઓળંગી જતો હતો. તેવામાં એકવાર ઈચ્છા વગર મેં તમારું વચન સાંભળ્યું હતું, પરંતુ મંત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઈ છે. હે જગત્પતિ જેવી રીતે મને મરણથી બચાવ્યો છે તેવીજ રીતે આ સંસારસાગરમાં ડુબી જવાથી પણ મને બચાવો.” પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિવણિપદને આપનારી શુદ્ધ ધર્મદશના આપી. તે સાંભળી પ્રતિબોધ પામીને રૌહિણેય બોલ્યો કે, “હે સ્વામિ! હું યતિધર્મને યોગ્ય કે નહીં?” પ્રભુએ કહ્યું કે, યોગ્ય છે. એટલે તે બોલ્યો કે-“હે વિભુ! એમ છે તો હું વ્રતને ગ્રહણ કરીશ, પણ એની પહેલાં મારે રાજા શ્રેણિકને કાંઈક કહેવાનું છે. શ્રેણિક