________________
194 )
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય રાજા સભામાં જ બેઠેલા હતા, તેમણે કહ્યું કે, 'તારે જે કહેવાનું હોય તે વિકલ્પ કે શંકા રહિત થઈને કહે, એટલે રૌહિણેય બોલ્યો કે-“હે રાજન્ ! તમે જેને લોક્વાતથી સાંભળ્યો હતો, તે જ હું તમારા નગરને લુંટનાર રોહિણેય ચોર છું. પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવાથી તેના આધારવડે વહાણવડે નદીની જેમ હું અભયકુમારની દુર્લધ્ય બુદ્ધિનું પણ ઉલ્લંઘન કરી ગયો છું. હે રાજરવિ! તમારા બધા નગરને મેં જ લુંટેલું છે, તેથી તમારે હવે કોઈ બીજો ચોર શોધવો નહીં. અત્યારે મારી સાથે કોઈને મોક્લો કે જેથી તેને હું ચોરીનો માલ બતાવું અને પછી દીક્ષા લઈને મારા જન્મને સફળ કરું.”
પછી શ્રેણિકરાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લોકો કૌતુWીતે ચોરની સાથે ચાલ્યા. રોહિણીએ પર્વત, નદી, કુંજ અને સ્મશાન વગેરેમાં દાટેલું ચોરીનું ધન અભયકુમારને બતાવ્યું. અભયકુમારે જે જેનું હતું, તે તેને સોંપી દીધું. “નીતિજ્ઞ અને નિર્લોભી મંત્રીઓની બીજી મર્યાદા હોય નહીં.” પછી પોતાના માણસોને જે વાત હતી તે બધી સમજાવીને શ્રદ્ધાળુ રૌહિણેય પ્રભુની પાસે આવ્યો. અને શ્રેણિકરાજાએ જેનો નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે, એવાતે રૌહિણેયે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. પછી તેણે અનુક્રમે કર્મનું ઉમૂલન કરવાને માટે ચતુર્થ (એક ઉપવાસ)થી માંડીને છમાસી ઉપવાસ સુધીનું ઉજ્વળ તપ આચર્યું. પ્રાંતે તપસ્યાથી કૃશ થઈ, ભાવસંલેખના કરી, શ્રી વીરપ્રભુની રજા લઈને તેણે વૈભારપર્વત ઉપર પાદપોપગમન અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતાં રૌહિણેય મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયા.
(વિ.સ.પુ. ચરિત્રમાંથી સાભાર ઉદ્ધત) ધર્મશ્રવણસંબંધી વિવેચન
ધર્મશ્રવણમાં શૃંગીમજ્યનું દષ્ટાંત સંસારમાં રહેલા માણસને ધન-કુટુંબ વગેરેની ચિંતા કરવી પડે છે. એને પોતાનો અને પોતાના કુટુંબનો નિર્વાહ થાય એ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરવો પડે. લગ્નપ્રસંગો વગેરે સાચવવાના હોય છે. બીજા પણ વ્યાવહારિક પ્રસંગો સાચવવા પડે છે. આથી તેનો ઘણો સમય સંસારનાં કામોમાં જાય. આમ છતાં સાત્ત્વિક શ્રોતા કોઈપણ રીતે થોડો સમય કાઢીને ધર્મશ્રવણકરે. આ વાતને શાસ્ત્રમાં શૃંગીમસ્યના દષ્ટાંતથી સમજાવવામાં આવી છે. આ સમસ્ય ખારા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. ખારા સમુદ્રમાં બધે ખારું પાણી હોવા છતાં ક્યાંક ક્યાંક મીઠા પાણીની સરવાણીઓ હોય છે. શૃંગીમસ્યની એ ખાસિયત હોય છે કે ખારા પાણીમાં રહેવા છતાં ક્યાંક ક્યાંક નીકળતા મીઠા પાણીને જ પીએ છે. તેમ સંસારમાં રહેલો સાત્ત્વિક શ્રોતા કુટુંબઆદિની ચિંતામાં પણ ધર્મશ્રવણ માટે થોડો સમય કાઢી લે છે.
જેમ આર્થિક ભીંસવાળો માણસ ખાન-પાન પહેરવેશ વગેરેમાં થોડી થોડી કરકસર કરીને પૈસો બચાવે. એમ ધર્મી જીવ આહાર, નિદ્રા, વેપાર આદિમાંથી થોડી કાપ-કૂપ કરીને પણ ધર્મશ્રવણ આદિ ધર્મ માટે સમય કાઢે. ધર્મ માટે સમય નકાઢનારે એ સમજવું જોઈએ કે દુઃખ આવશે ત્યારે ઓ ભગવાન! બચાવ” એવી બૂમો પાડવા છતાં કોઈ નહિ સાંભળે. તે વખતે પુણ્યકર્મ કહેશે કે તને ધર્મ માટે સમય મળતો ન હતો તો મને પણ હમણાં તારી મદદે આવવા સમય નથી.
દરરોજ ધર્મશ્રવણની જરૂર સાત્ત્વિક શ્રોતાને દરરોજ ધર્મશ્રવણ કરવા જોઈએ. કોઈ દિવસ ધર્મશ્રવણ ન થાય તો એને બેચેની આવી *शृङ्गी यथा क्षारजले पयोनिधौ, वसन्नपि स्वादुजलं पिबेत् सदा । तथैव जैनामृतवाणीमादराद्, भजेद् गृही संसृतिमध्यगोऽपि सदा ॥