________________
શ્રાદ્ધદિનકૃત્ય
અગિયારમું શ્રવણ દ્વાર
થાઓ એમ વિચારીને સુસુમાનું મસ્તક તલવારથી છેદી નાંખ્યું. મસ્તક હાથમાં લઈને તે ઝડપથી આગળ ચાલવા માંડ્યો. આ જોઈને ધનશેઠ અને તેના પુત્રો શોકાતુર બની ગયા. ભૂખ-તરસથી પીડાતા તે સુસુમાના ધડને લઈને પાછા ફર્યા. થોડું ચાલ્યા પછી તેઓ વૃક્ષની છાયામાં બેઠા. અહીં પિતાએ પુત્રોને કહ્યું: અહીં તીવ્ર ભૂખ તરસથી હેરાન થયેલા તમે એક પગલું પણ જવા સમર્થ નથી. તેથી હમણાં એક તો વૃદ્ધાવસ્થાથી પકડાયેલા અને બીજું પુત્રીમરણના દુ:ખથી પીડિત થયેલા મને મારીને તમે ભોજન કરો. આમ કરો તો જ તમે સુખપૂર્વક પોતાના ઘરે જઈ શકો. પુત્રોએ કહ્યું: હા ! હા ! હૈ પિતા ! આ વચન અયુક્ત છે. આવું કરીને અમે કોને મોઢું બતાવીએ ? પછી મોટા પુત્રે કહ્યું: તો પછી મને મારીને ખાઓ. તેમણે તે વચન પણ ન માન્યું. આ પ્રમાણે ક્રમશ: બધાએ કહ્યું. પછી પિતાએ કહ્યું: તો પછી જેમ મુનિઓ ચાંદામાં મલમની જેમ શરીરને ટકાવવા પૂરતો જ રાગ વિના આહાર કરે છે તેમ, તમે બહેનના આ મૃત શરીરને જ રાગ વિના ખાઓ. પછી તે બધા મૃત શરીરનું માંસ ખાઈને ઘરે ગયા.
189
આ તરફ ચિલાતીપુત્રે એક મુનિને કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા જોયા. તેણે મુનિને કહ્યું: હે શ્રમણ ! મને સંક્ષેપથી ધર્મ કહો, અન્યથા આ મસ્તકની જેમ તમારું પણ મસ્તક છેદી નાંખીશ. મુનિએ જ્ઞાનથી જાણ્યું કે આ જીવ પ્રતિબોધ પામશે. આથી ‘‘ઉપશમ, વિવેક, સંવર.’’ એ ત્રણ પદો કહીને મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ચિલાતીપુત્ર એ ત્રણ પદોનો અર્થ વિચારવા લાગ્યો. ક્રોધના ઉદયને રોકવાથી, એટલે કે ક્રોધ ન કરવાથી, અને ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવાથી, એમ બે રીતે ક્રોધનો ત્યાગ કરવો તે ઉપશમ. હવે જીવનપર્યંત મારો ક્રોધ દૂર થાઓ. એમ વિચારીને તેણે તલવાર મૂકી દીધી. મુનિએ બીજા પદમાં મને જે વિવેક કહ્યો તેનો પણ ભાવાર્થ ધન, સ્વજન અને વૈભવ વગેરેનો ત્યાગ કરવો એવો છે. હવે જીવનપર્યંત આ સંબંધનો પણ ત્યાગ થાઓ. આમ વિચારીને સુસુમાનું મસ્તક મૂકી દીધું. સંવર એટલે કર્મોને આવતા રોકવા. ઈન્દ્રિયો અને મનને વિષયો વગેરેમાં જતા અટકાવવાથી સંવર થાય છે. અત્યારે કાયાનો ત્યાગ કરીને સંવરનો પણ મેં સ્વીકાર કર્યો છે. આમ વિચારીને તે મહાત્મા કાયોત્સર્ગમાં રહ્યા. એટલામાં લોહીની ગંધથી આવેલી વજ્રની તીક્ષ્ણધાર જેવા મુખવાળી કીડીઓએ પગના તળિયાથી માંડીને મસ્તક સુધી તેમના શરીરનું ભક્ષણ કરવાનું શરૂ કર્યું. તો પણ તે ધ્યાનથી જરાપણ ચલિત ન થયા. તેમનું શરીર ચાલણી સમાન કાણાવાળું થઈ ગયું. અઢી દિવસ થતાં તે મરીને (આઠમા) દેવલોકમાં ગયા.
ગોવિંદવાચકનું દૃષ્ટાંત
કોઈ નગરમાં ગોવિંદ નામનો બૌદ્ધ પંડિત હતો. એકવાર એ નગરીમાં શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવંત પધાર્યા. આચાર્ય ભગવંત સ્વ-પર દર્શન શાસ્ત્રોના જ્ઞાતા હતા. ગુણને જાણનારા ભવ્યજીવો તેમની ધર્મશ્રવણ ઈત્યાદિથી ઉપાસના કરતા હતા. એ નગરમાં વાત ફેલાણી કે આ સૂરિ સમાન અન્ય કોઈ વિદ્વાન નથી. આ સાંભળીને ગોવિંદ પંડિતને થયું કે મારાથી અધિક વિદ્વાન બીજો કોઈ ન હોઈ શકે. આથી એ આચાર્યની સાથે વાદ કરીને લોકોને બતાવી આપું કે મારાથી અધિક વિદ્વત્તા અન્ય કોઈમાં નથી. આમ વિચારી તે આચાર્ય મહારાજ પાસે વાદ કરવા ગયો. આચાર્ય ભગવંતે જરાવારમાં તેને વાદમાં હરાવી દીધો. આથી તે વિલખો બની ગયો. તેણે વિચાર્યું કે જ્યાં સુધી જૈન સિદ્ધાંતનું ઊંડું રહસ્ય ન મેળવાય ત્યાં સુધી તેને જીતી નહિ શકાય. આથી ત્યાંથી દૂરના કોઈ સ્થળે રહેલા કોઈ આચાર્ય મહારાજ પાસે બનાવટ કરીને દીક્ષા લીધી. જલદી ભણીને જૈન સિદ્ધાંતમાં કુશળ બનીને તે આચાર્યને હરાવી દઈશ એવા આશયથી તે જૈન શાસ્ત્રો ભણવા લાગ્યો. થોડા દિવસો બાદ દીક્ષા છોડી બૌદ્ધ પંડિત બનીને તે આચાર્યની પાસે વાદ કરવા ગયો. બીજીવાર પણ આચાર્ય મહારાજે તેને હરાવી દીધો. ફરી અન્ય કોઈ સ્થળે જઈ જૈન આચાર્યની પાસે બનાવટી દીક્ષા લીધી. શાસ્ત્રો ભણીને દીક્ષા છોડી દીધી. બૌદ્ધ પંડિત