________________
188 )
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય હોત તો મણકમુનિ પાસે તમે સેવા ન કરાવત અને તેથી તે મુનિ પોતાના સ્વાર્થને ભૂલી જાત. મેં એ મુનિને અલ્પાયુષ્યવાળો જાણીને તેને મૃતધર બનાવવાને માટે સિદ્ધાંતનો સાર ઉદ્ધરીને દશવૈકાલિકસૂત્ર બનાવ્યું છે. એ સૂત્રમણમુનિને માટે બનાવ્યું હતું અને તેનાથી તેનો ઉદ્ધાર થયો. હવે એને યથાસ્થાને ગોઠવી તેનું સંવરણ કરી લઉં છું.” આ પ્રમાણે ગુરુમહારાજનો વિચાર જાણી યશોભદ્ર આદિ મુનિઓએ શ્રી સંઘને કહ્યું કે-“આચાર્ય મહારાજ દશવૈકાલિક સૂત્રનું સંવરણ (સંકોચી લેવું) કરી લેવા ધારે છે એટલે શ્રીસંઘે આચાર્યશ્રી પાસે જઈને અભ્યર્થના કરી કે- હે ભગવન્! મણકમુનિને માટે બનાવેલ દશવૈકાલિક સૂત્ર સમસ્ત જગતના ઉપકાર નિમિત્તે થાઓ. હવે પછી ભવ્યજીવો બહુ અલ્પબુદ્ધિવાળા અને અલ્પાયુષ્યવાળા થશે, માટે તેઓ મણકમુનિની જેમ તમારા પ્રસાદથી તેનો લાભ લઈને કૃતાર્થ થાઓ. વળી શ્રુતરૂપકમળના પરાગ સમાન આ દશવૈકાલિકનું વારંવારે આચમન (શ્રવણ) કરીને અણગારરૂપમધુકરો પ્રમુદિત થાઓ.” આ પ્રમાણેના શ્રીસંઘના આગ્રહથી આચાર્ય મહારાજાએ દશવૈકાલિક સૂત્રનું સંવરણ ન કર્યું.
પછી શ્રીમાન્ શય્યભવસૂરિએ ધૃતસાગરના પારંગત એવા મહામુનિ યશોભદ્રને પોતાના પદપર સ્થાપિત ક્ય અને પોતે સમાધિપૂર્વક મરણ પામીને સ્વર્ગસ્થ થયા. જગતમાં દીપક સમાન એવા શ્રુતકેવળી શું પોતાનું કાર્ય સાધવામાં પ્રમાદ કરે? ન જ કરે.
ચિલાતીપુત્રનું દષ્ટાંત રાજગૃહનગરમાં ધન નામનો શેઠ હતો. તેના પાંચ પુત્રો હતા. સમય જતાં તેની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું સુસુમા નામ રાખ્યું. તે શેઠની ચિલાતી નામની દાસી હતી. તે દાસીનો ચિલાતીપુત્ર નામનો પુત્ર હતો. ધનશેઠે પોતાની બાળકીને સાચવવા-રમાડવા માટે ચિલાતીપુત્રને સેવક તરીકે રાખ્યો. પરંતુ તે અતિશય કજિયાખોર અને ખરાબ ચાલનો હોવાથી ધનશે તેને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ભમતો ભમતો તે ચોરોની પદ્ધિમાં આવ્યો. પલિપતિનો આશ્રય લઈને તેત્યાંરહ્યો. બાહુબળવગેરે ગુણોથીતે પલિપતિને બહુમા થયો. પલિપતિના મૃત્યુ પછી પોતાના પરાક્રમથી ચિલાતીપુત્ર આગેવાન થયો.
એક્વાર તેણે ચોરોને કહ્યું: રાજગૃહમાં ધન નામનો શેઠ છે. તેની પાસે ધન ઘણું છે. તેની સુસુમા નામની પુત્રી છે. આજે આપણે ત્યાં ઘાડ પાડવા જઈએ. તેમાં ધન તમારે લેવું, અને સુસુમા હું લઈશ. ચોરોએ આ વાતને સ્વીકારી. તેઓ રાતે રાજગૃહ નગરમાં ગયા. અવસ્થાપિની વિદ્યાથી ધનશેઠના કુટુંબને નિદ્રાધીન કરીને તેમણે ઘરમાં પ્રવેશર્યો. સારભૂત વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી ગયા. પદ્વિપતિએ સુસુમાને લીધી. આવૃત્તાંત જાણીને ધનશેઠે કોટવાળોને કહ્યું તમે મારી પુત્રી સુસુમાને પાછી લાવો તો ચોરેલું બધું જ ધન તમારું. કોટવાળો જલદી ચોરોના માર્ગે ચાલ્યા. ધનશેઠ પણ પુત્રોની સાથે તેમની પાછળ ચાલ્યો. સૂર્યોદય થતાં કોટવાળોએ દૂરથી બધા જ ચોરોને જોયા, અને ચોરોથી વધારે દૂર સુસુમા સહિત ચિલાતીપુત્રને પણ જોયો. બખ્તર ધારણ કરીને તૈયાર થયેલા કોટવાળોએ ચોરોને પકડી પાડ્યા. ચોરોને હત–પ્રહત કરીને તેમની પાસેથી બધું ધન ખૂંચવી લીધું. આ વૃત્તાંતને જોઈને ચિલાતીપુત્ર વધારે ઝડપથી આગળ ચાલવા લાગ્યો.
આ દરમિયાન કોટવાળોએ ધન શેઠને કહ્યું અમે ઘણા દૂર આવી ગયા છીએ. ખૂબ ભૂખ્યા તરસ્યા થયા છીએ. આ અટવી ઉપદ્રવવાળી છે. આથી હવે અમે આગળ આવી શકીએ તેમ નથી. આમ કહીને કોટવાળો પાછા ચાલ્યા ગયા. ધનશેઠ પુત્રોની સાથે આગળ ચાલ્યો. પુત્રસહિત ધનશેઠને પોતાની નજીકમાં આવેલો જોઈને સુસુમાને ઊંચકીને ઝડપથી ચાલવા માટે અસમર્થ બનેલા મૂઢ ચિલાતીપુત્રે આ મારી પણ ન થાઓ અને એમની પણ ન