________________
શ્રાદ્ધદિનકૃત્ય
(187)
અગિયારમું શ્રવણ દ્વાર દર્શન કરવાને ઉત્સુક થયો અને પોતાની માતાને છેતરીને તે ઘરની બહાર ચાલ્યો ગયો. તે વખતે શય્યભવાચાર્ય ચંપાનગરીમાં વિચરતા હતા, એટલે તે બાળક પણ જાણે પુણ્યરાશિથી આકર્ષિક થયો હોય તેમ ત્યાં જ ગયો; એવામાં કાયચિંતાદિકને માટે નગરીની બહાર નીકળતા આચાર્યો દૂરથી આવતા અને કમળ જેવા નેત્રવાળા તે બાળકને જોયો. ચંદ્રમાને જોતાં સાગરની જેમ તે બાળકને જોવાથી શય્યભવાચાર્યને સ્નેહાતિશયથી અધિકાધિક ઉલ્લાસ થયો ને તે મુનિરૂપ ચંદ્રને દૂરથી જોઈને કુમુદસંપુટની જેમ તે બાળકનું વદન પણ તત્કાળ વિકસિત થયું; પછી આચાર્યે અત્યંત હર્ષિત થઈને તે બાળકને પૂછ્યું કે-“હે ભદ્ર! તું કોણ છે? ક્યાંથી આવે છે? કોનો પુત્ર છે અને કોનો પૌત્ર છે?” આ સાંભળીને બાળક બોલ્યો કે, હું રાજગૃહી નગરીથી અહીં આવું છું અને વત્સગોત્રવાળા શäભવ બ્રાહ્મણનો હું પુત્ર છું. હું ગર્ભમાં હતો તે વખતે મારા પિતાએ દીક્ષા લઈ લીધી છે, તેની શોધ કરવાને હું નગરે નગર ભણું છું, મારા શય્યભવ પિતાને જો આપ જાણતા હો તો મારી પર પ્રસન્ન થઈ આપ બતાવો કે તે ક્યાં છે? જો હું પિતાને નજરે જોઉં તો હું પણ તેમની પાસે દીક્ષા લઈ લઉં. જે તેમની ગતિ તે મારી ગતિ !”
આ પ્રમાણે સાંભળી આચાર્ય બોલ્યાકે-“હે ચિરંજીવિ! હું તારા પિતાને જાણું છું. તે મારા મિત્ર છે. તે અને હું શરીરથી અભિન્ન છીએ, માટે તે જ હું છું એમ સમજી લે. માટે હે શુભાશય! મારી જ પાસે તું પ્રવ્રજ્યા સ્વીકારી લે. પિતા અને કાકામાં શો ભેદ રાખવો?’ પછી ‘આજ સચિત્તનો લાભ થયો એમ વિચાર કરતાં આચાર્ય તે બાળકને લઈને ઉપાશ્રયે આવ્યા અને પ્રૌઢ બુદ્ધિશાળી એવા તે બાળકને આચાર્યે સર્વસાવદ્ય યોગની વિરતિની સમજણ આપીને પ્રવજ્યા આપી; પછી તેનું આયુષ્ય જાણવાને ઉપયોગ આપ્યો એટલે જણાયું કે તેનું આયુષ્ય માત્ર છ માસનું જ બાકી હતું. આથી તેમણે વિચાર્યુંકે–“અલ્પ આયુષ્યવાળો આબાળક મૃતધર શી રીતે થશે?'' દશપૂર્વી અથવા ચૌદપૂર્વી કોઈ કારણસર મૃતના સારનો ઉદ્ધાર કરી શકે એમ પૂર્વ પુરુષો કહી ગયા છે, અને મણકમુનિને પ્રતિબોધ આપવારૂપ આ કારણ ઉપસ્થિત થયેલ છે. માટે હું સિદ્ધાંતાર્થના સારનો ઉદ્ધાર કરું.” એમ વિચારી શય્યભવાચાર્યે તે વખતે સિદ્ધાંતમાંથી સાર ઉદ્ધરીને દશવૈકાલિક નામનું શ્રુતસ્કંધ પ્રકાર્યું. તે વિકાસ (=સંધ્યા) વેળાએ કરેલ તથા દશ અધ્યયનથી ગર્ભિત હોવાથી દશવૈકાલિકસૂત્ર એવા નામથી પ્રસિદ્ધ થયું. પછી કૃપાવંતમાં અગ્રેસર તથા નિગ્રંથવર્ગમાં શ્રેષ્ઠ એવા શ્રીમાન્ શય્યભવાચાર્ય તે ગ્રંથ મણકમુનિને ભણાવવા લાગ્યા, અને પોતે આચાર્ય મહારાજે તેને આરાધનાદિ કૃત્ય કરાવ્યું, એટલે છ માસને અંતે મણમુનિ કાળ કરીને સ્વર્ગ ગયા. મણમુનિનું અવસાન થતાં શ્રીશäભવાચાર્યશરદઋતુના મેઘની જેમ પોતાના નયનમાંથી અશ્રુજળવરસાવવા લાગ્યા; એટલે દુઃખિત અને વિસ્મિત થઈને યશોભદ્ર આદિ શિષ્યોએ આચાર્યને વિનંતિ કરી કે-“હે ભગવન્! તમારી આ અયોગ્ય ચેષ્ટા કેવી? આમાં એવું કારણ શું છે કે જેથી આપ આટલા દિલગીર થાઓ છો?” પછી સુતના સંબંધથી મનોહર એવો મણકનો તેના જન્મથી મરણ પર્યતનો વૃત્તાંત આચાર્યએ શિષ્યોને કહી સંભળાવ્યો; અને પ્રાંતે કહ્યું કે–વયે બાળક છતાં અલ્પકાળમાં પણ નિર્મળ ચારિત્ર પાળી તેણે સમાધિપૂર્વક કાર્યો માટે તે વયે બાળક છતાં ચારિત્રથી પ્રૌઢ હતો.” એવા સંબંધથી અકસ્માત્ મારા નેત્રમાં અશ્રુ આવી ગયા; કારણ કે પુત્રસ્નેહદુત્યજ છે.” એટલે યશોભદ્ર આદિ શિષ્યોએ મસ્તક નમાવીને કહ્યું કે હે ભગવન્! અપત્ય (પુત્ર)નો સંબંધ આપશ્રીએ પ્રથમ અમને કેમ જણાવ્યો નહીં?” “આ મણકમુનિ આપનો પુત્ર છે' એમ જો આપશ્રીએ અમને સહજ ઈશારો કરી જણાવ્યું હોત તો ‘ગુરુપુત્રનું પણ ગુરુની જેમ માન રાખવું આ કહેવતને તેની ઉપાસનાથી અમે સત્ય કરી બતાવત.” શિષ્યોના આવા ઉદ્ગારોથી આચાર્ય અત્યંત હર્ષિત થઈને બોલ્યા કે'તપોવૃદ્ધ એવા તમારા વૈયાવૃત્યરૂપ ઉત્તમ તપથી તેને સદ્ગતિ મળી છે. મારા પુત્ર તરીકેનો સંબંધ જો તમારા જાણવામાં આવ્યો