________________
પંદરમું ભોજન દ્વારા
(292)
શ્રાદ્ધદિનકૃત્યો
૯. યુગ-યુગ ગાડીનું પ્રસિદ્ધ ઉપકરણ છે. (યુગ એટલે ગાડીની ધોસરી. તેને બે બળદોની ખાંધ ઉપર રાખીને બળદોને ગાડીમાં જોડે છે.) તેનું ઉદાહરણ આ પ્રમાણે છે – સમુદ્રના પશ્ચિમના છેડે સમિલા (ધૂસરીમાં નાખવાની લાકડાની ખીલી) નાખી અને ધોંસરી પૂર્વના છેડે નાખી. અતિશય ભમતી પણ સમિલા શું ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરે ? કોઈપણ રીતે પ્રચંડ પવનથી ઉછળેલા તરંગોથી હડસાયેલી સમિલા કદાચ ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરે, પણ મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી.
૧૦. પરમાણુ-પરમાણુનું દષ્ટાંત આ પ્રમાણે છે. દેવે મોટા થાંભલાને તોડીને પરમાણુ જેટલા ટુક્કા કર્યા. તે ટુકડાઓને નળીમાં નાખ્યા. મેરુપર્વતના શિખર ઉપર ચડીને ફેંકીને તે ટુડા દિશાઓમાં નાખ્યા. શું તે જ પુલોથી ફરી થાંભલો કોઈ કરે? જો કે દેવ આદિના સાંનિધ્યથી કોઈપણ રીતે સ્તંભ કરવા માટે સમર્થ થવાય, તો પણ જેમણે સુકૃતો ક્યાં નથી તેવા જીવોને મનુષ્ય જન્મ મળતો નથી. આ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતાને જણાવનારાં શાસ્ત્ર પ્રસિદ્ધ આ દસ દષ્ટાંતો છે.
આ મનુષ્યજન્મ અનેક બીજા જન્મોની પ્રામિરૂપ ઘણા અંતરાયોથી યુક્ત છે. તેથી મનુષ્યજન્મ દુર્લભ
તથા મનુષ્યજન્મની પ્રાપ્તિ થયા પછી પણ સર્વજ્ઞકથિત ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે. કારણ કે આળસ વગેરે ઘણા અંતરાયોથી યુક્ત છે. આગમમાં કહ્યું છે કે – “આળસ, મોહ, અવજ્ઞા, માન, કોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહલ અને રમત આ તેર કારણોથી જીવ અત્યંત દુર્લભ પણ મનુષ્યજન્મ મેળવીને હિતકારી તથા સંસાર સાગરથી પાર ઉતારનાર જિનવચનને સાંભળી શકતો નથી.” પૂર્વોક્ત દસ દષ્ટાંતોની જેમ જિનધર્મ દુર્લભ છે. જિનકથિત ધર્મ અનેક બીજા ધર્મોની પ્રાણિરૂપ ઘણા અંતરાયોથી યુક્ત છે. આથી જિનકથિત ધર્મદુર્લભ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરે , બચાવે તે ધર્મ
તથા મનુષ્યભવ અને જિનકથિત ધર્મની પ્રાપ્તિ થયા પછી પણ સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. કારણ કે પાંચમા આરાના દોષથી ધાર્મિક લોકો ઘણા ઓછા હોય છે. કહ્યું છે કે – “ચારિત્રસંપન્ન સાધુ દૂર રહો, તેવા પ્રકારના વેષધારી સાધુઓ પણ સર્વત્ર હોતા નથી. સૂત્રમાં જેવો કહ્યો છે તેવો સમ્યગ્દષ્ટિ જીવ પણ હમણાં દુર્લભ છે."
પૂર્વોક્ત દશ દષ્ટાંતોની જેમ સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. કારણકે સાધુ-સાધ્વીઓનો સંયોગ અનેક બીજા મુસાધુઓની પ્રામિરૂપ ઘણા અંતરાયોથી યુક્ત છે. આથી સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે. (૨૧૫)
चलं जीयं धणं धन्नं, बंधुमित्तसमागमो ।
खणेण ढुक्कए वाही, ता पमाओ न जुत्तओ ॥२१६॥ તેથી જ્યાં સુધી આ પ્રમાણે સંપૂર્ણ પણ *સામગ્રી મળી છે ત્યાં સુધીમાં ધર્મમાં જયત્ન કરવો જોઈએ. કારણ કે* પડિ = ફરી. પડિ અવ્યય છે. * “સંપૂર્ણ પણ સામગ્રી” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે – જીવને સંપૂર્ણ સામગ્રી મળવી દુર્લભ છે, અપૂર્ણ સામગ્રી મળે છે.
એથી અપૂર્ણ સામગ્રી અનેકવાર મળી છે. જ્યારે વર્તમાનમાં તો સંપૂર્ણ પણ સામગ્રી મળી ગઈ છે. તેથી જ્યાં સુધી સંપૂર્ણ પણ સામગ્રી મળી છે ત્યાં સુધીમાં ધર્મમાં જ યત્ન કરવો જોઈએ.