________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
તે રત્નો મૂલ્યથી આપી દીધા. ઘર ઉપર ધજાઓ ફરકાવવાની ઈચ્છા રાખતા તે છોકરાઓએ ઘર ઉપર ધન પ્રમાણે ધજાઓ ફરકાવી. ઘરે આવેલો તે વૃદ્ધ રત્નોને ઓછા મૂલ્યથી વેચાવાના કારણે છોકરાઓ ઉપર ગુસ્સે થયો. ઝગડો કરતા તેણે છોકરાઓને કહ્યું : રત્નો જલદી પાછા લઈ આવો. તેથી સંભ્રાંત થયેલા પુત્રો રત્નો પાછા લાવવા માટે જલદી નીકળ્યા. જેમને રત્નો આપ્યાં હતાં તે જુદા જુદા બીજા દેશોમાં જતા રહ્યા હતા. આ પ્રમાણે શોધ કરાયેલાં તે રત્નો કેવી રીતે મળે ? કદાચ કોઈ પણ રીતે તે રત્નોને મેળવે, પણ મનુષ્ય જન્મને ફરી ન મેળવી શકે.
291
બે
૬. સ્વપ્ન :- બેભિખારીઓએ સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશતો સંપૂર્ણ ગોળચંદ્ર જોયો. એક ભિખારીએ અજ્ઞાન માણસોને સ્વપ્ન કહ્યું. અજ્ઞાનતાથી તેમણે કહ્યું : તું આજે ભિક્ષામાં એક આખો ખાખરો ઘી સાકર સાથે પામશે. તેણે પણ તે પ્રમાણે એક ખાખરો પ્રામ કર્યો. બીજા ભિખારીએ સ્નાન કરીને હાથમાં ફલ પુષ્પો લઈને કોઈ સ્વપ્નશાસ્ત્રના જ્ઞાનીને સ્વપ્ન કહ્યું. જ્ઞાનીએ કહ્યું તને સાત દિવસમાં રાજ્ય મળશે. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મરણ પામ્યો. આથી અશ્વ વગેરે દિવ્યોથી અભિષેક કરાયેલો તે રાજા થયો. બીજા ભિખારીએ કોઈક રીતે આ વૃત્તાંત જાણ્યો. તેણે વિચાર્યું : હું પણ જ્ઞાનીઓને સ્વપ્ન કહીશ. બીજા કોઈ સમયે તેવું સ્વપ્ન મેળવવા માટે તેવો જ (=પૂર્ણચન્દ્ર મારા મુખમાં પ્રવેશી રહ્યો છે. તેવો જ) વિચાર કરીને અને ઘણું દહીં ખાઈને તેવા સ્વપ્નની પ્રાપ્તિ થાય એ માટે સૂઈ ગયો. શું તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય ? કદાચ કોઈ પણ રીતે દિવ્ય પ્રભાવથી તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય. પણ જીવોને ફરી મનુષ્યજન્મ ક્યાંથી મળે ? અર્થાત્ ન મળે.
૭. ચક્ર :- ચક્રનું દષ્ટાંત આ પ્રમાણે છે – લોખંડના થાંભલામાં આઠ ચક્રો હતાં. તેમાંથી ચાર ચક્રો જમણી તરફથી ડાબી તરફ ફરતાં હતાં. ચાર ચક્રો ડાબી તરફથી જમણી તરફ ફરતાં હતાં. પ્રત્યેક ચક્રમાં બાર આરા હતા. તે ચક્રોની ઉપર તીર્થી મૂકેલી પૂતળીની આંખને વીંધવામાં ભૂલ થાય તો પુરુષો મારવા માટે તૈયાર રહેલા છે. બીજા પણ ઘણા શત્રુઓ ઘણા ઉપસર્ગો કરે છે. આવી સ્થિતિમાં અતિ નિપુણ અને અપ્રમત્ત કોઈ પુરુષ નીચે દષ્ટિ* રાખીને લક્ષ્ય તરફ રાખેલા બાણ વડે ચક્રોના આંતરાથી પૂતળીની ડાબી આંખને વીંધે. જેવી રીતે આ અતિશય દુષ્કર છે તેવી રીતે મનુષ્ય જન્મ દુર્લભ છે.
૮. ચર્મ :- અહીં ચર્મ શબ્દથી મહાન સરોવરની ઉપર રહેલી ઘણી અને અતિશય ઘટ્ટ શેવાળ અભિપ્રેત છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. પથ્થરના સમૂહ જેવા ઘટ્ટ શેવાળથી સર્વત્ર ઢંકાયેલા અને લાખયોજન પ્રમાણ વિશાલ સરોવરમાં કાચબો રહેતો હતો. સો સો વર્ષ વીતતાં ડોકને વિસ્તારતો હતો. હવે કોઈવાર કોઈક રીતે શેવાળમાં છિદ્ર પડ્યું. પૂનમની રાતે ડોકને વિસ્તારતા તેણે કોઇપણ રીતે છિદ્રથી ચંદ્રની જ્યોત્સ્નાથી સફેદ ગગનના સંપૂર્ણ આંગણાને જોયું. પણ પૂર્વે નહિ જોયેલા તેને જોઈને વિસ્મય પામેલો અને સ્નેહથી મૂઢ હૃદયવાળો તે ત્યાંથી નીકળીને જાતે જ સ્વજનોની પાસે ગયો. તમે આવો તમને અપૂર્વ બતાવું એમ કહીને સ્વજનોની સાથે જેટલામાં ત્યાં આવે છે તેટલામાં તે છિદ્રને જોતો નથી. સરોવર વિશાળ હતું અને પવનથી છિદ્ર પૂરાઈ ગયું. બધી તરફ ભમતો પણ આ પોતાના સ્નેહને નિંદવા લાગ્યો.
આ પ્રમાણે સ્વજનના સ્નેહથી બંધાયેલા જીવો મનુષ્ય જન્મને હારીને દુર્ગતિમાં જાય છે. અને ત્યાં વિલાપ કરે છે. કોઈપણ રીતે ફરી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી.
૦ પટ્ટહસ્તી, પટ્ટઅશ્વ, છત્ર, ચામર યુગલ અને મંત્રપૂર્ણ કળશ એ પાંચ દિવ્ય છે.
* સવ્વારૂં સવ્ય શબ્દનું બહુવચન છે. સવ્ય=ડાબી તરફ.
* અંતારૂં યા ધાતુથી બનેલા વર્તમાન ગંત શબ્દનું બહુવચન છે. ખંતારૂં = જનારા =ફરનારા.
*
નીચે તેલનું તપેલુ રાખેલુ હોય. જેથી તેમાં ઉપર ફરતી પૂતળી દેખાય.