________________
( 290 )
પંદરમું ભોજન દ્વારા
શ્રાદ્ધદિનકૃત્ય ઘરથી પ્રારંભીને ભરતક્ષેત્રના સઘળાંયગામ-નગરોના ઘરોમાં (દરરોજ એક એક ઘરે એમ) મને ભોજન આપ. હે બ્રાહ્મણ ! તેં આ અતિતુચ્છ માગ્યું. મારી પાસે રત્ન વગેરે બીજું કંઈ માંગ. રાજાએ રત્ન વિગેરે બીજું માંગવા માટે વારંવાર કહ્યું છતાં તે બ્રાહ્મણ બીજું ઈચ્છતો નથી. રાજાએ વિચાર્યું: અહો! બ્રાહ્મણની ભોજનમાં આસક્તિને જો. અથવા પાણી ઘણું હોય તો પણ કુતરું જીભથી પાણીને ચાટે છે. રાજાએ બ્રાહ્મણની માગણીનો સ્વીકાર ક્ય. પહેલા દિવસે પોતાના ઘરે જમાડીને એક સોનામહોર અને વસ્ત્રયુગલ આપ્યું. આ પ્રમાણે રાજા દરેક ઘરે બ્રાહ્મણને ભોજન કરાવે છે. પોતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં તે એક નગરમાં પણ બધા ઘરોમાં ભોજન ન કરી શકે. તો પછી ભરતક્ષેત્રના બધા ઘરોમાં ભોજન કેવી રીતે કરી શકે? કદાચ કોઈપણ રીતે સંપૂર્ણ ભરતક્ષેત્રના બધા ઘરોમાં ભોજન કરી શકે તો પણ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી.
૨. પાશક - પાશ એટલે પાશા. પાશા જુગાર રમવાના ઉપકરણ વિશેષ છે, અને લોકમાં પ્રસિદ્ધ છે. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. ચંદ્રગુપ્ત રાજાના રાજ્યભંડારમાં ધનની વૃદ્ધિ કરવા માટે ચાણક્ય દેવતાની સાધનાથી અજેય પાશા મેળવીને એક પુરુષને પાશાથી જુગાર રમવાનું શીખવા કહ્યું. વરદાનથી અપાયેલા પાશાઓથી તે લોકોને કહેવા લાગ્યો કે પાશાની રમતમાં જે મને જીતે તેને હું સોનામહોરોનો થાળ આપું, અને હું જીતું તો તમારે મને એક જ સોનામહોર આપવી. લોભથી હણાયેલ સર્વ લોક તેની સાથે રમે છે. વરદાનથી અપાયેલા પાશાઓથી રમતા તેને કોણ જીતે? કદાચ કોઈ પુરુષ તેને પણ જીતે, તો પણ મનુષ્ય જન્મ ફરી મળતો નથી.
૩. ધાન્ય - તલવગેરે ધાન્ય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે – અસદ્ભાવસ્થાપનાથી (=માનસિક કલ્પનાથી) ભરતક્ષેત્રમાં તલ, મગ, અડદ વગેરે જેટલાં ધાન્યો છે તે બધાય એક જ સ્થળે ભેગા કરવાના (મોટો ઢગલો કરવાનો). તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ નાખવાના. પછી ફેરવી ફેરવીને બધાય સરસવોને ધાન્યોમાં અત્યંત ભેળવી દેવાના. પછી અત્યંત જીર્ણ શરીરવાળી કોઈ વૃદ્ધા તે સરસવને લેવા માટે એક એક સરસવને શોધે. આ પ્રમાણે સરસવને ગ્રહણ કરતી તે વૃદ્ધા સરસવોનાપ્રસ્થનેશું પૂર્ણ કરે ? કદાચદેવતાના પ્રભાવથી તેવું બને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ મળતો નથી.
૪. જુગારઃ- રાજ્ય લઈ લેવાની ઈચ્છાવાળો પુત્ર જીતશત્રુ રાજાને હણવાની ઇચ્છાવાળો થયો. કારણ કે વિષયતૃષ્ણા આદિથી જીવો નિંદાને ગણકારતા નથી. મંત્રીએ આ વાત રાજાને કહી. જીતશત્રુરાજાએ પુત્રને કહ્યું અમારા કુળમાં જે મર્યાદાનો ભંગ કરીને જલદી રાજ્યને ઈચ્છે છે તે જુગાર રમીને રાજ્ય જીતીને ગ્રહણ કરે. તેથી, મારી સાથે જુગાર રમ. રાજકુમારે આનો પણ સ્વીકાર કર્યો. રાજાની સો થાંભલાઓથી બનાવેલી રાજસભા હતી. એક એક થાંભલામાં એક સો આઠ વિભાગો (હાંસો) હતા. તે રમતમાં એક દાવ પુત્રનો અને બાકીના બધાય દાવ રાજાના, અર્થાત્ એકવાર પુત્રદાવ નાખે અને જીતે તો એક વિભાગ (હાસ) જીત્યો ગણાય. પછી જેટલા વિભાગ છે તેટલા બધાને જીતવા રાજા દાવ નાખે. પછી નવેસર રમત શરૂ થાય. આ પ્રમાણે એક એક વિભાગને એક સો આઠ વારજીતીને રાજ્ય પ્રાપ્ત કરી શકાય. આકેવી રીતે બની શકે? આમ છતાં કદાચદેવી પ્રભાવથી આ બને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ ક્યાંથી મળે? અર્થાત્ ફરી મનુષ્ય જન્મ મળતો નથી.
૫. રત્ન:- કોઈ વૃદ્ધ વણિકના ઘરમાં વિવિધ રત્નો હતાં. તે જે નગરમાં રહેતો હતો તે નગરમાં (એવો રિવાજ હતોકે) ઉત્સવના દિવસોમાં જે ધનવાનના ઘરમાં જેટલા ક્રોડ ધન હોય તેટલી ધજાઓ તે પોતાના ઘર ઉપર ફરકાવે. પણ આવૃદ્ધવણિક પોતાના ઘર ઉપર ધજાઓ ફરકાવતો નહતો. કેમકે (ધન એટલું બધું હતું કે જેથી) તે ધનની સંખ્યા જાણતો નહતો. તેબીજે ક્યાંક ગયો એટલે તેના છોકરાઓએ જુદા જુદા દેશોમાંથી આવેલા વણિકોને