________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
આયુષ્ય, ધન, ધાન્ય, બંધુ, મિત્ર ગમાગમ આ બધું ક્ષણવિનશ્વર છે, શરીરમાં ક્ષણવારમાં વ્યાધિ પ્રવેશ કરે છે, તેથી પ્રમાદ કરવો એ યુક્ત નથી.
293
(૧) આયુષ્ય ક્ષણ વિનશ્વર છે. કારણ કે આયુષ્ય ઘણા વિઘ્નોને આધીન છે. જેમકે – શસ્ત્ર, વ્યાધિ, વિષ, અગ્નિ, પાણી, ભય, સાપ, વેતાલ, શોક, ઠંડી, ગરમી, ક્ષુધા, તૃષા, ગર, નિર્જન પ્રદેશ, પવનનિરોધ, મૂત્રનિરોધ, વિષ્ઠાનિરોધ, વિવિધ પ્રકારના ક્ષુદ્ર ઉપદ્રવો, અધિક ભોજન, રોગ, અતિશ્રમ, શરીરમાં પ્રહાર – આ વિઘ્નો લાંબા પણ આયુષ્યને સંહરી લે છે = ટુંકું કરી દે છે.
( ૨ ) ધન પણ ક્ષણ વિનશ્વર છે. ધન એટલે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય એમ ચાર પ્રકારનું કરિયાણું.
ગણિમ = ગણીને જેની લેવડ–દેવડ થાય તે સોપારી વગેરે.
ધરિમ = જોખીને જેની લેવડદેવડ થાય તે ગોળ વગેરે.
મેય = માપીને જેની લેવડ-દેવડ થાય તે ઘી વગેરે.
પરિચ્છેદ્ય = પરીક્ષા કરીને જેની લેવડ-દેવડ થાય તે રત્ન વગેરે.
(૩) ધાન્ય પણ ક્ષણવિનશ્વર છે. ધાન્ય ચોખા વગેરે અનેક પ્રકારનું છે.
(૪) બંધુઓનો અને મિત્રોનો સમાગમ પણ ક્ષણ વિનશ્વર જ છે. કારણ કે આ સમાગમ કર્મને આધીન છે. તેમાં બંધુઓ એટલે જ્ઞાતિજનો. એક સ્થળે કુટુંબવાસ વૃક્ષસમાન છે. જેવી રીતે પક્ષીઓ રાતે એક વૃક્ષમાં ભેગા રહીને સવાર થતાં ચારે દિશાઓમાં જતા રહે છે તેવી રીતે પોતપોતાના કર્મથી બંધાયેલા બંધુઓ કુટુંબમાં કેટલોક કાળ ભેગા રહીને ચાર ગતિઓમાં જતા રહે છે.
(૫) દુષમામાં(=પાંચમા આરામાં) મનુષ્યો પ્રાય: કરીને અસાતાની બહુલતાવાળા હોવાથી શરીર ક્ષણવિનશ્વર જ જણાય છે.
આ બધું ક્ષણ વિનશ્વર હોવાના કારણે ધર્મમાં અનાદરરૂપ પ્રમાદ કરવો એ વિવેકીઓ માટે યોગ્ય નથી.
(૨૧૬)
न तं चौरा विलुंपंति, न तं अग्गी विणासए ।
નતં નૂ વિહારિષ્ના, નં ધર્મામ પમત્તો ।।૨૬।।
ચોરો તે વિનાશ કરતા નથી કે જે વિનાશ ધર્મમાં પ્રમાદી મનુષ્ય કરે છે. અગ્નિ તે વિનાશ કરતો નથી કે જે વિનાશ ધર્મમાં પ્રમાદી કરે છે. મનુષ્ય જુગારમાં તે હારી જતો નથી કે જે ધર્મમાં પ્રમાદી હારી જાય છે.
ધર્મમાં પ્રમાદી જીવ દેવગતિ આદિ (ઉત્તમ) ભવનો વિનાશ કરે છે, અને મનુષ્યભવની પ્રાપ્તિને હારી જાય છે. એથી પોતાના મૂલનો પણ છેદ કરે છે. અહીં ભાવાર્થ આ છે – સંસારમાં મનુષ્યભવ એ મૂલ છે = મૂલધન છે. દેવગતિ વગેરે શુભગતિ એ લાભ છે = કમાણી છે. ધર્મ ન કરવાથી દેવગતિ વગેરે શુભગતિ ન મળવાથી લાભ તો ન થાય, અને મળેલો પણ મનુષ્યભવ હારી જવાથી મૂળનો (=મૂળધનનો) પણ છેદ કરે છે. અતિશય દુષ્ટ પણ ચોરો વગેરે મૂળનો છેદ કરતા નથી. (ચોરો કમા' નું ધન ચોરી જાય, પણ મૂળધનને (દુકાન વગેરેને) ચોરી શકતા નથી. અગ્નિ વસ્તુઓને બાળી શકે છે, પણ જમીન અને સુવર્ણ વગેરેને બાળી શકતો નથી. જુગારમાં કમાવેલું ધન હારી જાય એ બને, પણ દુકાન વગેરે મૂળધનને ન હારે . જ્યારે પ્રમાદી માણસ માનવભવરૂપ મૂળધનને હારી જાય છે.) (૨૧૭)