________________
306 )
પંદરમું ભોજન દ્વારા
શ્રાદ્ધદિનકૃત્ય (૧૮) ખરસઈઓ - કબ્દવિશેષ. જેને કસેર-ખીરિશુક પણ કહે છે. (૧૯) ઘેગની ભાજી - પ્રસિદ્ધ છે. તેનો પાંખ પણ થાય છે. જે જુવારના જેવો ચોમાસામાં ઘણા સ્થળોએ
વેચાય છે. (૨૦) લીલી કોથઃ- પ્રસિદ્ધ છે. જળાશયોમાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે. (૨૧) લવણ નામના વૃક્ષની છાલઃ- તેને ભ્રમરવૃક્ષ પણ કહે છે. હાલ સિવાય તેના બાકીના અંગો પ્રત્યેક
વનસ્પતિ છે. (૨૨) ખિલ્લડો - ખિલ્લુડ નામે કંદ, લોકમાં તે પ્રસિદ્ધ છે. (૨૩) અમૃતવેલ - તે નામનો વેલો. (૨૪) મૂળાનો કંદઃ પ્રસિદ્ધ છે. (મૂળાના કંદ સિવાયનાં ડાળી, ફૂલ, પત્ર, મોગરા અને દાણા એ બધાય
અંગો પ્રત્યેક હોવા છતાં અભક્ષ્ય ગણાય છે. તથા કંદ તો ધોળો અને રાતો, જે દેશી અને પરદેશી
કહેવાય છે તે બંને પ્રકારનો પણ અનંતકાય જ છે.) (૨૫) ભૂમિહઃ- જેનું લોકોમાં ભૂમિફોડા નામ છે, તે ચોમાસામાં થાય છે, અને તેને બિલાડીનો ટોપ પણ
કહે છે કે જે છત્રના આકારે હોય છે. (૨૬) વિરૂદ્ધઃ- કઠોળમાંથી નીકળતા અંકુરા. જ્યારે ચણા, મગ વગેરેને પલાળવામાં આવે છે ત્યારે તે વધુ
વખત પાણીમાં રહેતાં તેમાં સફેદ અંકુરાઓ નીકળે છે. પછી તેની દાળ બનાવી હોય કે શાક તરીકે બાક્યા હોય તો પણ તેનું ભક્ષણ કરનારને અનંતકાયભક્ષણનો દોષ લાગે છે. માટે તે બહુ વખત . પલાળી રાખવા નહિ. પરધર્મીને ત્યાં જમવા જતાં આ વિષયની કાળજી ન રખાય તો નિયમભંગ થવા
સંભવ છે.) (૨૭) હક્કપત્થલ - વત્થલો તે નામે પ્રસિદ્ધ એક શાક છે. તે પ્રથમ ઉગતી વખતે અનંતકાય છે અને
કોમળતા મટી કઠિન બને ત્યારે પ્રત્યેક ગણાય છે. (૨૮) શૂકરેલ્લી:- તેને શ્કરવાલ-ચૂકવેલી પણ કહે છે. જેની જંગલમાં મોટીવેલડીઓથાય છે. (ધાન્યમાં
જે વાલ ગણેલા છે તે અનંતકાય નથી.) (૨૯) પલ્ચક-તે પાલખની ભાજી તરીકે પ્રસિદ્ધ છે. (૩૦) કુણી આંબલી:- જેમાં ઠળીયા-બીજ ન થયા હોય તેવા કુણા આંબલીના કાતરા અનંતકાય છે. (૩૧) આલુકંદ - જેને રતાળુ કંદ કહેવાય છે તે પ્રસિદ્ધ છે. (૩૨) પિંડાળુ -ડુંગળી નામે પ્રસિદ્ધ છે.
કંદમૂળ ખાવાનું છોડો....... આપણે બટાટા વગેરે કંદમૂળ ખાઈને કેટલા બધા અનંત જીવોનો સંહાર કરીએ છીએ. કંદમૂળમાં એક સોયની અણી જેટલા ભાગમાં પણ અનંતજીવો હોય છે. એ જીવોને છેદવા વગેરેથી કેવું દુઃખ થાય છે તે શાસ્ત્રમાં દષ્ટાંતથી બતાવ્યું છે. એક માણસ જન્મથી બહેરો, મુંગો અને આંધળો છે. તેના પગ, જાંઘ, ઢીંચણ, ગ્રાળ, પેટ, કેડ, વસો, બાહુ, હાથ, આંગળીઓ, ગળું, હોઠ, જીભ, તાળવું, કાન, નાક, આંખ, મસ્તકને કોઈ છે. આ વખતે