________________
(307 )
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર તેને જેટલી વેદના થાય તેટલી જ વેદના અનંતકાયના જીવોને છેદવા વગેરેથી થાય. ફેર એટલો જ છે કે મનુષ્યને વેદના વ્યક્ત હોય છે. જ્યારે અનંતકાયને વેદના અવ્યક્ત છે. જો છેદવા વગેરેથી આટલું દુઃખ થાય તો તે જીવોને આપણે જીવતા જ ખાઈએ, તો તેમને કેટલું દુઃખ થાય તે વિચારવાની જરૂર છે. જે જીવો કંદમૂળ ન ખાવું જોઈએ એમ જાણવા છતાં છોડતા નથી તેમને કંદમૂળ ઉપર અત્યંત રગ-પ્રેમ છે એ નક્કી થાય છે. શાસ્ત્ર કહે છે કે જ્યાં પ્રેમ ત્યાં જન્મ, જ્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ, જેવો ભાવ તેવો ભવ. આથી રસપૂર્વક કંદમૂળ ખાનારાઓ મરીને કંદમૂળમાં ઉત્પન્ન થાય તો નવાઈ નહિ.
કંદમૂળમાં ઉત્પન્ન થયેલ જીવનું ૨૫૬ આવલિકાનું આયુષ્ય હોય છે. એ જીવ વારંવાર ત્યાં જ જન્મે છે અને મરે છે. એ જીવ ત્યાં જ એક મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬૫,૫૩૬ ભવ કરે છે, અર્થાત્ ૬૫,૫૩૬ વાર જન્મે છે અને મારે છે. આ પ્રમાણે જીવ અનંતકાળ સુધી કંદમૂળમાં અનંતકાયમાં જન્મ-મરણ કરે છે.
આ બધું વિચારીને વિવેકવાળા બનીને કંદમૂળ ખાવાનું સર્વથા છોડી દેવું જોઈએ. કંદમૂળ ભક્ષણ એટલે અનંતા જીવોની કતલ. આપણે કંદમૂળ ખાઈને આપણા મોઢાને અનંતા જીવોને મારવાનું કતલખાનું બનાવી દઈએ છીએ. અરરર! થોડા સ્વાદ ખાતર અનંતા જીવોનો નાશ. માટે હવે નિર્ણય કરો કે આજથી કંદમૂળનો ત્યાગ, ગમે તેવી તકલીફ પડશે તો પણ આજથી કંદમૂળને મોઢામાં નાખીશ નહિ અને અડીશ પણ નહિ.
પ્રશ્ન:- આદુ અનંતકાય છે, પણ સુકાઈ ગયા પછી તે સુંઠ બને છે. જો અનંતકાયમાંથી બનેલી સુંઠ ખપી શકે છે તો તળેલી બટાકાની કતરીઓ કેમ ન ખપે? કારણકે તે અચિત્ત બની ગયેલ છે.
ઉત્તર:-સુંઠનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે, પેટ ભરવા માટે નહિ. જ્યારે તળેલી બટાટાની કતરીઓ તો માણસો સ્વાદ માટે અને પેટ ભરવા માટે વાપરે છે, ઔષધ તરીકે નથી વાપરતા. માટે તળેલી બટાકાની કતરીઓ અચિત્ત હોવા છતાં ન ખપે.
કંદમૂળ વગેરે અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરવાથી ત્રણ લાભ થાય છે. તે આ પ્રમાણે (૧) જીવદયાનું પાલન થાય છે. (૨) આપણી પ્રકૃતિ તામસી બનતી નથી. બટાટા, રીંગણા અને માંસ વગેરે તામસ પ્રકૃતિવાળો ખોરાક છે.
કસાઈ અને મુસલમાન વગેરે વાતવાતમાં ઉકળી જઈને મારામારી અને છરા આદિનો ઉપયોગ કરે છે તેનું
કારણ તામસી આહાર છે. (૩) રસની આસક્તિ ઘટે છે. અભક્ષ્ય વસ્તુઓ પ્રાય: અધિક સ્વાદિષ્ટ હોય છે.
પ્રશ્ન :- સોયની અણી જેટલા ભાગમાં અનંત જીવો કેવી રીતે રહી શકે? આ ઉત્તરઃ- એક કરોડ દવાઓ ભેગી કરીને તેની ચપટી અલ્પ પાણીમાં નાંખવામાં આવે, પછી તે પાણી સોયની અણીમાં લેવામાં આવે તો સોયની અણીમાં રહેલા પાણીમાં કેટલી દવાઓ છે? કોડ દવાઓ છે એમ માનવું જ પડે. દવાઓ તોરૂપી છે. જો રૂપી દવાઓ સોયની અણી જેટલા ભાગમાં કોડ રહી શકે છે તો અરૂપી જીવો અનંત કેમ ન રહી શકે? અવશ્ય રહી શકે. એક રૂમમાં લાખ દીવડા મૂક્વામાં આવે તો આંગળીના નખ જેટલા ભાગમાં લાખ દીવડાનો પ્રકાશ છે. ' (૧૯) વૃન્તાક વૃત્તાક એટલેગણ-રીંગણા. રીંગણાનિદ્રા અનેકામને વિષયવાસનાને) વધારનાર હોવાથી અભક્ષ્ય છે.