________________
પંદરમું ભોજન દ્વાર
308 )
શ્રાદ્ધદિનકૃત્ય
(૨૦) ચલિતરસ - રસ એટલે સ્વાદ. જે વસ્તુમાં સ્વાદચલિત થઈ ગયો હોય, અર્થાત્ ફરી ગયો હોય, બગડી ગયો હોય, તે વસ્તુ ચલિત રસ છે. રસના ઉપલક્ષણથી જે વસ્તુના વર્ણ, ગંધ, સ્પર્શ વગેરે બદલાઈ ગયા હોય, બગડી ગયા હોય, તે વસ્તુઓ પણ ચલિતરસ કહેવાય.
કોહવાઈ ગયેલું ભોજન ચલિતરસ ગણાય. ફાટી ગયેલ-બગડી ગયેલ દૂધ-દહીં વગેરે ચલિતરસથવાથી અભક્ષ્ય ગણાય. વાસી ભોજન પણ ચલિતરસ છે. જે ભોજન પાણી સાથે રાંધ્યું હોય અને આખી રાત રહ્યું હોય તે ભોજન વાસી ભોજન છે. જેમકે રોટલી, નરમ પૂરી (લોચા પૂરી), ભાત, દાળ, શાક વગેરે બીજા દિવસે ચલિતરસ બને. જે ખાદ્ય પદાર્થમાં જરા પણ પાણીનો અંશ ન હોય તેવા ખાખરા, ડક પૂરી, સુખડી વગેરે પક્વાન્ન, પાકી ત્રણતારની ચાસણીથી બનાવેલ મીઠાઈ, મુઠિયા તળ્યા પછી એના ચૂરાને શેકીને બનાવેલ ચૂરમાના લાડવા, તેલમાં કે ઘીમાં તળીને બનાવેલ સેવ, ગાંઠિયા, સેકેલા ચણા, મમરા, ધાણી વગેરે પદાર્થો વાસી ભોજનને ગણાય. આવી વસ્તુઓ કેટલા દિવસ સુધી ભક્ષ્ય ગણાય તેનો નિયમ આ પ્રમાણે છે. પકવાન્નવગેરે વસ્તુઓ બની હોય તે દિવસથી વર્ષાકાળમાં ૧૫ દિવસ, શીતકાળમાં એક માસ અને ઉનાળામાં ૨૦ દિવસ કહ્યું છે. પણ જો આ કાળ પહેલાં સ્વાદ વગેરે બદલાઈ જાય તો અભક્ષ્ય બને.
દહીં-છાશ - દહીં જે દિવસે જમાવ્યું હોય તે દિવસથી બે રાતનું ઉલ્લંઘન થાય તો અભક્ષ્ય બની જાય. જેમકે જે દહીં રવિવારના રોજ સૂર્યોદયથી આરંભીને રાતના બાર વાગ્યા સુધીમાં ગમે ત્યારે મેળવ્યું હોય તે દહીં મંગલવારના સૂર્યોદય થતાં જ અભક્ષ્ય થઈ જાય. કારણકે રવિવાર અને સોમવાર એ બેરાતનું ઉલ્લંઘન થઈ ગયું છે. પણ જો સૂર્યોદય પહેલાં તે દહીંમાં પાણી નાંખીને દહીંને બરોબર વલોવીને છાશ બનાવી દેવામાં આવે તો તે છાશ ભક્ષ્ય છે. છાશ માટે પણ દહીં પ્રમાણે જ નિયમ છે. એટલે કે જ્યારથી છાશ બનાવી હોય ત્યારથી બે રાતનું ઉલ્લંઘન થાય તો તે છાશ અભક્ષ્ય બની જાય. રવિવારના સૂર્યોદય પછી ગમે ત્યારે બનાવેલી છાશ મંગળવારના સૂર્યોદય થતાં અભક્ષ્ય બની જાય. પણ જો સૂર્યોદય પહેલાં એ છાશ કોઈ વસ્તુમાં નાંખીને રાંધવામાં આવે તો એ વસ્તુ ભસ્ય ગણાય અને તે વસ્તુ બીજા દિવસે પણ ખપે. ત્રીજા દિવસે અભક્ષ્ય બની જાય. છાશ કે દહીં નાંખીને બનાવેલ વસ્તુ માટે પણ દહીં પ્રમાણે નિયમ છે. એટલે કે દહીં-છાશ નાંખીને બનાવેલી વસ્તુ જ્યારથી બનાવી હોય ત્યારથી બે રાતનું ઉલ્લંઘન થાય તો અભક્ષ્ય બને.
અહીં એટલું ખ્યાલમાં રાખવું જોઈએ કે જે દિવસે સૂર્યોદય પહેલાં દહીંકે છાશ નાખીને કોઈ વસ્તુ બનાવી હોય તે વસ્તુ બીજા દિવસે સૂર્યોદય થતાં જ અભક્ષ્ય બને. કારણ કે સૂર્યોદય પહેલાં બનાવેલ હોવાથી એ રાત ગણાઈ જાય. જેમકે રવિવારના સૂર્યોદય પહેલાં છાશ કે દહીં નાખીને કોઈ વસ્તુ બનાવી હોય તો તે વસ્તુ સોમવારના સૂર્યોદય થતાં જ અભક્ષ્ય બની જાય. કારણ કે રવિવારના સૂર્યોદય પહેલાં બનાવેલ હોવાથી રવિવારની રાત ગણાય. એટલે રવિવાર અને સોમવાર એ બે રાતનું ઉલ્લંઘન થયું ગણાય.
ટુંકમાં સૂર્યોદય પહેલાં દહીં જમાવવામાં આવે, છાશ બનાવવામાં આવે કે દહીં-છાશ નાંખીને કોઈ ખાદ્ય વસ્તુ બનાવવામાં આવે તો તે દહીં-છાશ અને વસ્તુ બીજા દિવસે સૂર્યોદય થતાં અભક્ષ્ય બની જાય.
છાશ-ભાત - રાંધેલો ભાત સંપૂર્ણ ડૂબી જાય તે રીતે ઘાટી છાશમાં રાખેલો હોય તો તેનો કાળ આઠ પહોર સુધીનો છે. છાશમાં રાખેલા ભાતનો એક-એક દાણો છૂટો કરી નાંખવો જોઈએ, અને છાશ ઘાટી હોવી જોઈએ, અને ભાત સંપૂર્ણ ડૂબી જાય તેટલી હોવી જોઈએ.
ચૂરમાના લાડુ - મૂઠિયાતળીને બનાવ્યા ન હોય તો બીજા દિવસેવાસી થાય. પરંતુ સારી રીતે તળેલા