________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
ખટાશવાળાં કે ખટાશવાળી વસ્તુ સાથે ભેળવેલાં અથાણામાં પણ જો મેથી નાખી હોય તો બીજા જ દિવસે વાસી થવાથી અભક્ષ્ય બને. કારણ કે મેથી ધાન્ય છે.
305
છુંદા-મુરબ્બા તડકે સૂકવીને અને ચૂલા ઉપર ચડાવીને એમ બે રીતે બનાવવામાં આવે છે. તડકે સૂકવીને બનાવાતા છુંદા–મુરબ્બામાં પાણીનો અંશ બરોબર સૂકાઈ ગયો હોય તો ભક્ષ્ય બને છે. ચૂલા ઉપર ચડાવીને બનાવેલા છુંદા–મુરબ્બા જો પાકી ચાસણીવાળા હોય તો ભક્ષ્ય બને છે. ચાસણી ત્રણ તારવાળી બને તો જ પાકી ચાસણી કહેવાય એમ અનુભવીઓનું કહેવું છે.
(૧૮) અનંતકાય :- જે કંદમૂળ વગેરે વસ્તુમાં એક શરીરમાં અનંત જીવો હોય, અર્થાત્ સોયની અણી જેટલા ભાગમાં અનંતજીવો હોય તેને અનંતકાય કહેવામાં આવે છે.
અનંતકાયના બત્રીસ ભેદ
(૧) સૂરણનો કંઠ :- જેનાથી હરસના જીવોનો નાશ થાય છે તે સૂરણ પ્રસિદ્ધ છે.
-
(૨) વાછંદ : - એક છંદ વિશેષ છે, યોગશાસ્ત્રની ટીકામાં તેનું વજ્રતરુ નામ કહ્યું છે.
(૩) લીલી હળદર : - પ્રસિદ્ધ છે. દરેક જાતની નહિ સૂકાયેલી હળદર.
(૪) આદુ :- લીલી સૂંઠ.
(૫) લીલો ચૂરો - સ્વાદમાં તીખો હોય છે.
(૬) શતાવરી :- વેલડી વિશેષ.
(૭) વિરાલી :- વેલડી વિશેષ, તેને કોઈ સોફાલી પણ કહે છે.
(૮) કુમારી-કુંઆર :- પ્રસિદ્ધ છે. જેના પત્રો બે ધારોમાં કાંટાવાળા લાંબા, પરનાળના આકારના હોય છે.
(૯) થોહરી :- દરેક જાતિના થોરીયા અનંતકાય છે. તેને સ્નેહીવૃક્ષ પણ કહે છે.
(૧૦) ગડૂચી :- દરેક જાતિની ગળોના વેલા, જે લીમડા વગેરે વૃક્ષો ઉપર હોય છે. (૧૧) લસણઃ- પ્રસિદ્ધ છે.
(૧૨) વંશકારેલ :- કોમળ નવા વાંસનો અવયવવિશેષ, તે પ્રસિદ્ધ છે.. (૧૩) ગાજર :- પ્રસિદ્ધ છે.
(૧૪) લવણક :- લૂણી વનસ્પતિ વિશેષ, જેને બાળવાથી સાજીખાર બને છે.
(૧૫) લોઢક :- પદ્મિની નામની વનસ્પતિનો કંદ. (પાણીમાં પોયણાં થાય તે.)
(૧૬) : ગિરિકર્ણિકા :- એક જાતની વેલડી, કચ્છમાં પ્રસિદ્ધ છે, જેને ગરમર પણ કહે છે.
(૧૭) કિસલય પત્રો ઃ- દરેક વનસ્પતિના પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાના કોમળ પાંદડાં અને દરેક બીજમાંથી
પ્રથમ નીકળતા અંકુરાઓ, તે અનંતકાય જ હોય છે. જ્યારે તે રૂઢ બને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિના હોય તે જ પ્રત્યેક વનસ્પતિ થાય. બીજા તો અનંતકાય જ રહે. જેમ મેથીની ભાજીના મૂળમાં રહેલા જાડાં પત્રો અનંતકાય હોય છે, તેમ દરેક વનસ્પતિના પણ પ્રથમ ઉગતાં પત્રો અનંતકાય હોય છે, અને પ્રથમ નીકળતા અંકુરા પણ અનંતકાય હોય છે.