________________
શ્રાદ્ધદિનકૃત્ય
દીક્ષાદિની ક્રિયા વખતે તો વાંદણા દેતી વખતે પ્રભુજીને પડદો કરાવાય છે.
ઉત્તર :- જિનાલયમાં જિનમૂર્તિઓને વંદન કર્યા પછી ગુરુમૂર્તિઓને વંદન કરવામાં વાંધો નથી. અર્થાત્ પ્રભુની દૃષ્ટિ પડે તો પણ ગુરુમૂર્તિને વંદન કરવામાં બાધ નથી. કારણ કે દેવતત્ત્વ પછી ગુરુતત્ત્વ વંદનીય છે. દીક્ષાદિ વખતે જે પડદો કરાવાય છે તે, ગુરુ મહારાજ જ આવા મહાન ભગવાનની સામે અમને વંદન કરે તે ઠીક નથી એમ પોતાની લઘુતા બતાવવા માટે પડદો કરાવે છે. વળી આ એક વિધિ ઘણા કાળથી પ્રચલિત છે. તેમ જિનાલયોમાં ગુરુમૂર્તિઓને પડદો રાખીને વંદન કરવું એ વિધિ પ્રચલિત નથી. પણ ગુરુમૂર્તિ જિનમંદિરના બહારના ભાગમાં બિરાજમાન કરવામાં આવે તે વધારે ઉચિત ગણાય.
121
નવમું વંદન દ્વાર
પ્રશ્ન :- મૂલનાયકને પ્રક્ષાલ ન થયો હોય ઈત્યાદિ કારણથી પહેલાં ધાતુના કે પાષાણ વગેરેના નાના પ્રતિમાજીની કે સિદ્ધચક્રજીની પૂજા કરી હોય, તો તે જ કેશરથી મૂલનાયકની પૂજા થઇ શકે ?
ઉત્તર ઃ- થઈ શકે.
પ્રશ્ન :- જે ઘરમાં સ્ત્રીઓ અંતરાય ન પાળતી હોય તે ઘરવાળા બીજાઓથી પૂજા થાય ?
ઉત્તર ઃ- સ્ત્રીઓએ અંતરાયનું પાલન અવશ્ય કરવું જોઈએ. અંતરાય ન પાળવામાં મહાદોષ છે. આમ છતાં સ્ત્રી અંતરાય ન પાળે તો અંતરાયવાળી સ્ત્રી પૂજાનાં વસ્ત્રોને અને પૂજાની સામગ્રીને ન સ્પર્શે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તથા સ્નાન માટે બાથરૂમમાં પ્રવેશતાં પહેલાં બાથરૂમને પાણીથી ધોઈને સ્નાન કરી શકાય. જો અંતરાયવાળી સ્ત્રી માટે બાથરૂમ અલગ હોય તો આ પ્રશ્ન રહેતો જ નથી. પછી પૂજાનાં કપડાં પહેરીને ઘરની કોઈ વ્યક્તિનો સ્પર્શ ન કરવો વગેરે યતનાપૂર્વક જિનપૂજા કરી શકાય.
સેન પ્રશ્ન ગ્રંથના ઉપયોગી પ્રશ્નોત્તરો
પ્રશ્ન :- શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે, તે વખતે મસ્તક ધોવું જોઈએ ? કે કાંસકીએ વાળ ઓળી લે તો
ચાલે ?
ઉત્તર :- દેવપૂજાને કરવા ઇચ્છતા શ્રાવકે સામગ્રી હોય તો સર્વ અંગે સ્નાન કરવું. અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીએ મસ્તકના વાળ ઓળી લે તો ચાલે છે એમ આચાર પ્રદીપમાં કહ્યું છે. (૨-૨૪૭) પ્રશ્ન :- શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે ?
ઉત્તર ઃ- શાંતિનાથ ચરિત્રમાં ‘‘મંગળકળશ વાડીથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે છે.’’ એવા અક્ષરો જોવામાં આવે છે. (૩–૮૨૩)
પ્રશ્ન ઃ - દેરાસરમાં રાત્રિએ ગીત–ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિંતર તો થતી નથી. તો તે કરવું કે નહીં ?
ઉત્તર ઃ- શાસ્ત્રવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત–ગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (૪–૯૨૩)
પ્રશ્ન :- જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય કે પછી ?
ઉત્તર :- અન્યદ્રવ્યોથી પૂજા કર્યા પછી નાદપૂજારૂપ ઘંટ વગાડાય છે એમ પૂજા કરનાર વૃદ્ધશ્રાવકોની . પરંપરા ચાલી આવી છે. તેથી પૂજામાં ફૂલ વગેરે દ્રવ્ય પૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે. ફક્ત ચૈત્યવંદન