________________
નવમું વંદન દ્વારા
(122)
શ્રાદ્ધદિનકૃત્ય.
કરવા શ્રાવક આવ્યા હોય તો સાથીયા વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે, એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે, તે તો હર્ષાવેશને સૂચવનાર લોક પ્રવાહમાં પડેલું છે. પણ પરંપરાને અનુસરતું નથી. (૩-૭૭૮)
પ્રશ્ન:- દેરાસરમાં જિનેશ્વરની સમક્ષ કપાળમાં તિલક કરતાં પડદો આડો કરવો કે નહિ? ઉત્તર:- “પડદા વિના તિલક ન કરાય તેવા અક્ષરો જોયા નથી. (૧-૫) પ્રશ્ન:- જન્મસૂતકમાં અને મરણસૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ?
ઉત્તર:- જન્મ-મરણ સૂતમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય તેમ જાણ્યું નથી. (૪-૯૨૪)
* અરિહંતના ચાર નિક્ષેપા नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ।
दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥५१॥ નામથી જિનેરો તે જિનેશ્વરના નામો, સ્થાપનાથી જિનેરો તે જિનેશ્વરોની પ્રતિમાઓ, દ્રવ્યથી જિનેશ્વરી તે જિનેશ્વરોના જીવો, અને ભાવથી જિનેશ્વરો તે સમવસરણસ્થ (=સમવસરણમાં બિરાજમાન) ભગવતો.
વિશેષાર્થ:- શ્રી જિનેશ્વર ભગવંતનાં નામો તે પણ એક પ્રકારના જિનેશ્વરોજ છે, અને તે જિનેશ્વરો નામજિન (નામ જિનેશ્વર) કહેવાય છે. એ જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ પણ એક પ્રકારના જિનેશ્વરો જ છે. આ જિનેરો સ્થાપના જિનેશ્વર કહેવાય છે. કેવળજ્ઞાન પામી સમવસરણમાં દેશના આપવાની શરૂઆત વગેરે જાહેર રીતે જોઇ શકાય તેવી રીતે કરે, ત્યારે તીર્થકર નામકર્મનો સોદય શરૂ થાય છે. કેવળજ્ઞાન થતાં જ તેના ઉદયની શરૂઆત થાય છે, તે રસોદય તેઓ મોક્ષમાં જાય ત્યાં સુધી (એટલે કે મોક્ષમાં પધારે ત્યાં સુધી) ટકે છે. તે પણ એક પ્રકારના જિનેશ્વર ભગવંતો જ છે, અને તે ભાવ જિનેશ્વર કહેવાય છે.
બધા કેવળજ્ઞાનીઓ તીર્થકર નથી હોતા, માટે “સમવસરણસ્થ વિશેષણ તીર્થકર દેવા માટે આપ્યું છે. એટલે કે જેમનું દેવો સમવસરણ રચે, અશોકવૃક્ષાદિ અષ્ટ મહા પ્રાતિહાર્યાદિની એટલે કે તીર્થકર નામકર્મને યોગ્ય બાહ્ય ઋદ્ધિ પણ જેમને હોય એવા કેવલજ્ઞાની ભગવંત તે ભાવ જિનેશ્વર કહેવાય છે.
- ભાવજિનેશ્વરપણાના પહેલાંની અવસ્થામાં રહેલાશ્રી તીર્થકર ભગવંતના જીવો અથવાભાવજિનેશ્વરપણા પછીની સિદ્ધાવસ્થામાં રહેલા, તીર્થકર ભગવંતોના જીવોતે પણ એક પ્રકારના જિનેશ્વરો છે, અને તે દ્રવ્ય જિનેશ્વરી કહેવાય છે. એટલેકે તીર્થકર નામકર્મનિકાચિતર્યા પછી, કે નિકાચિત બાંધ્યા પછી, કેવળજ્ઞાનન થાય ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય તીર્થકર કહેવાય છે. તેમજ, ભાવ તીર્થકર તરીકેની અવસ્થા પસાર થયા પછી સિદ્ધાવસ્થામાં પણ તે દ્રવ્ય તીર્થકર કહેવાય છે. ભલે તે વખતે તેઓ ભાવસિદ્ધ છે, પરંતુ તીર્થકર તરીકે તો તેઓ દ્રવ્ય તીર્થકર જ છે, અર્થાત્ ભાવની પૂર્વેની અને પછીની અવસ્થા તે દ્રવ્ય કહેવાય છે. જગતના સર્વ પદાર્થોને લાગુ પડતું આ ચાર નિક્ષેપાનું તાત્વિક સ્વરૂપ વિસ્તારથી ખાસ સમજવા જેવું છે. (શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા મહેસાણા તરફથી પ્રકાશિત “ભાષ્યવય પુસ્તકમાંથી .ભા.ની ૫૧ મીગાથાનો ગુજરાતી અર્થ સાભાર ઉદ્ધત) (૭લ્મી ગાથાનો અર્થ અહીં પૂર્ણ થયો.) (૭૯)