________________
શ્રાદ્ધદિનકૃત્ય
(123)
ગુરુવંદન અધિકાર
ગુરુવન્દન અધિકાર હવે પછીની ૪૦મી ગાથાની અવતરણિકામાં “દશમા દ્વારમાં ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરે એવું વિધાન છે. આલોચના, ક્ષમાપના અને પ્રત્યાખ્યાન વંદનપૂર્વક કરવાનાં હોય છે. આથી પહેલાં ગુરુવંદનનો વિધિ કહેવો, અને ગુરુવંદનનાં સૂત્રોનું વ્યાખ્યાન કરવું' એમ કહ્યું છે. આથી અહીંગુરુવંદન સંબંધી વિવેચન કરવા માટે ગુરુવંદનમાં ઉપયોગી કેટલાક વિષયોને ધર્મસંગ્રહ ભાગ પહેલાના ગુજરાતી ભાષાંતરમાંથી જરૂરી સુધારા-વધારાપૂર્વક ઉદ્ધત કરવામાં આવે છે –
ગુરુવંદનના ત્રણ પ્રકાર ગુરુવંદન ત્રણ પ્રકારે થાય છે. એક ફેટાવન્દન, બીજે (છોભ) થોભનંદન અને ત્રીજું દ્વાદશાવર્ત વંદન.
તેમાં પહેલું મસ્તક વિગેરે અંગો નમાવવાથી, બીજું (પાંચેય અંગથી) પૂર્ણ બે ખમાસમણ દેવાથી અને ત્રીજુ બે વંદન (વાંદણાં) દેવાથી થાય છે. તેમાં પણ પહેલું સકલ શ્રીસંઘને પરસ્પર કરી શકાય છે, બીજું સાધુસાધ્વીઓને થઈ શકે છે. અને ત્રીજું પદસ્થો (આચાર્ય-ઉપાધ્યાય–ગણી–પ્રવર્તક-સ્થવિર વગેરે પદવી ધરો)ને કરાય છે. (એમાં એટલું વિશેષ છેકે–ફિટ્ટાવન્દન, સાધુએ સર્વે સાધુઓને, સાધ્વીએ સર્વસાધુઓતથા સાધ્વીઓને, શ્રાવકે સર્વે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે. છોભવન્દન, સાધુએ વડીલ સાધુને જ, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુઓ તથા સર્વ સાધ્વીઓને કરવાનું છે. દ્વાદશાવર્તવન તો સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ સર્વેએ માત્ર પદસ્થોને જ કરવાનું છે, પણ તેમાં અપદસ્થ સાધુઓએ સર્વે પદસ્થોને તથા પદસ્થોએ પોતાનાથી વડીલ પદસ્થાને કરવાનું છે.)
ગુરુને કરવાના આ દ્વાદશાવર્તવદનમાં એકસો અઠાણું સ્થાનો (કરણીય વિધાનો) કહ્યાં છે, તે આ પ્રમાણે–
મુતદેહાવ-સાસુ ૫ણવીસ કુંતિ જોગં | छट्ठाणछगुरुवयणा, छच्च गुणा हुंति नायव्वा ॥१॥ अहिगारिणो य पंच य, इयरे पंचव पंच आहरणा । एगोऽवग्गह पंचा-भिहाण पंचेव पडिसेहा ॥२॥ आसायणतित्तीसं, दोसा बत्तीस कारणा अट्ठ ।
छद्दोसा अडनउअं-ठाणसयं वंदणे होइ ॥३॥ (श्री प्र०सा गा. ९३ थी ९५) ભાવાર્થ –“પચીસ મુહપત્તિનાં સ્થાનો, પચીસ શરીરનાં સ્થાનો, પચીસ આવશ્યક (કરવા યોગ્ય કર્તવ્યો), શિષ્ય ગુરુને પૂછવાના છ પ્રશ્નો, તેના ગુરુમહારાજે આપવાના છ ઉત્તરો, ગુરુવન્દનથી થતા છ ગુણો, વન્દન કરાવવામાં અધિકારી પાંચ વન્દનીય, અનધિકારી પાંચ અવન્દનીય, ગુરુવન્દનનાં પાંચ ઉદાહરણો, એક અવગ્રહ, ગુરુવન્દનનાં પાંચ નામો, વન્દન કરવાના પાંચ નિષેધો (ક્યા વખતે ન કરવું તે પાંચ પ્રકારો), ગુરુની તેત્રીશ આશાતનાઓ, ગુરુવન્દનમાં થનારા બત્રીશ દોષો, વન્દનનાં આઠ કારણો અને વન્દન કરનારના છ દોષો; એમ કુલ ૧૯૮ વિષયો અનુક્રમે આગળ કહેવાશે તે પ્રમાણે જાણવા.” તેમાં પહેલાં નીચે મુજબ મુક્ષત્તિનાં ૨૫ સ્થાનો જણાવે છે –