________________
ગુરુવંદન અધિકાર
(124)
શ્રાદ્ધદિનકૃત્ય
મુહપત્તિની પડિલેહણા दिट्ठिपडिलेह एगा, पप्फोडा तिन्नि तिन्नि अंतरिआ ।
अक्खोडा पक्खोडा, नव नव मुहपत्ति पणवीसा ॥१॥ ભાવાર્થ. “એકદષ્ટિ પડિલેહણા, ત્રણ ત્રણ કરીને છ પ્રસ્ફોટક (પપ્પીડા) અને ત્રણ ત્રણને આંતરે નવ અક્ઝોડા તથા નવ પોડા (પ્રમાર્જના), એમ કુલ પચીસ સ્થાનો મુહપત્તિને અંગે જાણવાં.”
તેમાં મુસ્પત્તિનું પડિલેહણ કરનારે બેસવામાં બે ઢીંચણ ઊભા રાખીને અને બે ઢીંચણ વચ્ચે બે હાથ રાખીને મુસ્પત્તિનું પડિલેહણ ઉત્કટ (અદ્ધર) આસને કરવુ તેમાં પહેલાં “દષ્ટિપડિલેહણા” એટલે પોતાની દૃષ્ટિ સામે મુહપત્તિને કિનારીવાળા બે છેડાથી બે હાથે પહોળી પડીને દષ્ટિથી જોવી; જીવ આદિ હોય તો જયણાથી યોગ્ય સ્થલે મૂકવું તે પછી જમણા હાથવાળું પાસું ડાબા હાથ ઉપર ફેરવવું, અર્થાત્ ડાબા હાથવાળો છેડો જમણા હાથે અને જમણા હાથવાળો છેડો ડાબા હાથે પકડીને પુન: બીજું પાસું દષ્ટિથી તપાસવું એ રીતિએ બે પાસાં દષ્ટિથી તપાસવા તે દષ્ટિપડિલેહણા કહેવાય છે. તે પછી “છ પ્રસ્ફોટક' (પફોડા) કરવા (આને “પુરિમ’ પણ કહેવાય છે.) બીજા પાસાની દષ્ટિપડિલેહણાર્યા પછી બેહાથે પહોળી પકડેલી મુહપત્તિનોડાબા હાથમાં પકડેલો ભાગ (ડો) ત્રણ વાર ખંખેરવો, ઊંચો-નીચો હલાવવો, તે પહેલા ત્રણ પ્રસ્ફોટક સમજવા; પછી પૂર્વની જેમ ફરીથી મુહપત્તિનું પાસું ફેરવીને અને દષ્ટિથી જોઈને જમણા હાથવાળો છેડો ત્રણ વાર નચાવવો, તે બીજા ત્રણ પ્રસ્ફોટક થયા સમજવા; એમ છ પ્રસ્ફોટક જાણવા. શ્રી પ્રવચનસારોદ્ધારમાં માત્ર સામાન્યથી પ્રસ્ફોટન કરવા એમ કહ્યું છે, પણ ડાબા-જમણા હાથવાળો છેડો’ એવું કહ્યું નથી. ભાષ્યમાં આને ઊર્ધ્વપ્રસ્ફોટક' કહ્યા છે. હવે નવ અખોડા' અને નવ પખોડા’ એટલે તે પછી મુહપત્તિને ડાબા કાંડા ઉપર નાખી, બે પડ થાય તેમ વચ્ચેથી કિનારીવાળો ભાગ જમણા હાથે પકડવો અને બીજી બાજુનો કિનારી વિનાનો ભાગ ડાબા હાથે પક્કવો; એમ મુપત્તિને બે પડવાળી કરીને બે હાથે એવી પડવી કે પોતાની દષ્ટિ સામે આવે; પછી જમણા હાથની ચાર આંગળીના ત્રણ આંતરામાં અંગુઠાની સહાયથી મુપત્તિનો ઘડીવાળો ભાગ ત્રણ ભાગે ભરાવી (દબાવી) બાકીની મુહપત્તિ નીચે લટકતી રહે તેમ પકડવી; આને “વધૂટક' કહેવાય છે; એમ (ત્રણ ગડીરૂપ) ત્રણ વર્ઘટક કરવાં (શ્રી પ્રવચનસારોદ્ધારમાં બે વધૂટક પણ કહ્યાં છે.) પછી એ રીતિએ જમણા હાથે પડેલી વધૂટવાળી મુક્ષત્તિ વડેબે ઢીંચણ વચ્ચે સવળા લાંબા કરેલા ડાબા હાથ ઉપર હાથને અડકે નહિ તેમ ત્રણ વાર ખંખેરવાપૂર્વક મુહપત્તિને
હથેલીથી ઊંચે કોણી સુધી લઈ જવી, તે પહેલા ત્રણ અખોડા' કહેવાય છે; એ પછી કોણી તરફથી હવેલી તરફ હાથને ઘસાય તેમ ત્રણ વાર સ્પર્શપૂર્વક મુહપત્તિને નીચે (બહાર) લઈ જવી, તે “ત્રણ પકોડા” કહેવાય છે; પછી પુન: પહેલાંની જેમ હથેલીથી અંદરના ભાગમાં કોણી સુધી લઈ જતાં બીજા ત્રણ અોડા થાય છે અને વળી બહાર હથેલી તરફ લઈ જતાં બીજા ત્રણ પોડા થાય છે; પુન: ત્રીજી વાર કોણી તરફ લઈ જતાં ત્રીજી વાર ત્રણ અોડા અને પૂર્વની જેમ કોણીથી હથેલી તરફ લઈ જતાં ત્રીજી વાર ત્રણ પીડા થાય છે; એમ અખોડા પછી પોડા અને પોડા પછી અોડા એકબીજાને આંતરે આંતરે થાય છે. માત્ર ભેદ એ છે કે–પહેલાં અખોડાથી શરૂઆત થાય છે અને અોડા કરતી વખતે મુહપત્તિ હાથને સ્પર્શે નહિ તેમ અદ્ધર રાખીને હથેલીથી અંદર કોણી તરફ લઈ જવાય છે. પોડામાં તેથી ઉલટું છે. પોડાત્રણ છેલ્લા થાય છે તથા તેમાં મુહપત્તિને હાથનો સ્પર્શ કરીને પ્રમાર્જનાપૂર્વક કોણતરફથી હથેલી તરફ બહાર લઈ જવાય છે માટે પોડાને ભાષ્યમાં પ્રાર્થના પણ આ વિવેચન ગ્રંથમાં નથી, છતાં અહીં જરૂરી જાણીને લખ્યું છે.
આંગળીથી ઊંચે કોણી સુધી લઈ જવી.