________________
શ્રાદ્ધદિનકૃત્ય
(125)
ગુરુવંદન અધિકાર કહેલી છે) અહીં મુપત્તિની વિશિષ્ટતા હોવાથી એ પચીસને મુહપત્તિનાં સ્થાનો કહ્યાં છે. એ પચીસ સ્થાનકોની બતાવેલી ક્રિયા કરતી વેળાએ મનની સ્થિરતા માટે ચિંતન કરવાના મુહપત્તિના ૨૫ બોલ” નીચે પ્રમાણે કહ્યા છે
सुत्तत्थतत्तदिट्ठी, सणमोहत्तिगं च रागतिगं । देवाईतत्ततिगं, तहय अदेवाइतत्ततिगं ॥१॥ नाणाइतिगं तह त-व्विराहणा तिन्निगुत्ति दंडतिगं ।
इअ मुहणंतगपडिले-हणाइ कमसो विचिंतिजा ॥२॥ - ભાવાર્થ – “દષ્ટિપડિલેહણા કરતાં સૂત્ર-અર્થ તત્ત્વ કરી સહેં!' એમ ચિંતવવું તે એક; પહેલા ત્રણ ઊર્ધ્વ પ્રસ્ફોટક કરતાં દર્શનમોહ ત્રિક એટલે “સમકિતમોહનીય મિશ્રમોહનીય મિથ્યાત્વમોહનીય પરિહર!' એ ત્રણ; બીજા ત્રણ પ્રસ્ફોટમાં રગત્રિક એટલે ‘કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું!' એ ત્રણ; તે પછી પહેલા ત્રણ અોડા કરતાં દેવાદિ ત્રિક એટલે ‘સુદેવ, સુગુરુ અને સુધર્મ આદરું!' એ ત્રણ; પછી પહેલા ત્રણ પીડા કરતાં અદેવાદિ ત્રિક એટલે કુદેવ, કુગુરુ અને કુધર્મ પરિહરું!' એ ત્રણ; બીજા ત્રણ અોડા કરતાં જ્ઞાનાદિ ત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદરી' એત્રણ; બીજા ત્રણ પોડા કરતાં તેની વિરાધના એટલે “જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના અને ચારિત્રવિરાધના પરિહરું!' એત્રણ; ત્રીજી વાર ત્રણ અોડાકરતાં ત્રણ ગુમિ એટલે ‘મનોગુમિ, વચનગુમિ અને કાયગુમિ આદરું!' એ ત્રણ; અને ત્રીજી વાર છેલ્લે ત્રણ પખોડા કરતાં ત્રણ દંડ એટલે મનોદંડ, વચનદંડ અને કાયદંડ પરિહરું!' એ ત્રણ; એમ કુલ પચીસસ્થાને પચીસબોલ ચિંતવવા; આને મુહપત્તિના પચીસ બોલ પણ કહેવાય છે. એ ગુરુવન્દનનાં ૧૬ દારો પૈકી મુક્ષત્તિનાં પચીસસ્થાનકો રૂપ પહેલું દ્વાર કહ્યું, હવે દહનાં પચીસ સ્થાનકો રૂપ ગુરુવન્દનનું બીજું દ્વાર કહેવાય છે.
पायाहिणेण तिअ तिअ, बाहुसु सीसे मुहे अ हिअए अ । पिट्ठीइ हुंति चउरो, छ प्पाए देहपणवीसा ॥१॥
ભાવાર્થ– “પ્રદક્ષિણાનાકમે બે ભૂજાઓ, મસ્તક, મુખ અને હૃદય’ એ પાંચ સ્થાનોમાં ત્રણ ત્રણ એટલે પંદર તથા પીઠે ચાર અને પગમાં છ–એમ દેહપડિલેહણાનાં કુલ પચીસ સ્થાનકો છે.
- શ્રી પ્રવચનસારોદ્ધાર ગાથા ૯૭ ની ટીકામાં કહ્યું છે કે – શરીરની પડિલેહણાનાં એ પચીસ સ્થાનો પુરુષને આશ્રીને જાણવાં. સ્ત્રીઓને તો ઢાંકવા યોગ્ય અંગોકપડાથી ઢાકેલાં રાખવાનાં હોવાથી ‘બેહાથ, એક મુખ અને બે પગ એમ પાંચનાં ત્રણ ત્રણ મળી પંદર સ્થાનો જ છે. મસ્તકનાં ત્રણ, હૃદયનાં ત્રણ અને ખભાનાં ચાર એમ દશ સ્થાનો તેને ઓછાં જાણવાં. આ ગાથામાં જણાવેલાં પચીસ સ્થાનોનો વિધિ આ *પ્રમાણે કરવાનો છે. મુહપત્તિના પચીસ સ્થાનોમાં છેલ્લા ત્રણ પખોડા ક્ય પછી, જમણા હાથમાં વધૂટક કરેલી તે મુપત્તિ વડે જ પહેલાં ડાબા હાથનો (પાછળનો મધ્ય ભાગ, (તથા આજુબાજુનો) જમણો અને ડાબો ભાગ, એ ત્રણ ભાગોને અનુક્રમે પ્રમાર્જવા એવામભૂજાની ત્રણ પ્રમાર્જના (પડિલેહણા) જાણવી; પછી જમણા હાથની જેમ ડાબા હાથમાં મુપત્તિને વધૂટક કરીને પડવી અને તેનાથી જમણા હાથનો (પાછળનો) મધ્ય ભાગ તથા જમણો અને ડાબો ભાગ-એમ ત્રણ ભાગોને પ્રમાર્જવા રૂપ જમણી ભૂજાની ત્રણ પ્રમાર્જના જાણવી; તે પછી વધૂટક ખોલી નાખીને, તેબે પડવાળી મુક્ષત્તિને બેહાથથી બે છેડે પકડીને મસ્તક (લલાટ)ના મધ્ય, જમણા અને ડાબા ભાગને પ્રમાર્જવાથી મસ્તની ત્રણ પ્રમાર્જનાઓ થાય; તે પછી એ જ ક્રમે મુખ(હોઠ પાસે)ના મધ્ય, જમણા અને ડાબા ભાગને જો કે આ વિધિ મૂળ ગ્રંથમાં વન્દનસૂત્રની વ્યાખ્યામાં આગળ કહેવાશે, છતાં અહીં સ્પષ્ટ સમજવા માટે જરૂરી માનીને લખ્યું છે.