________________
પહેલું નમસ્કાર દ્વારા
(30)
શ્રાદ્ધદિનકૃત્ય નમસ્કારનો કેવો પ્રભાવ છે, કે જેનાથી આ ભવમાં પણ તમામ આપત્તિ નાશ પામે છે.”
શ્રીમતી ત્યાંથી આગળ ચાલતાં રાજપુત્ર પોતનપુર નગરે પહોંચ્યો. ત્યાં કોઇ શ્રીમંતને ઘેર મોટો મહોત્સવ ચાલી રહ્યો હતો. તે જોઇને કુમાર કોઇ પુરુષને ઉત્સવનું કારણ પૂછે છે. તે કહે છે કે- “સાંભળો. આ વૃત્તાંત ઘણો અજાયબીભરેલો છે. આ નગરમાં સુયત નામનો શ્રાવક વસે છે. તે શ્રાવકાચારમાં ઘણો જ નિપુણ છે. તેને શ્રીમતી નામની પુત્રી છે. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના મર્મને પામેલી તે કન્યા શુદ્ધ આચારને આચરનારી થઇ. તેના રૂપથી મોહિત થયેલા કોઇ મિથ્યાટિશ્રેષ્ઠિપુત્રે તેની માગણી કરી. અને તેના પિતાને સમજાવી મોટીધામધુમપૂર્વક તેણીને પરણ્યો અને પોતાને ઘેર લાવ્યો. ત્યાં રહી થકી શ્રીમતી ઘરનાં સઘળાય કાર્યો સુઘડતાપૂર્વક કરે છે, પરંતુ પરમ શ્રાવિકા હોવાથી પોતાના ધર્મને જરા પણ ચૂકતી નથી. તેણીની નણંદ વગેરે સઘળાય લોક ધર્મના દ્વેષથી ડગલેને પગલે તેણીના ઉપર ગુસ્સો કરે છે, તો પણ પોતાના જ કર્મનોવૈચિત્ર્યને ચિંતવતીશ્રીમતી ધર્મથી જરા પણ ચલચિત્તથતી નથી. દષ્ટિરાગને લઇને તેણીનો પતિ પણ ધીમે ધીમે તેના ઉપર વિરાગી થયો. અન્ય સ્ત્રીને પરણવાની અભિલાષાથી આને મારી નાંખવાની તેણે યોજના પણ ઘડી. ઘરના અંદરના ભાગમાં એક અંધારી ઓરડીમાં ઘડામાં તેણે સર્પ રાખીને ઘડો ઢાંકી દીધો. પછી તેણે શ્રીમતીને આદેશ કર્યો કે- “ઓરડામાં ઢાકેલા ઘડામાંથી મને પુષ્પો લાવી આપ.” પતિનો આદેશ પામતાં જ શ્રીમતી નવકાર ગણતી ગણતી ઘરના અંદરના ભાગમાં ગઇ. હૃદયમાં નવકારને સ્થાપવાથી ગાઢ અંધકારમાં પણ તેણીને ભય લાગ્યો. તેણીએ ઢાંકણ આવું કરીને ઘડામાં હાથ નાંખ્યો. નમસ્કારના પ્રભાવથી તુષ્ટ થયેલી શાસનદેવીએ સાપને ખસેડી ઘડામાં સુગંધી પુષ્પો ગોઠવી દીધાં હતાં. તે પુષ્પો લઇને તેણીએ પોતાના પતિને સોંપ્યાં. ચક્તિ થયેલા તેણે ત્યાં જઈને જોયું તો સાપ તો હતો જ નહીં પણ ઘડામાંથી દિવ્ય સુગંધ ફેલાતી હતી. હર્ષ પામેલા તેણે સહુને બોલાવી આ હકીક્ત જણાવી અને શ્રીમતીના પગમાં પડી વારંવાર પોતાના અપરાધની માફી માગી. શ્રીમતી સમજાવે છે કે- “બીજું તો નહીં પરંતુ હું એટલું ઇચ્છું છું કે- હજુ પણ આપ મારા કહેવાથી આત્મહિતને સાધો.” પછી ઉપશાન્ત થયેલા તેને શ્રીમતીએ અરિહંતપ્રભુનો ધર્મ સંભળાવ્યો, કર્મની લઘુતાથી તે પણ બોધ પામ્યો. સદ્ધર્મની કમિથી કુટુંબ પણ સંતોષ પામ્યું અને તેના હર્ષથી હે રાજપુત્ર! આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. સુશ્રાવિકાનું આ અદ્ભુત ચરિત્ર સાંભળી અત્યન્ત હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્ર સુમતિને કહે છે કે- ‘મિત્ર!આલોકમાં પણ નમસ્કારનું ફળ કેટલું મોટું છે? ધન, યશ, સુખ વગેરે તમામ સુંદર સામગ્રી એના પ્રભાવથી મળી શકે છે.'
| જિનદાસ રાજસિંહ અને તેના મિત્ર પોતનપુર નગરથી આગળ ચાલતાં ધીમે ધીમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. આખા નગરને આનંદકલ્લોલ કરતું જોઇને વિસ્મય પામેલા રાજકુમારે કોઇ એક નાગરિકને નગરના હર્ષનું કારણ પૂછ્યું. નાગરિક કહે છે કે – “આનગરમાં બલનામનોબળવાન રાજા છે. એકવાર અત્યન્તવૃષ્ટિ થવાથી નદીમાં મોટું પૂર આવ્યું. લોકો તે જોવા આવ્યા. એમાં એક હોશિયાર કોટવાળ પૂરમાં તણાતા મોટા બીજોરાને જોઇને નદીમાં પડ્યો અને બીજોરું લઇને રાજાને સોંપ્યું. એનો વર્ણ, એની સુંગધ તથા એનો સ્વાદ જોઇને રાજા ખુશ થઇ ગયો. અને કોટવાળનો સત્કાર કરીને તેને પૂછ્યું કે- “તેં આ ક્યાંથી મેળવ્યું? તેણે કહ્યું કે- “નદીના પૂરમાંથી.” ત્યારે રાજાએ પણ એનું મૂળ શોધી કાઢવાનો આદેશ કર્યો. તેની શોધ માટે નદીના કિનારે કિનારે ચાલતા તેવન સુધી પહોંચી ગયો. વનમાં જવા તૈયાર થાય છે, ત્યાં પાસે રહેલા ગોવાળિયાઓ કહે છે કે- ‘ભાઇ ! જે કોઇ અહીંધી ફળ