________________
શ્રાદ્ધદિનકૃત્ય
પહેલું નમસ્કાર દ્વાર
શિવકુમાર અહિંયા યશોભદ્ર નામનો શ્રેષ્ટિ થઈ ગયો. તે ઉત્તમ શ્રાવક હતો. શિવ નામનો તેને એક પુત્ર હતો, પરંતુ જુગાર વગેરે વ્યસનોમાં તે લંપટ હતો. તેનો પિતા તેને ખૂબ ખૂબ શિખામણ આપે છે, તો પણ તે ધર્મ નથી કરતો. એક વાર તેના પિતાએ હિતશિક્ષા આપતાં કહ્યું કે- બીજું તો કાંઇ નહીં પણ જ્યારે તારા ઉપર કોઇ ભયંકર આફત આવી ચડે, ત્યારે તું પંચપરમેષ્ઠિનમસ્કારમંત્ર યાદ કરજે, જેથી તારી આફત ઉતરી જશે.' પિતાના આગ્રહથી તેણે આ વાત સ્વીકારી. તેનો પિતા પણ આરાધનાપૂર્વક મરીને દેવ થયો.
' હવે દારૂડીઆઓ, જુગારીઆઓ વગેરે દુર પુરુષોના સંસર્ગથી શિવ પોતાની તમામ સંપત્તિ ગુમાવી બેઠો. ધન વિના તો કોઈ સ્થાને આદર-સત્કાર પણ પામ્યો નહીં. કોઇ તેના સામું પણ જોતું નથી.
નિસ્તેજ એવા શિવને જોઇને, કોઇ એક ત્રિદંડી જાણે દયાથી ઉભરાતો હોય, તેમ તેના દુ:ખનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે શિવે પોતાની નિર્ધનતાનું દુઃખ રજૂ કર્યું. પરિવ્રાજક (ત્રિદંડી) કહે છે કે- “જો તું મારું કહ્યું માને, તો ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઇ જાય.' શિવ કહે છે કે- “ચોક્કસ હું આપનું કહ્યું કરીશ અને આપની કૃપાથી મારી નિર્ધનતા નાશ પામે!'
પછી પરિવ્રાજકના આદેશથી શિવ કોઇ એક સ્થાનેથી અક્ષતશબ લાવ્યો. કાળીચૌદસની રાત્રિએ શિવ પાસેથી પુષ્પાદિક અને અન્ય સામગ્રી મંગાવીને ત્રિદંડી સ્વયં એક ભયાનક મશાનભૂમિ ઉપર ગયો. ત્યાં તેણે એક દેદીપ્યમાન માંડલું બનાવ્યું અને શબના હાથમાં એ તિક્ષ્ણ ધારવાળી તલવાર મૂકી. પછી શબ-મડદાના પગને તળીએ તેલ ઘસવાનો શિવને આદેશ કરી દુઝ બુદ્ધિવાળો ત્રિદંડી નિધળચિત્તે મંત્રનું સ્મરણ કરવા લાગ્યો.
આ બધા કારસ્તાન ઉપરથી શિવ પણ સમજી ગયો કે- પોતે આફતમાં છે. તે વિચાર કરે છે કે- ‘ભયંકર શ્મશાનભૂમિ, કાળી અંધારી રાત્રિ, દૂર ત્રિદંડી અને ઉઘાડી તલવારવાળું આ શબ, આ બધું જોતાં લાગે છે કે– મને મારી નાંખવાનો ત્રિદંડીનો આ સમારંભ છે. બીજી વાત એ છે કે- હવે અહીંથી નાસી છૂટવું પણ શક્ય નથી, કોઇ સહાય આપે એમ પણ નથી. હવે શું કરવું?' આ ચિંતાથી તે ભયભીત થયેલો છે. તે જ વખતે પોતાના પિતાની * હિતશિક્ષા તેને યાદ આવી. એકાગ્ર મને તે પંચપરમેષ્ઠિનમસ્કાર યાદ કરવા લાગ્યો. બીજી બાજુથી ત્રિદંડીના તીવ્ર મંત્રથી શબ ઊભું થઇને ચાલવા લાગ્યું પણ તરત જ નીચે પડ્યું. ફરી સ્થિરચિત્તે ત્રિદંડી મંત્ર ભણવા લાગ્યો. ફરીથી શબ ઊભું થયું અને ફરીથી નીચે પડ્યું. શંકાશીલ બનેલો ત્રિદંડી શિવને પૂછે છે કે- ‘ભાઈ! તું કાંઇ મંત્રતંત્ર જાણે છે કે શું?' શિવને ખબર નથી કે પોતાના નમસ્કારના પાઠથી ત્રિદંડીનો મંત્ર અને પરિશ્રમ નિષ્ફળ જાય છે, એટલે એ તો ભોળાભાવથી કહે છે કે- હુંકાંઇ જ જાણતો નથી.’ પુન: બન્ને જણ પોતપોતાના મંત્રો યાદ કરવા લાગ્યા. ત્રિદંડીએ મંત્રના બળથી શબને વૈતાલથી અધિષ્ઠિત કરેલ, પણ નમસ્કારના પ્રભાવથી શિવને કંઇ જ નુકશાન થયું નહીં, બલ્ક જે દેવાધિષ્ઠિત શબથી ત્રિદંડીએ શિવને મારી નાંખવાની યોજના ઘડી હતી, તેનાથી તે પોતે જ મરાયો. શબના હાથમાં રહેલી તલવારથી તેનું જ મસ્તક કપાયું અને તેમાંથી સુવર્ણપુરુષ ઉત્પન્ન થયો. તેના દરેક અંગો સુવર્ણના હોય છે. અને સુવર્ણપુરુષ મંત્રાધિષ્ઠિત હોવાથી તેના અંગોપાંગમાંથી જેટલું સુવર્ણકાઢવામાં આવે, તેટલું જ સુવર્ણ ફરીથી બીજે દિવસે ભરાઇ જાય. પુષ્યશાળી શિવને સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઇ એટલે એને ભૂમિમાં ગુમ રીતે રાખી, તેમાંથી પોતાની ઇચ્છાનુસાર સુવર્ણ મેળવી અલ્પકાળમાં તે મોટો શ્રીમંત થઇ ગયો. તેને હવે ખાત્રી થઈ ગઈકે-“આ બધુંય ધર્મનું ફળ છે, લક્ષ્મીતો વિનાશશાળી છે. આમ સમજી તે ખૂબ ખૂબ દાન દેવા લાગ્યા અને તેણે જ ચૈત્ય બંધાવ્યું છે. આ વૃત્તાંત સાંભળીને રાજસિંહકુમાર પોતાના મિત્રને કહે છે કે- 'ભાઈ જો તો ખરો,