________________
શ્રાદ્ધદિનકૃત્ય
(31)
પહેલું નમસ્કાર દ્વાર લઇ જાય છે, તે અવશ્ય મૃત્યુ પામે છે, માટે ફળની લાલચ રાખીશ નહિ.' તેણે તો ખાલી હાથે પાછા ફરીને રાજાને હકીકત જણાવી. ફળની લાલસાને આધીન થયેલો રાજા પણ મર્યાદા મૂકીને કહે છે કે– ‘તારે વારાફરતી એકેક માણસને મોક્લીને હંમેશને માટે મારા માટે એક બીજોરું મંગાવવું.' નગરના તમામ લોકોના નામની પત્રિકા લખીને કોટવાળે ઘડામાં નંખાવી અને હંમેશા કુમારી કન્યા મારફત ચિઠ્ઠી કઢાવે છે. જેના નામની ચિઠી નીકળે, તેને વનમાં મોક્લી તેના દ્વારા બીજોરું મંગાવે છે. પછી તે જનારો તો બિચારો મરણ જ પામે છે. આમ રોજ એક એક માણસને મરવું પડે છે, એટલે લોકો તો બિચારા ત્રાસી ગયા. એવામાં એક વાર જિનદાસ નામના શ્રાવકનો વારો આવ્યો. હવે મરવાનું જ છે તો અન્તિમ આરાધના માટે કરી લેવી જોઇએ – એમ વિચારી, ધર્માત્મા એવો તે ગૃચૈત્યમાં પૂજા કરી, સહુને ખમાવી, આગાર સહિત પચ્ચખાણ કરી, મનની સમાધિને જાળવી બીજોરું લેવાને વનમાં ગયો. ઉચ્ચ સ્વરે નમસ્કારને ગણતો જિનદાસ વનમાં પેઠો. વ્રતની વિરાધનાથી વ્યંતરમાં ઉત્પન્ન થયેલો એક શુદ્ર દેવતાત્યાનો અધિષ્ઠાયક હતો. નવકારના શ્રવણથી તેને પોતાના પૂર્વજન્મનું ભાન થયું, એટલે શ્રાવકની પાસે આવી હાથ જોડીને તે ભક્તિપૂર્વક કહે છે કે- “આપે મને ધર્મ પમાડ્યો, માટે આજથી આપ મારા ગુરુ છો, મારા માટે પૂજ્ય છો, આપ આપના સ્થાને રહેજો. હું આપને હંમેશા ફળ આપી જઇશ.’ જિનદાસ કૃતકૃત્ય થઇ પાછો ફર્યો અને તેણે રાજાને બધી વાત કરી. રાજા અત્યંત ખુશ થઇ ગયો અને જિનધર્મની સ્તુતિ કરવા લાગ્યો. જિનદાસનો પણ તેણે ઘણો સત્કાર કર્યો. આખા નગરમાં હર્ષ ફેલાયો. અને આ કારણે તે રાજપુત્ર! હાલમાં અહીંના રાજાએ આ ઉત્સવ કરાવ્યો છે.” ઉત્સવનું કારણ સાંભળીને રાજકુમાર સુમતિને કહે છે કે- “પરમેષ્ઠિનમસ્કારનું આ કેવું ફળ છે કે આ ભવમાં જ તે સુખને આપનારો થાય છે.' હવે નમસ્કારના પારલૌકિક ફળ સંબંધી ચંડપિંગલનું દષ્ટાંત જોઇએ :
ચંડપિંગલા ચોર આગળ ચાલતાં રાજપુત્ર અને તેનો મિત્ર વસંતપુર નગરે પહોંચ્યા. ત્યાં સહુ કોઇને નવકાર ગણતાં જોઇ વિસ્મય પામેલો કુમાર મિત્રને પૂછે છે કે- “અહીંનો સમસ્ત લોક ઉલટભેર નવકારનો પાઠ કરે છે, તેનું કારણ શું છે? તેની જરા તપાસ કરી જૂઓ. કોઈની પાસેથી બાતમી મેળવીને કુમાર પાસે આવીને સુમતિ કહે છે કે આ નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્રા નામની ગુણસંપન્ન રાણી હતી. ચંડપિંગલ નામનો ચોર ક્યાંકથી આવીને હંમેશાં નગરને સતાવતો હતો. એક વાર તો રાજાના ભંડારને ફોડીને તેમાંથી સુંદર હાર ચોરી ગયો અને જઇને તે જ નગરીમાં કલાવતી નામની કોઇક કલાસંપન્ન ગણિકાને તે હાર આપ્યો તથા તેણીની સાથે ભોગસુખ ભોગવવા લાગ્યો. એવામાં અનંગત્રયોદશી આવી. તે મહોત્સવ પ્રસંગે સઘળીએ વેશ્યાઓ અલંકારો પહેરી, શણગાર સજીને વનમાં ક્રીડા કરવા આવી પહોંચી. કલાવતી પણ ચોર પાસેથી મેળવેલો હાર પહેરીને સૌની સાથે આવી. તે વખતે મહારાણીની દાસીઓ પણ ઉત્સવ જોવા આવેલી. આ મનોહર હાર જોઇને તેણીએ ઓળખી લીધો અને જઇને રાણીને વાત કહી. રાણીએ રાજાને વાત કરી અને રાજાએ મંત્રીને કહ્યું કે- ‘હાલમાં આ કલાવતી કોની સાથે સંગ કરે છે તે તપાસજો.’ મંત્રીએતપાસ કરીને ચંડપિંગલ સાથે રહે છે તેમ રાજાને જણાવ્યું. રાજાએ કલાવતીના ઘરને ઘેરી લીધું. ચંડપિંગલને પકડી લીધો અને શૂળીએ ચડાવ્યો. કલાવતી વેશ્યા હોવા છતાં અલ્પાશે શ્રાવિકાનો આચાર પાળનારી હતી. તેણીને થયું કે- “અહો! ખેદની વાત છે કે- મારા પ્રમાદથી આ બિચારો આવી દશાને પામ્યો. * મારે પણ આજથી માંડીને બીજા પુરુષોથી સર્યું. હવે તો હું આને નવકાર આપું.' આમ વિચારી, શૂળી પાસે જઇને તેણીએ તેને નવકાર આપ્યો અને ‘આ નમસ્કારના પ્રભાવથી હું મારીને આ જ રાજાનો પુત્ર થાઉં” આવું નિયાણું