________________
પહેલું નમસ્કાર દ્વાર
( 32
)
શ્રાદ્ધદિનકૃત્ય
એની પાસે કરાવ્યું. ચોર મરીને બરાબર રાજાનો જ પુત્ર થયો, કારણ કે- ફળપ્રદાનમાં નમસ્કાર કામધેનુતુલ્ય છે. રાજાએ જન્મોત્સવ ર્યો અને પુરંદર એવું એનું નામ પાડ્યું. તેના મરણથી ગર્ભનો કાળ જાણીને કલાવતી સમજી ગઇ કે- ‘આ રાજપુત્ર જ મારો પ્રાણપ્રિય છે.' રાજપુત્રને તેણી વારંવાર રમાડવા લાગી અને જો તે રૂદન કરતો હોય, તો કહે કે- “રડીશ નહિ!’ ચંડપિંગલને વારંવાર પોતાનું પૂર્વનું વૃત્તાંત સાંભળીને અને કલાવતીની મુખમુદ્રા જોઇને પૂર્વભવ યાદ આવ્યો. જિતશત્રુના અવસાન બાદ તે પુરંદર રાજા થયો. અને કલાવતીએ અન્ય કોઇ પુરુષનો સંગ કર્યો નથી, એવું જાણવાથી તેણીનો સ્વીકાર કર્યો. આ સઘળું નવકારનું ફળ છે, એમ જાણી જિનધર્મમાં રક્ત થયેલો રાજા હંમેશાં નવકારનું પઠન કરે છે. ત્યારથી લોક પણ નવકાર ગણવા લાગ્યો છે. આ કહેણી ખોટી નથીકે- “યથા, રાના તથા પ્રજ્ઞા ' સુમતિના મુખથી આકથાનક સાંભળી સંતોષ પામેલો રાજપુત્ર કહે છે કે- જૂઓ! આ ચોરને પરલોકમાં આ મંત્ર કેવી સુંદર રીતિએ ફળ્યો.”
હવે પરલોકના ફળને દર્શાવતું હુંડિક યક્ષનું દષ્ટાન્ત વિચારીએ.
|
ડિક યક્ષ
આગળ ચાલતાં રાજસિંહ અને સુમતિ મથુરા નગરીએ પહોંચ્યા. ત્યાં પૂર્વદિશામાં યક્ષનું મંદિર જોયું. તેની આગળના ભાગમાં શૂળીએ ચડાવેલ ચોર અને તેને અપાતો નમસ્કાર, આવું દશ્ય જોવામાં આવ્યું. આ અદ્ભુત ઘટના જોઇને રાજપુત્રત્યાના પૂજારીને પૂછે છે કે- 'ભાઇ, આ શુંબીના છે, તે જણાવતો ખરો.” પૂજારી કહે છે કેઅહીં શત્રુમર્દન રાજા છે, તથા આ નગરમાં જિનદત્ત નામનો શ્રેષ્ઠિ છે. તે શ્રાવક છે, દયાળુ છે, તથા સત્ત્વશાળી છે. એક વાર અહીંયા હુંડિક નામનો કળાબાજ ચોર ચોરી કરવા આવ્યો અને કોઇ શેઠના ઘરમાં ખાતર પાડી ચોરી કરવા ગયો ત્યાં પકડાયો. રાજપુરુષોએ પકડીને તેને રાજાને સોંપ્યો. રાજાએ પણ હુકમ કાઢયો કે- ‘વિડંબના પમાડીને એને ફાંસીએ લટકાવો.' રાજપુરુષોએ ચોરે અને ચૌટે જાહેરાત કરીને નાગરિકોને જણાવ્યું કે- ‘આહુડિક ચોરે ચોરી કરેલી હોવાથી એને વધનાં સ્થાને પહોંચાડવામાં આવે છે. બીજો પણ જો કોઇ આવો ગુન્હો કરશે, તો તેને પણ તેવી જ શિક્ષા કરવામાં આવશે. કારણ કે- આપણો ન્યાયનિષ્ઠ રાજા પોતાનો અપરાધ પણ સહન કરે તેવો નથી.' ગધેડા ઉપર બેસાડી, આખા નગરમાં ફેરવી, અનેક વિટંબણાઓ પમાડીને તેને ફાંસીના સ્થાને લઇ ગયા અને ફાંસીએ લટકાવ્યો. એ વખતે કોણ કોણ એને કઇ કઇ સહાય આપે છે, તે જાણવા માટે ચરપુરુષોને મૂકી દીધા. અતિ તાપની પીડાથી તેને બિચારાને તૃષા ખૂબ લાગી હતી, એટલે જે કોઇ પાસે જાય તેની પાસે તે પાણી માગવા લાગ્યો, પરંતુ રાજાના ભયથી કોઇ એને પાણી સુદ્ધાં આપતું નથી. હવે એ જ માર્ગે થઇને જિનદત્ત શ્રેષ્ઠિ આવ્યો. જ્યારે એની પાસે પાણી માગ્યું, ત્યારે દયાળુ શ્રેષ્ઠિએ કહ્યું કે હું તને પાણી પાઇશ, પણ તું એકાગ્ર મને નમસ્કારમંત્રને યાદ કર, કે જેથી તારી સદ્ગતિ થાય. હિંસા કરનારો, જૂઠ બોલનારો, ચોરી કરનારો, પરસ્ત્રીગમન કરનારો અને બીજા પણ નિંદનીય મહાપાપોમાં રક્ત તથા આવા પાપોને પરવશ થઇને જે દુર્ગતિમાં જવાને જ સરજાયેલ છે, એવો મનુષ્ય પણ જો આ મહામંત્રને એક છેવટની ઘડીએ પણ સાચા દિલથી સંભારી લે છે, તો તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે. શ્રાવકના વચનથી તે ચોર સર્વ દુ:ખને હરનાર તે મહામંત્રને વારંવાર યાદ કરવા લાગ્યો. હવે શ્રાવક ઘેર જઇ પાણી લઇને પાછો ફરે છે, ત્યાં તો ચોર પ્રાણમુક્ત થયો અને મહર્થિક યક્ષોમાંદેવ તરીકે ઉત્પન્ન થયો. લોકમાં પણ કહેવાય છે કે- “અંતે જેવી મતિ તેવી ગતિ.” આ પછી ચરપુરુષોએ જઇને રાજાને જિનદાસનો વૃત્તાન્ત જણાવ્યો. એના માટે પણ રાજાએ ફાંસીનો હુકમ કાઢ્યો. રાજપુરુષોએ ગધેડા ઉપર બેસાડી, એની વિટંબણા કરવાની જ્યાં તૈયારી કરી, ત્યાં તો યક્ષદેવતાએ પોતાના ગુરુની આ દશા જોઇ, નગરના લોકોને