________________
શ્રાદ્ધદિનકૃત્ય
(33)
પહેલું નમસ્કાર દ્વાર શિક્ષા કરવા માટે એક પત્થરની મોટી શિલા બનાવી અને રાજા વગેરે લોકોને ઉદ્દેશીને કહ્યું કે- 'રે, અધમ પુરુષો! આ તમે શું માંડ્યું છે? કરુણાના સાગર અને મારા સ્વામી શ્રી જિનદત્તની જો વિટંબના કરી, તો સમજી લેજો કેતમને સૌને આ શિલાથી ચૂરી નાંખીશ.” આ સાંભળતાં જ રાજા વગેરે તમામ લોકો એટલા ભયભીત થઇ ગયા, કે જેની વિટંબના કરવા ધારી હતી, તેની જ પુષ્પાદિકથી પૂજા કરવા લાગી ગયા. મરણનો ભય કોને ન હોય? નમસ્કાર કરીને વિનંતી કરે છે કે- સ્વામિન્ ! અજ્ઞાનથી અમે જે અપરાધ કર્યો તેની ક્ષમા કરો.' યક્ષ કહે છે કે‘આશ્રાવકનું તમે બધા શરણું સ્વીકારો અને પૂર્વદિશામાં મારું મંદિર કરાવો.પછી રાજાએ ગંધહસ્તિ ઉપર શ્રેષ્ઠિને બેસાડીને નગરમાં પ્રવેશ કરાવ્યો અને વારંવાર પોતાની ભૂલની માફી માગી તથા શ્રાવકની પ્રતિમા સહિત હુંડિક યક્ષનું મંદિર બંધાવ્યું. આ સાંભળી હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્રને કહે છે કે- “નમસ્કારના સ્મરણથી આ ચોર પણ જેમ મહર્ધિક યક્ષ થયો, તેમ હું પણ પૂર્વે ભીલ હતો અને પરમેષ્ઠિમંત્રના પ્રતાપે આજે રાજકુળના સુખ ભોગવું છું.' રાજપુત્રની આ વાત સાંભળીને સુમતિ પૂછે છે કે- “આપવળી ભીલ શી રીતે હતા?' કુમાર પોતાનો પૂર્વભવ જ્યારે કહી સંભળાવે છે, ત્યારે આશ્ચર્ય પામેલો સુમતિ કહે છે કે- “ખેર ! મને તો લાગે છે કે- આપ આપના પૂર્વભવની રનવતીને પરણવા જ નીકળ્યા છો, પરંતુ તેણી તો પુરુષમાત્રની દ્રષિણી છે, એટલે એણીને જોવી પણ અશક્ય છે, તો પછી વાતચીતનો પ્રસંગ મળે જ શાનો?'
કુમાર કહે છે કે- ‘મિત્ર! આવી ચિંતા શા માટે કરવી? કેમકે – જેની ચિંતવના પણ ન કરી હોય, તેવાં કાર્યો પણ વિધિ પાર પાડી આપે છે. અને પુરુષે ગમે તેટલું ધાર્યું હોય પણ જો વિધિ વિપરીત હોય, તો એક પણ કામ પાર પડતું નથી.'
- કુમાર પોતાના મિત્રસહિત તે નગરથી આગળ ચાલ્યો. કેટલીક વારે તેઓ કોઈ એક સરોવરે પહોંચ્યા. તાપ ખૂબ પડતો હતો. ઉપરાન્ત રસ્તાનો થાક પણ લાગેલો, એટલે કુમારને ઘણી જ તૃષા લાગી હતી. સરોવરના કિનારે સ્નાનાદિ કરીને રાજપુત્ર વિશ્રાન્તિલેવા માટે ક્ષણવારને માટે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. સુમતિ બાજુઓની લતાઓમાં જેટલામાં પુષ્પો એકઠાં કરવા ગયો, તેટલામાં તેણે આકાશમાર્ગે આવતા કોઇ વિદ્યાધરને જોયો. દેવકુમાર જેવા કુમારને જોઇને તેને ચિંતા થઇ કે- “મારી પાછળ આવતી મારી સ્ત્રી આને જોઇને જરૂર રાગી થશે.' આ ચિંતાથી તેણે લતાઓમાંથી અમુક ઔષધિ ગ્રહણ કરીને, ઘસીને, કુમારના ઉપર છાંટી. તરત જ કુમાર સ્ત્રી સ્વરૂપ થઇ ગયો. વિદ્યાધરના ગયા બાદ તરત જ એની સ્ત્રી એ માર્ગે આવી પહોંચી. સ્ત્રીના સ્વરૂપમાં કુમારને જોઇને તેણીને ચિંતા થઇ કે- ‘આ સ્ત્રીને જોઇને મારો પતિ આનામાં આસક્ત થશે.” આ વિચારથી તેણીએ બીજી ઔષધિ છાંટીને કુમારને પુરુષ સ્વરૂપમાં કરી દીધો. સુમતિ લતાઓની મધ્યે રહી આ બધું જોઈ રહ્યો હતો. કુમાર જાગ્યો એટલે એને બન્ને ઔષધિઓ બતાવી અને તેની શું અસર નીપજે છે, વગેરે વૃત્તાન્ત કહ્યો.
પછી આગળ ચાલતાં તેઓ પદ્મપુરનગરે પહોંચ્યા. ત્યાં સુવર્ણમય જિનાલયમાં બન્ને જણાં સ્ત્રીનું રૂપ લઈને ગયા. રત્નાવતી પણ સ્ત્રીઓના પરિવારની સાથે તે જ સમયે ત્યાં આવી પહોંચી. પુષ્પ-ચંદનાદિથી પ્રભુપૂજા કરીને પાછા ફરતાં, રાજપુત્રીએ દેવાંગના જેવી કુમારસ્ત્રીને જોઇ, અને જોતાં જ હર્ષ પામીને પૂછ્યું કે- ‘તું ક્યાંથી આવી છો ?' મિત્રસ્ત્રીએ કહ્યું કે- “મારી સખી અન્ય સ્થાનેથી અહીં આવી છે. ફરી રત્નવતી કહે છે કે- તારી સખીને જોતાં જ મને અપૂર્વઆનંદ થાય છે– ઉલ્લાસથાય છે, તો તમે બંને મારે ઘેર પધારો. બંને કૃત્રિમ સ્ત્રીઓ ત્યાં ગઇ અને ઘણી વખત ત્યાં રહી. પ્રસંગ પામીને એક વાર કુમારસ્ત્રીએ રાજપુત્રીને કહ્યું કે- 'હજી તારા પૂર્વભવના પતિ ભીલનો પત્તો લાગી શક્યો નથી અને અનુપમ પતિ વિના ગમે તેવી રૂપસંપન્ન અને મનોહર કન્યા પણ શોભા