________________
પહેલું નમસ્કાર દ્વારા
( 34 )
શ્રાદ્ધદિનકૃત્ય. પામતી નથી, તો હવે તો કોઇ યોગ્ય રાજકુમારને પસંદ કરીને તું લગ્ન કરી લે તો ઠીક થાય.'
રત્નાવતીએ કહ્યું કે- “મારા પૂર્વભવના પતિ સિવાય દેવેન્દ્રને પણ હું વરવાની નથી.”
કુમારસ્ત્રી કહે છે કે- ‘જો એમ છે, તો અરણ્યમાં રહેલા માલતી પુષ્પની માફક ભોગ વિનાનું તારું યૌવન નિષ્ફળ જશે.'
રાજપુત્રી કહે છે કે- ‘પતિ કરવાનો છે, તે ચિત્તની શાન્તિ માટે કરવાનો છે અને તે શાન્તિ મને તારાથી જ મળી રહે છે, તો મારે હવે બીજા કોઇનું કામ નથી.”
કુમારસ્ત્રી પૂછે છે કે- ‘તારા પૂર્વપતિને ઓળખવો શી રીતે ? તે તો કહે.' રાજપુત્રી કહે છે કે મારી પૂર્વજન્મની કરણી જે જાણતો હોય, તે જ મારો સ્વામી છે.
કુમારસ્ત્રી બોલી કે- “દમસારમહર્ષિએ બતાવેલા નમસ્કારનું નિરંતર સ્મરણ કરતાં મરીને તું રાજપુત્રી થઈ છો.'
આ સાંભળતાં જ રાજપુત્રી એની સખીને પૂછે કે- “આ તારી સખી સ્વયં આ વાત જાણે છે કે કોઇની પાસેથી જાણીને મને કહે છે ?'
સખી જણાવે છે કે- “આ સ્વયં જાણીને કહે છે. અને આજે તારો પૂર્વજન્મનો પતિ છે, માટે તો તારું મન આને વિષે કરે છે. બીજું એની ચેષ્ટા વગેરે પણ પુરુષને અનુરૂપ હોય એવું લાગે છે. વળી પતિસમાગમથી સ્ત્રીઓમાં જે વિકાર દેખાય, તેવા વિકારો તારામાં આના સમાગમથી થતા દેખાય છે, માટે મારું તો માનવું છે કે- “ચોક્કસ આ જે તારો પૂર્વનો પતિ છે અને કૃત્રિમસ્ત્રીનું રૂપ લઇને અહીં આવેલ હોય એમ મને લાગે છે.’
પછી રત્નપતીના આગ્રહથી બંને કૃત્રિમસ્ત્રીઓએ બીજી ઔષધિનો ઉપયોગ કરીને પોતાનું પુરુષનું સ્વરૂપ પ્રગટ કર્યું.
કુમારનું રૂપ જોઇને અત્યંત હર્ષમાં આવેલી રાજકન્યાએ કહ્યું કે-હેનાથ! જેમ આપે આપનું રૂપ પ્રગટ કર્યું, તેમ કૃપા કરીને આપનું કુળ પણ અમને કહી સંભળાવો.”
કુમારની આજ્ઞાથી સુમતિએ સઘળો પ્રબંધ કહી સંભળાવ્યો. રાજાએ તે વૃત્તાંત જાણ્યો અને અત્યન્ત હર્ષથી પોતાની પુત્રી રાજકુમારને આપી તથા ભક્તિથી હાથી, ઘોડા વગેરે પણ આપ્યું. રાજસિંહ ભાગ્યથી પ્રાપ્ત થયેલાં ઉત્તમ કોટિનાં ભોગસુખો ભોગવવા લાગ્યો.
એના પિતાને આ વાતની ખબર પડતાં, દૂદ્વારા લેખ મોકલીને જણાવ્યું કે- “શ્રી મણિમંદિર નગરથી રાજા રાજમૃગાંક, કુમાર રાજસિંહને સ્નેહપૂર્વક-ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે- ‘અમે ક્ષેમકુશળ છીએ, પરંતુ તારો વિરહ અમોને સાલે છે, તારા દર્શન માટે અમે ઝંખીએ છીએ. બીજી વાત એ કે- મારી વૃદ્ધાવસ્થા છે અને વ્રત લેવાની અમારી મન:કામના છે, તો તું જલદી આવીને રાજ્યનો સ્વીકાર કર.”
કુમારને પણ પિતાને મળવાની ઉત્કંઠા થઇ. તેણે પદ્મરાજા પાસે વિદાયગીરી માંગી. તે ચતુરંગી સેના લઇને પોતાના નગરભણી ચાલ્યો. તેણે રવતીની સાથે હાથી ઉપર બેસીને નગરમાં પ્રવેશ કર્યો. તેણે ભક્તિથી માતાપિતાના ચરણોમાં નમસ્કાર કર્યો. પિતાએ તેને આશીર્વાદ આપ્યો અને વિચાર કર્યો કે- ‘પુન્ને રાજગાદીએ બેસાડીને હું હવે ધર્મનો આશ્રય કરું