________________
| 35 )
શ્રાદ્ધદિનકૃત્ય
પહેલું નમસ્કાર દ્વાર એટલામાં ઉદ્યાનપાલ આવી નમસ્કાર કરીને વિજ્ઞમિકરે છે કે- “રાજ ! ઉદ્યાનમાં આચાર્ય ગુણસાગર પધાર્યા છે.”
રાજા આનંદ પામે છે કે- “મારું કેટલું અહોભાગ્ય કે બરાબર અવસરે ગુરુમહારાજ પણ પધાર્યા.'
પછી રાજસિંહને ગાદીએ બેસાડ્યો. રાજા યાચકોને દાન આપી, જિનમંદિરોમાં પૂજા કરી, હાથી ઉપર બેસીને રાજસિંહની સાથે ગુરુ સમીપે ગયા. રાજાએ ગુરુને નમસ્કાર કરીને વિનંતી કરી કે- ભગવન્!કૃપા કરી મને દીક્ષારૂપી નૌકા આપો અને આ ભયાનક સમુદ્રથી તારો.’
' ગુરુએ વિધિપૂર્વક રાજાને વ્રતો આપ્યાં. રાજર્ષિ પણ તપતપીને સદ્ગતિ પામ્યો. રાજસિંહ અને રત્નવતી રાણીએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. પછી ગુરુને નમસ્કાર કરી રાજસિંહ રાજા પોતાને સ્થાને ગયો અને આચાર્ય મહારાજ પોતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા.
રાજસિંહે ચિરકાળ સુધી રાજ્યનું પાલન ક્યું. નમસ્કારના પ્રભાવથી બળવાન દુશ્મન રાજાઓ પણ તેને વશ થઇ ગયા. પોતાના સમસ્ત રાજ્યની ભૂમિને તેણે ચૈત્યોથી વિભૂષિત કરી.
હવે એક વાર જ્યારે રાજા માંદો પડ્યો, ત્યારે પોતાની અંતિમ આરાધના માટે રાજાએ પ્રતાપસિંહનામના પોતાના પુત્રને ગાદીએ બેસાડ્યો અને ધર્માચાર્યને બોલાવ્યા. તેઓનાં ચરણોમાં નમસ્કાર કરી રાજાએ હાથ જોડીને કહ્યું કે- 'ભગવન હવે અવસરોચિત કંઇક આદેશ કરો.”
ગુર કહે છે કે- “મહાનુભાવ! સઘળી આશંસા છોડી સખ્ય પ્રકારે આરાધના કર, જ્ઞાનાદિ આચારને વિષે લાગેલા અતિચારોનું કથનકર અને પુન: વ્રતોચ્ચારણકર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવ - એમ તમામ જીવોની સાથે ક્ષમાપના કરી લે. કોઇની પણ સાથે વૈરભાવ રાખીશ નહિ. હિંસા, જૂઠ, ચોરી વગેરે અઢારેય પાપોનો ત્યાગ કર. ભૂતકાળમાં પણ જે કોઇ પાપકાર્યો કર્યા હોય તેની આત્મસાક્ષીએ નિંદા કર. વિધિપૂર્વક દાન-શીલાદિ જે સુકૃતો કર્યા હોય, તેની મનવચન-કાયાથી અનુમોદના કર. અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીતધર્મ – એ ચાર શરણ કરવા લાયક છે, તેનું તું શરણું સ્વીકાર. ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર અને વારંવાર નવકારનું સ્મરણ કર.
- હું કોઇનો નથી અને મારું કોઇ નથી.' - આ પ્રમાણેની ભાવનાવડે દેહમાં પણ નિર્મમ બની જિનચરણોની સેવાની જ એક આશંસા રાખ.'
આ પ્રમાણે સમાધિપૂર્વકની આરાધનાથીરાજસિંહભરીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનાં આયુષ્યવાળો દેવેન્દ્ર થયો.
રત્નવતી પણ આરાધનાપૂર્વક મરીને દેવલોકમાં જ ઉત્પન્ન થઇ. ત્યાંથી ચવીને બંને આત્માઓ મોક્ષસંપત્તિને પામશે.
આ પ્રમાણે નમસ્કારનાં સ્મરણથી ભીલ-ભીલડીને મળેલાદેવ-મનુષ્યનાં સુખો અને પરંપરાએ મુક્તિનું સુખ તથા બીજા દષ્ટાંતોમાં પણ જે ફળ બતાવ્યું, તે સમજીને, હે ભવ્ય જીવો! પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રને તમે નિરંતર યાદ કરો, કે જેથી તમારો પણ ભવનો ભય નાશ પામે.
(‘નમસ્કાર મહામંત્ર પુસ્તકમાંથી સાભાર અક્ષરશ: ઉદ્ધત)