________________
પહેલું નમસ્કાર દ્વાર
(36)
શ્રાદ્ધદિનકૃત્ય નવકાર સંબંધી વિસ્તૃત વિવેચન
નવકારનો જાપ મિટાવે સંતાપ આધ્યાત્મિક સાધના કરવા માટે જ્ઞાનયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ અને ઉપયોગ વગેરે અનેક યોગો છે. એ બધાયોગોમાં જપયોગ અત્યંત સરળ છે. આથી જપયોગ જે કોઇ ઇચ્છે તે કરી શકે છે. વિદ્વાન હોય કે અભણ હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, પુરુષ કે સ્ત્રી, શ્રીમંત કે ગરીબ સૌ કોઇ જપયોગની સાધના કરી શકે છે. જપ એટલે ઈષ્ટદેવના નામનું કે મંત્રનું વારંવાર રટણ કરવું. જપ શબ્દમાં જ અને ૫ એમ બે અક્ષરો છે. તેમાં જ એટલે જન્મમરણના ફેરા ટાળે, ૫ એટલે પાપનો નાશ કરે. પાપોનો નાશ કરે અને જન્મ-મરણના ફેરા ટાળે તે જપ. વારંવાર બોલાતા મંત્રનાકે નામના ધ્વનિઓ શરીર પર અને ચિત્ત પર સૂક્ષ્મ અસર કરે છે, વારંવાર બોલાતા કે સંભળાતા શબ્દો શુભ હોય તો ચિત્ત ઉપર સારી અસર કરે છે અને અશુભ હોય તો અશુભ અસર કરે છે.
જૈનધર્મમાં જાપ કરવા માટે અનેક મંત્રો છે. એ બધા મંત્રોમાં નમસ્કારમંત્ર સર્વોત્તમ મંત્ર છે. મંત્ર શબ્દમાં મ' અને ત્ર’ એમ બે અક્ષરો છે. તેમાં મેં એટલે મનન. ત્ર' એટલે રક્ષણ. મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર. નમસ્કારમંત્ર જાપ કરનારનું અવશ્ય રક્ષણ કરે છે. હા, નમસ્કારમંત્રના જાપમાં એકાગ્રતા હોવી જરૂરી છે, અને શ્રદ્ધાનો સથવારો પણ જોઇએ. શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી કરેલા જાપથી અવશ્ય ફળ મળે. માટે જ કહ્યું છે કે– નપાત્ સિદ્ધિઃ જાપથી સિદ્ધિ થાય છે. જાપમાં એકાગ્રતા આવે એ માટે જાપકરતાં કરતાં તેના અર્થનું ચિંતન કરવું જોઇએ. આ વિષે પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે- તZ: તર્થમાવનમ્ =જેનો જાપ કરતા હોઇએ તેના અર્થની ભાવના સહિત જાપ કરવો જોઇએ. અર્થના ચિંતન વિના થતા જાપમાં અને અર્થના ચિંતન સહિત થતા જાપમાં ઘણો ભેદ છે. રામ” “રામ” એ પ્રમાણે પોપટ પણ બોલે અને યોગી પણ બોલે. પણ પોપટનો એ પાઠ નિષ્ફળ છે.
નમસ્કારમંત્રના જાપ વખતે અર્થનું ચિંતન થઇ શકે એ માટે નમસ્કારમંત્રના અર્થને સમજવાની જરૂર છે. આથી આપણે અહીં નમસ્કારમંત્રના અર્થને અને તેના મહિમાને વિચારીએ...
નમો અરિહંતાણં = અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. નમસ્કારના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તેમાં દ્રવ્ય નમસ્કાર એટલે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઘૂંટણભેર થઈને પગે લાગવું, ભૂમિનો મસ્તકવડે સ્પર્શ કરવો વગેરે. ભાવ નમસ્કાર એટલે જેમને વંદન કરતા હોઈએ તેમના પ્રત્યે સન્માનની ભાવના રાખવી, શ્રદ્ધા રાખવી, ભક્તિ રાખવી, તથા તેમના કરતાં આપણે ગુણોમાં નીચા છીએ એવો ખ્યાલ રાખવો. આમાં ભાવ નમસ્કારની મુખ્યતા છે.
નમ: પદ પહેલાં કેમ મૂક્યું? પ્રશ્ન - ‘અરિહંતાણં નમો’ એમ બોલવામાં આવે કે “નમો અરિહંતાણં' એમ બોલવામાં આવે તો પણ બંનેનો ‘અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો જ એક સરખો અર્થ થાય છે. તો પછી અહીં “અરિહંતાણં નમો’ એમ પાઠ શા માટે ન રાખ્યો?
ઉત્તર :- ૧. નમ: શબ્દનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર આરાધના છે અને અરિહંત આરાધ્ય ( આરાધનાને યોગ્ય) છે. “આરાધના અને આરાધ્ય એ બેમાં આરાધનાની મહત્તા વધારે છે.” એમ સૂચવવા નમ: પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. આરાધનાનું મહત્ત્વ વધારે એટલા માટે છે કે સાક્ષાત્ અરિહંતનો યોગ ન થાય તો પણ અરિહંતની આરાધના કરનાર તરી જાય છે અને અરિહંતની આરાધના કરે તો સાક્ષાત્ અરિહંતનો યોગ થાય તો પણ નતરે સાક્ષાત્ અરિહંતનો યોગ ન થવા છતાં જંબૂસ્વામી વગેરે અરિહંતની આરાધનાથી તરી ગયા. સાક્ષાત્ અરિહંતનો યોગ થવા છતાં અરિહંતની વિરાધનાથી ગોશાળા વગેરે જીવોએ સંસારનું પરિભ્રમણ વધાર્યું.