________________
શ્રાદ્ધદિનકૃત્ય
(37)
પહેલું નમસ્કાર દ્વાર આપણને પણ ભૂતકાળમાં અનંતવાર સાક્ષાત્ અરિહંતનો યોગ થયો, પણ અરિહંતની સાચી આરાધનાન કરી, એથી આપણું કલ્યાણ ન થયું. આમ નમ: પદ પહેલાં મૂકીને જ્ઞાનીઓએ આપણને એ સૂચન કર્યું છે કે કલ્યાણ સાધવું હોય તો અરિહંતની સાચી આરાધના કરવામાં તત્પર બનો.
૨. નમ: પદ નમ્રતાનું સૂચક છે. “જે ભાવથી નમે છે – વંદન કરે છે તે જ ધર્મ પામી શકે છે.” એ સૂચવવા પણ નમ: પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. ધર્મપ્રાપ્તિનું મુખ્ય કારણ વંદન ( નમન) છે. આથી જ લલિતવિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે - ધર્મ પ્રતિ મૂનમૂતા વન્દ્રના = વંદના ધર્મનું મૂળ છે. વંદના = નમસ્કાર વિના ધર્મની પ્રાપ્તિ ન થાય. નમ્રતા વિના સાચો નમસ્કાર નથાય. અહંકાર ઘટ્યા વિના નમ્રતાન આવે. આમ નમ: પદ પહેલાં મૂકીને જ્ઞાનીઓએ આપણને એ સૂચન કર્યું છે કે ધર્મ પામવો હોય તો માનથી મુક્ત બનીને નમ્રતાથી ગુણી આત્માઓને નમસ્કાર કરનારા બનો.
અરિહંત શબ્દમાં ‘અરિ’ અને ‘હંત’ એમ બે શબ્દો છે. અરિ એટલે શત્રુ. સંત એટલે હણનાર. જે શત્રુઓને હણે તે અરિહંત. ક્યા શત્રુઓને હણે? રાગાદિ શત્રુઓને હણે. જે દુ:ખ આપે તે શત્રુ. સર્વ જીવોનાં સર્વ દુઃખોનું મૂળ કારણ રાગાદિ દોષો જ છે. રાગાદિના કારણે જ બીજા શત્રુઓ ઉત્પન્ન થાય છે. આથી અરિહંતો આપણને રાગાદિ શત્રુઓને ખતમ કરી નાખવાનો ઉપદેશ આપે છે. આથી રાગાદિ દોષોને જ સાચા શત્રુઓ માનીને તેમને જીતવાનો પુરુષાર્થ કરે તે જૈન.
| નમો સિદ્ધાણં = સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. સિદ્ધ એટલે કૃતકૃત્ય બનેલા, જેમને હવે કશું કરવાનું નથી રહેતું તે. આઠ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં ગયેલા જીવો સિદ્ધ કહેવાય છે. સિદ્ધજીવો સદા દુ:ખરહિત શાશ્વત સુખનો અનુભવ કરે છે. સિદ્ધભગવંતો આપણને એ બોધ આપે છે કે દુઃખથી સર્વથા મુક્ત બનવું હોય તો સિદ્ધ બનવાનો પુરુષાર્થ કરો.
જો આપણે સમજીએ તો સિદ્ધો મુક્તિપદને પામવા દ્વારા આપણને મુક્તિમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. જેમ પરદેશમાં ગયેલ માણસ ત્યાં સારી કમાણી કરે, એથી પોતાના સંબંધીઓને પણ ધન કમાવવા પરદેશમાં બોલાવે, તેમ મુક્તિમાં જઇને દુ:ખરહિત શાશ્વત સુખને પામેલા સિદ્ધો આલંબન બનવા દ્વારા આપણને પણ મોક્ષમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છે.
પ્રશ્ન:- સિદ્ધો ક્યાં રહે છે? ઉત્તર:- સિદ્ધો સિદ્ધશિલાની ઉપર લોકના અંતે રહે છે.
| નમો આયરિયાણં = આચાર્ય મહારાજાઓને નમસ્કાર થાઓ. આચાર્ય છત્રીસ ગુણોથી યુક્ત હોય. ‘પંચિંદિય સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણો જણાવ્યા છે. અરિહંત ન હોય ત્યારે ચતુર્વિધ સંઘમાં આચાર્ય મુખ્ય બને છે. આચાર્યના અનેક ગુણોમાં “શુદ્ધપ્રરૂપણા” મુખ્ય ગુણ છે. શુદ્ધમરૂપણા ગુણથી જ આચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. શુદ્ધ પ્રરૂપણા એટલે ભગવાનની જેવી આજ્ઞા છે તેવી જ આજ્ઞા બીજાને સમજાવવી. આચાર્ય પોતાના ગચ્છના (સાધુ સમુદાયના) નાયક હોય છે. શાસનરક્ષાની મુખ્ય જવાબદારી તેમના શિરે હોય છે. તેઓ પોતાની નિશ્રામાં રહેલા સાધુઓના સંયમની દરેક રીતે કાળજી રાખે છે. તેઓ પોતે પંચાચારનું પાલન કરે છે અને ભવ્ય જીવોને તેનો ઉપદેશ આપે છે. (આચાર્યનો અર્થ આ પુસ્તકમાં ૧૩૭મા પેજમાં પણ જણાવ્યો છે.)
નમો ઉવજઝાયાણં = ઉપાધ્યાય મહારાજાઓને નમસ્કાર થાઓ. જે ભણાવે તે ઉપાધ્યાય. ઉપાધ્યાય પોતે સ્વાધ્યાયમાં લીન રહે છે અને સાધુઓને ભણાવે છે. તથા પોતે