________________
પહેલું નમસ્કાર દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
વિનય કરે છે અને સાધુઓને વિનય શિખવાડે છે. (ઉપાધ્યાયનો અર્થ આ પુસ્તકમાં ૧૩૭મા પેજમાં પણ જણાવ્યો છે.) નમો લોએ સવ્વસાહૂણં = લોકમાં રહેલા સર્વસાધુઓને નમસ્કાર થાઓ.
S
મોક્ષમાર્ગની (=જ્ઞાનદર્શન-ચારિત્રની) સાધના કરે તે સાધુ.
લોએ પદનો ઉલ્લેખ શા માટે છે ?
38
પ્રશ્ન :- નમો અરિહંતાણં વગેરે ચાર પદોમાં ‘લોએ’ પદ નથી, જ્યારે પાંચમા પદમાં ‘લોએ’ પદ છે, આનું શું કારણ ?
ઉત્તર :- અરિહંત વગેરે ચાર લોકના કોઇ ચોક્કસ સ્થાનમાં જ હોય છે, જ્યારે સાધુઓ અનેક સ્થળે હોય છે. તે આ પ્રમાણે – અરિહંતો કર્મભૂમિમાં જ હોય, સિદ્ધો લોકના અગ્રભાગમાં જ હોય, આચાર્યો અને ઉપાધ્યાયો કર્મભૂમિમાં જ હોય. સાધુઓ દેવે કરેલા સંહરણથી અકર્મભૂમિમાં પણ હોય. મેરુપર્વત ઉપર આવેલા જિનમંદિરોનાં દર્શન માટે જાય ત્યારે ઊર્ધ્વલોકમાં પણ હોય. નંદીશ્વરદ્વીપ વગેરે સ્થળે જિનદર્શન માટે જાય ત્યારે મનુષ્યલોકની બહાર પણ હોય. આમ સાધુઓ ભિન્ન-ભિન્ન અનેક સ્થળે હોય છે. એ બધા સ્થળે રહેલા સાધુઓને નમસ્કાર કરવા ‘લોએ’ પદ છે. અથવા લોકમાં એટલે મનુષ્યલોકમાં, માત્ર અમુક ગચ્છ વગેરેમાં રહેલા સાધુઓને નમસ્કાર થાઓ એમ નહિ, કિંતુ મનુષ્યલોકમાં રહેલા બધા સાધુઓને નમસ્કાર થાઓ.
સવ્વપઠનો ઉલ્લેખ શા માટે છે ?
પ્રશ્ન :- નમો લોએ સવ્વસાહૂણં એ પદમાં ‘સવ્વ’ શબ્દ શા માટે છે ?
ઉત્તર :- અરિહંત વગેરે ચારમાં ભેદો નથી. જ્યારે સાધુઓમાં અનેક ભેદો છે. જેમકે – સ્થવિરકલ્પી અને જિનકલ્પી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા અને છેદોપસ્થાપનીયચારિત્રવાળા, કેવલજ્ઞાનરહિત અને કેવલજ્ઞાની એમ અનેક ભેદો સાધુઓમાં હોય. આ બધા જ સાધુઓને નમસ્કાર કરવા અહીં ‘સવ્વ’ પદ મૂકવામાં આવ્યું છે. અથવા ભરતક્ષેત્ર વગેરે સર્વક્ષેત્રોમાં રહેલા સર્વ સાધુઓને, અથવા ચોથો આરો વગેરે સર્વ કાળમાં થનારા સર્વ સાધુઓને નમસ્કાર કરવા ‘સવ્વ’ પદ છે. અથવા સવ્વુ પદનું સંસ્કૃતમાં સાર્વ થાય. સાર્વ એટલે અરિહંતના. બુદ્ધ વગેરેના સાધુઓને નહિ, કિંતુ અરિહંતના સાધુઓને નમસ્કાર કરવા માટે ‘સવ્વ’ પદ છે.
એસો પંચ-નમુક્કારો = પાંચને કરાતો આ નમસ્કાર સવ્વપાવપણાસણો = સર્વ પાપકર્મોનો મૂળથી નાશ કરે છે.
મૂળથી ઉખેડેલું વૃક્ષ જેમ ફરી ઉગતું નથી, તેમ પંચપરમેષ્ઠિને કરેલા નમસ્કારથી નાશ પામેલાં કર્મો ફરી બંધાતાં નથી. સર્વપાપોનો નાશ થતાં આત્મા મુક્તિને પામે છે. આથી અહીં પંચપરમેષ્ઠિને કરેલા નમસ્કારનું ફળ મુક્તિ છે એમ જણાવ્યું છે.
જિનપૂજાદિ ધર્મ કરવા પૂર્વક નવકાર ગણવાની આજ્ઞા છે.
પ્રશ્ન :- નમસ્કારમંત્રથી સર્વ પાપોનો નાશ થાય છે માટે જિનપૂજા, જિનવાણી શ્રવણ અને પ્રતિક્રમણ વગેરે બીજું બધું છોડીને એકલા નવકાર જ ગણવા માંડે તો ચાલે ને ?
ઉત્તર :- ન ચાલે, કારણ કે નમસ્કારમંત્ર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર દ્વારા સર્વ પાપોનો નાશ કરે છે. આથી નમસ્કારમંત્ર ગણનારનું ધ્યેય સમ્યગ્દર્શન આદિ મેળવવાનું હોવું જોઇએ. સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિ માટે જિનપૂજા, જિનવાણી શ્રવણ અને પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો પણ કરવા જોઇએં. નમસ્કારમંત્રની આરાધનાથી સમ્યગ્દર્શન વગેરે મેળવવાનું જેનું ધ્યેય નથી તેની નમસ્કારમંત્રની આરાધના પ્રાય: યથાર્થ ફળ આપનારી બનતી નથી.