________________
ગુરુવંદન અધિકાર
154
શ્રાદ્ધદિનકૃત્ય
પ્રાયશ્ચિત્તને સૂચવનાર છે, અર્થાત્ એ પાઠથી પોતાના અતિચારોનું નિવેદન કરવારૂપ‘આલોચના' નામનું (દોષોને કહી સંભળાવવા રૂપ પહેલું) પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તે પછીનો ‘ત વમાસમનો પશ્ચિમામિ વિગેરે પાઠ ‘પ્રતિક્રમણ નામના પ્રાયશ્ચિત્તનો સૂચક છે, તે ફરી હું એવા દોષો નહિ કરું અને આત્માની શુદ્ધિ કરીશ' –એવી બુદ્ધિથી બોલે. આ પાઠથી, પુન: એવી ભૂલો નહિ કરવાના નિર્ણયપૂર્વક આત્માની શુદ્ધિ કરવા માટે મિચ્છામિ દુક્કડ'દેવારૂપ (અર્થાત્ પોતે કરેલી ભૂલો અંગે ગુરુની સન્મુખ મિચ્છામિ દુક્કડં દેવારૂપ) પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત્ત કરે તે પાઠનો અર્થ આ પ્રમાણે છે- ‘માવલ્લિકા' (બાવચા) એટલે‘ચરણસિત્તરી-કરણસિત્તરી રૂપ અવશ્ય કરવા યોગ્ય કાર્યોને અંગે જે અયોગ્ય વર્તન થયું હોય તેનું પડિમમિ' (તિમમિ) એટલે પ્રતિક્રમણ કરું છું, અર્થાત્ તેનાથી પાછો ફરું છું. એ રીતિએ સામાન્યથી કહીને વિશેષથી સ્પષ્ટ રૂપે કહે છે- ‘વમાસમાં ફેવસિમાણ માસાયTIઈ' (ક્ષમાશ્રમUIનાં વેવસવા માગતનયા) એટલે ક્ષમાશ્રમણ પ્રતિ (ગુરુ પ્રત્યે) આખા દિવસમાં કરેલી જ્ઞાનાદિ લાભોનો નાશ કરનારી વિષિાઓ રૂપ‘આશાતનાઓ વડે થયેલા અપરાધોનું હું પ્રતિક્રમણ કરું છું – એમ સર્વ વાક્યોમાં સંબંધ જોડવો.
હવે કયી કયી કેટલી આશાતનાઓ વડે?' તે જણાવે છે. તિરસન્નયRાઈ' (ત્રશ્ચિચતયા) એટલે ગુરુની તેત્રીશ આશાતનાઓ કહી છે તે પૈકી કોઈપણ એક-બે-ત્રણ કે તેથી અધિક જે જેટલી આશાતનાઓ થઈ હોય તે દરેક આશાતનાઓ રૂપ અપરાધને, અહીં આખા દિવસમાં અનેક આશાતનાઓ થવાનો સંભવ હોવાથી એક-બે અગર સઘળી આશાતનાઓ એમ કહ્યું છે. તે આશાતનાઓ નીચે પ્રમાણે છે–
ગુરુની ૩૩ આશાતનાઓ (૧) ગુરુની આગળ ચાલવાથી આશાતના’ –નિષ્કારણ ગુરુની આગળ ચાલવાથી શિષ્યને વિનયનો ભંગ થવારૂપ આશાતના થાય છે. માર્ગદેખાડવા કે કોઇ વૃદ્ધ, અંધ વિગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી, (૨)‘ગુરુની સાથે જ બાજુએ જમણાકડાબા પડખે ચાલવાથી અને (૩)‘ગુરુની પાછળ ચાલવાથી; પાછળ પણ બહુ નજીકમાં તેઓની લગોલગ ચાલવાથી નિશ્વાસ, છીંક, શ્લેષ્મ વગેરે લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય. એ ચાલવાની આશાતનાઓની જેમ (૪) નિષ્કારણ ગુરુની આગળ, (૫) બરાબર બાજુમાં, અને (૬) પાછળ પણ બહુ નજીકમાં-એમ ત્રણ રીતિએ ‘ઊભા રહેવાથી’ ત્રણ આશાતના થાય. વળી એ જ રીતિએ નિષ્કારણ (૭) ગુરુની આગળ, (૮) બરાબર બાજુમાં જ, તથા (૯) બહુ નજીક પાછળના ભાગમાં– એમ ત્રણ સ્થાને બેસવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. (૧૦) ગુરુની-આચાર્યની સાથે અંડિલ ગયેલા સાધુ પોતે ગુરુની પહેલાં દેહશુદ્ધિ વગેરે આચમન કરે તે “આચમન’ નામની આશાતના, (૧૧) કોઈ ગૃહસ્થાદિની સાથે ગુરુને વાત કરવાની હોય કે જેમને ગુરુએ બોલાવવાનો હોય, તે માણસને શિષ્ય પોતે જ ગુરુની પહેલાં બોલાવીને વાત કરે તે પૂર્વાલાપન' નામની આશાતના, (૧૨) આચાર્યની સાથે બહાર ગયેલો કે ત્યાંથી પાછો આવેલો શિષ્ય ગુરુની પહેલાં જ ગમનાગમન આલોચે (ઈરિયાવહિ કરે) તે ગમનાગમન આલોચના” નામની આશાતના, (૧૩) ભિક્ષા (ગોચરી) લાવ્યા પછી ગુરુની સમક્ષ તેની આલોચના ક્ય કહી જણાવ્યા) પહેલાં જ કોઈ નાના સાધુની સમક્ષ આલોચના કરીને પછી ગુરુ સમક્ષ આલોચના કરે તે આશાતના, (૧૪) એ જ પ્રમાણે ભિક્ષા લાવીને ગુરુને દેખાડ્યા પહેલાં જ બીજા કોઈ નાના સાધુને દેખાડી પછી ગુરુને દેખાડવાથી આશાતના, (૧૫) ભિક્ષાલાવીને ગુરુને પૂછ્યા વિના જ નાના સાધુઓને તેઓની ઈચ્છાનુસાર માગે તેટલુંઘણું આપી દેવાથી આશાતના, (૧૬) ભિક્ષાલાવીને પહેલાં કોઈનાના સાધુનેવાપરવા માટે નિમંત્રણ કરી પછી ગુરુને નિમંત્રણ કરવાથી આશાતના,