________________
( 219
શ્રાદ્ધદિનકૃત્ય
અગિયારમું શ્રવણ દ્વાર નિશ્રાથી જે ચૈત્ય કરવામાં આવે તે નિશ્રાકૃત ચૈત્ય છે. (અર્થા શિથિલ સાધુઓની સત્તાવાળું ચૈત્ય નિશ્રાકૃત ચૈત્ય છે.) મંગલ માટે ઉત્તરંગ વગેરેમાં (=ઘરના બારણા ઉપર મધ્યભાગ વગેરેમાં) ઘડાવેલી પ્રતિમા ભક્તિ ચૈત્ય છે. મથુરાનગરીમાં ભક્તિચૈત્ય હોય છે. સાધર્મિકનું ચૈત્ય તે સાધર્મિકચૈત્ય. જેમકે વારત્તક મુનિની પ્રતિમા.
ગુરુ નિશ્રાકૃત ચૈત્યમાં વ્યાખ્યાન આપવા માટે કેટલાક પરિણત સાધુઓની સાથે રહે. બીજા નવદીક્ષિત વગેરે સાધુઓ વસતિમાં જાય. હવે જો ત્યાં અનિશ્રાકૃત્ય ચૈત્ય હોય તો તે ચૈત્યમાં પરિવાર સહિત ગુરુ રહે.
વિવેચન વારત્તક મુનિની પ્રતિમાનો વૃત્તાંત આ પ્રમાણે છે
એક સાધુ વારત્તકનામના મંત્રીના ઘરે વહોરવા ગયા. મંત્રીની પત્નીએ સાધુને વહોરાવવા ઘી-ખાંડથી મિશ્રિત ખીરનું પાત્ર ઉપાડ્યું. તેમાંથી ઘીનું એક બિંદુ નીચે પડી ગયું. આ આહાર છદિત દોષથી દૂષિત છે એમ જાણીને સાધુ વહોર્યા વિના જ પાછા ગયા. ઝરુખે બેઠેલા મંત્રીએ આ જોયું. સાધુ વહોર્યા વિના કેમ ગયા તે વિચારતા હતા, તેવામાં મંત્રીએ જોયું કે ખીરના બિંદુ ઉપર માખીઓ આવીને બેઠી. માખીઓને પકડવા ગીરોળી આવી. ગીરોળીને પકડવા બિલાડી આવી પહોંચી. બિલાડીને પકડવા એક બાજુથી (મંત્રીના) મહેમાનનો કૂતરો આવી પહોંચ્યો. તો બીજી બાજુથી પાડોશીનો કૂતરો આવી પહોંચ્યો. બંને કૂતરા લડવા માંડ્યા. તેમને છોડાવવા બંને માલિકો આવ્યા. માલિકો વચ્ચે બોલાચાલી થતાં બંને માલિકો ઝગડી પડ્યા, અને મારામારી ઉપર આવી ગયા. આ બધું સાક્ષાત્ જોઈને મંત્રીએ વિચાર્યું: મુનિવહોર્યા વિના પાછાકેમ ગયા તે હવે સમજાયું. ઘીનું માત્ર બિંદુ પડવાથી પણ આવું અનર્થકારક પરિણામ આવે એમ સમજી મુનિ પાછા ફર્યા હતા. ધન્ય છે તેમના ધર્મને! સર્વજ્ઞ વિના આવો નિર્દોષ ધર્મ કોણ બતાવી શકે? માટે એ ધર્મના પ્રરૂપક ખરેખર વીતરાગ સર્વજ્ઞ જ છે. હવેથી તે જ મારા દેવ, અને તેમનો કહેલો ધર્મ જ મારો ધર્મ છે.
આમ વિચારીને વારત્તક મંત્રી સંસાર સુખથી વિરક્ત થયો. શુભધ્યાનમાં રહેલા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. દીક્ષાના પરિણામ થતાં દેવતાએ તેમને સાધુ વેષ આપ્યો. દીર્ઘકાળ સુધી સંયમ પાળીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ થયા. પછી તેમના પુત્રે સ્નેહથી જિનમંદિર કરાવ્યું, અને રજોહરણ–મુપત્તિને ધારણ કરનારી પિતાની પ્રતિમા તેમાં (રંગમંડપમાંગોખલા વગેરેમાં) સ્થાપિત કરી. ત્યાં દાનશાળા પ્રવર્તાવી. (૧૫૧)
उसन्नावि य तत्थेव, इंती चेइयवंदया । | તેસિંનિસ તં મવર્ગ, સાહિં પરં પરા.
નિશ્રાકૃત ચૈત્યમાં ગુરુ પરિવાર સાથે કેમ રહેતા નથી તે કહે છે
નિશ્રાકૃત ચૈત્યમાં શિથિલ ( ચારિત્ર પતિત) સાધુઓ પણ ચૈત્યવંદન કરવા માટે આવતા જ હોય છે. કારણકે જિનમંદિર શ્રાવકોએ કરાવ્યું હોવા છતાં તેમની નિશ્રાથી (=તેમનો અધિકાર રહે તે રીતે) કરાવ્યું છે.(૧૫૨)
सेहाणं मंदसद्धाणं, दटुं ताणं तु चिट्ठियं । मंदा सड्डा जओ होइ, अणुट्ठाणे जिणाहिए ॥१५३॥
તેથી શું? એ વિગત જણાવે છે- નવદીક્ષિત અને મંદશ્રદ્ધાવાળા અતિપારિણામિક આદિ સાધુઓની શ્રદ્ધા ચિનોક્ત અનુષ્ઠાનમાં (=વ્રત,