________________
218 )
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રકાર કહે છે
જો કે જિનમંદિર વગેરે ભક્તિથી કરાયું છે, આધાકર્મ (=સાધુ માટે કરાયેલું) નથી, તો પણ તેમાં રહેવાનો ત્યાગ કરનારાઓએ નિચે જિનેશ્વરોની ભક્તિ કરી છે. આ તો લોકમાં પણ જોવામાં આવ્યું છે. (૧૪૭)
बंधित्ता कासवओ, वयणं अट्ठपुडसुद्धपुत्तीए । पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भया चेव ॥१४८॥
આ જ વિષયને જણાવે છે– ગૃહસ્થ આજીવિકા માટે કે રાજાના ભયથી આઠપડવાળા વસ્ત્રથી મુખ બાંધીને રાજાની સેવા કરે છે.
પ્રસ્તુતમાં રાજાના સ્થાને તીર્થંકર પ્રતિમા છે. સાધુઓ ભક્તિ માટે જિનમંદિરમાં પ્રવેશ કરે છે, પણ ત્યાં જ રહેતા નથી.(૧૪૮).
दुन्भिगंधपरिस्सावी, तणुरप्पेस ण्हाविया । दुहा वाउपहो चेव, तेणटुंति न चेइए ॥१४९॥ तिन्नि वा कड्डइ जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं, कारणेण परेणवि ॥१५०॥ સાધુઓ શા કારણે જિનમંદિરમાં રહેતા નથી તે જણાવવા કહે છે
સ્નાન કરાવેલી પણ કાયાદુર્ગધ અને પરસેવાને ઝરાવે છે, તથા અધોવાયુનો અને ઉચ્છાસ-નિ:શ્વાસનો સંચાર એમ શરીરમાં બે પ્રકારનો વાયુમાર્ગ છે. તે કારણથી સાધુઓ જિનમંદિરમાં રહેતા નથી. અથવા શ્રુતસ્તવ ( પુખરવરદીવડે સૂત્ર) પછી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્રની ત્રણ સ્લોક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય તો વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે.
પ્રશ્ન:- અહીં સિદ્ધાણં–બુદ્ધાણં સૂત્રની ત્રણ સ્તુતિઓ બોલવાની કહી છે, જ્યારે હમણાંનતમેસરો વગેરે પાંચ ગાથાઓ કેમ બોલાય છે?
ઉત્તર:-બહુશ્રુતોની આચરણાથી પાંચ ગાથાઓ બોલાય છે. બઘુતોએ આચરેલું હોવાથી પર્યુષણમાં ચોથના દિવસે સંવત્સરી પ્રતિક્રમણની જેમ વિરુદ્ધ નથી. (૧૪૯-૧૫૦)
ચેત્યના ચાર પ્રકાર निस्सकडे ठाइ, गुरू कइवयसहिओ इयरा वए वसहिं । अह तत्थ अनिस्सकडं, पूरिति तहिं समोसरणं ॥१५१॥
આ પ્રમાણે સાધુઓને જિનમંદિરમાં રહેવાનું નિરાકરણ કરીને જિન મંદિરમાં જ વ્યાખ્યાનની વિધિને કહે છે
ચૈત્યના (જિનમંદિરના) શાશ્વત ચૈત્ય, ભક્તિચૈત્ય, મંગલ ચૈત્ય અને સાધર્મિક ચૈત્ય એમ ચાર પ્રકાર છે. તેમાં નંદીશ્વરદ્વીપ વગેરે સ્થળે શાશ્વત ચૈત્યો છે. ભક્તિ ચૈત્યના ( ભક્તિ માટે કરાયેલા ચૈત્યના) અનિશ્રાકૃત અને નિશ્રાકૃત એમ બે પ્રકાર છે. સાધુની સત્તાથી રહિત ચૈત્ય અનિશ્રાકૃત ચૈત્ય છે. જેમકે અષ્ટાપદ વગેરે. સાધુની