________________
અગિયારમું શ્રવણ દ્વાર
(320)
શ્રાદ્ધદિનકૃત્ય સમિતિ આદિ ક્રિયા સમૂહ્માં) મંદ થઈ જાય.
શિથિલ સાધુઓ સચિત્તજલનું પાન કરે, વિવિધપુષ્પોનો ભોગ કરે, આમ્ર વગેરે ફળોનું ભક્ષણ કરે, આધાકર્મ આદિદોષવાળા આહારવગેરેલે, ગૃહસ્થનાવેપાર વગેરે કાર્યો કરે, સંયમથી વિરુદ્ધ આચરે. (ઉપદેશમાલા ૩૪૯) શિથિલ સાધુઓની આવી પ્રવૃત્તિને જોઈને નવદીક્ષિત અને મંદશ્રદ્ધાવાળા *અતિપરિણત આદિ સાધુઓની શ્રદ્ધા જિનોક્ત અનુષ્ઠાનોમાં મંદ થઈ જાય. (૧૫૩)
एएवि साहुणो लोए, अम्हे वि मलकिण्णया । एएण कारणेणं तु, वसहिं पेसंति साहुणो ।।१५४॥ મંદશ્રદ્ધાવાળા સાધુઓ શ્રદ્ધા મંદ હોવાના કારણે ત્યાં જે વિચારે છે તે કહે છે
આવા પણ સાધુઓનોલોમાં વંદન આદિથી સત્કાર કરાય છે, અમે એમજમલથી ખરડાયેલા શરીરવાળા અને ઉપધિવાળા છીએ. આવો વિચાર કરવાથી જિનાજ્ઞાનો અપલાપ કરનારા તેમનું ભાવચારિત્ર પણ જતું રહે તે કારણથી આચાર્ય નવદીક્ષિત વગેરે સાધુઓને વસતિમાં મોકલે. (૧૫૪)
विहिणा तत्थ वंदित्ता, सुणित्ता धम्मदेसणं । तओ य घरवावारे, कुणई सुद्धे सुसावओ ॥१५५॥ પ્રસ્તુત વિષયને કહે છે–
બંને પ્રકારનો શ્રાવકવસતિમાં ત્રણ નિસાહિકરવાપૂર્વક પ્રવેશ કરીનેવંદનના ૧૯૮ સ્થાનોને સાચવવાના કમથી ગુરુ વગેરેને વંદન કરીને અને ગુરુની પાસે ધર્મદેશના સાંભળીને, પછી પોતાના સ્થાને આવીને સ્વકુળને ઉચિત શુદ્ધ વ્યવહારને (આજીવિકાના વ્યવસાયને) કરે.
હવે પછીની ગાથામાં કહેવાશે તે પંદર કર્માદાનના ધંધાનો અને કૂટ ક્ય (અલ્પ–અધિક ક્ય) વગેરે દોષોનો ત્યાગ કરીને થતો વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે.
વિવેચન અહીં સ્વકુળને ઉચિત વ્યવહાર કરે એમ જે કહ્યું તેમાં “વ્યવહાર કરે એ અંશ ઉપદેશ રૂપે નહિ, પણ અનુવાદરૂપે છે. કારણ કે એ તો ઉપદેશ વિના પણ જીવો સ્વયં કરે છે. માત્ર “સ્વકુળને ઉચિત શુદ્ધ" એ અંશ વિધાનરૂપે છે. કારણ કે ધર્મ જીવોને સ્વયંસિદ્ધ હોતો નથી. ધર્મ કરવા માટે જીવોને પ્રેરણા-ઉપદેશની જરૂર રહે છે. જે વિષયમાં પ્રેરણાની જરૂર હોય એ વિષયનો જ ઉપદેશ કરવો એ સાર્થક છે. ગૃહસ્થ ધન મેળવવું જોઈએ, ભૂખ્યાને ભોજન કરવું જોઈએ ઈત્યાદિ પ્રેરણાઓ નિરર્થક છે. કારણકે તે તો અનાદિકાળથી સર્વ જીવોને સિદ્ધ છે. માટે પારલૌકિક હિત સંબંધી આત્મહિત સંબંધી ઉપદેશ આપવો એ જ સાર્થક છે. એ પ્રમાણે આગળના વર્ણનમાં પણ “જીવને જે જે વિષયસ્વયંસિદ્ધનથીતેતે વિષયમાંજ આપેલો ઉપદેશ સફલ થાય છે એમ સમજવું.(૧૫૫) * સાધુઓના અપરિણત, અતિપરિણત અને પરિણત એમ ત્રણ પ્રકાર છે.
અપરિણત = ઉત્સર્ગમાં જ મતિવાળા. અતિપરિણત = અપવાદમાં જ મતિવાળા.
પરિણત = ઉત્સર્ગ–અપવાદ ઉભયમાં મતિવાળા. ગુરુવંદનના ૧૯૮ સ્થાનો છે. આ સ્થાનો પ્રસ્તુત ગ્રંથમાં ગુરુવંદનના અધિકારમાં પ્રારંભમાં જ જણાવ્યાં છે.