________________
272.
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય. પલંગ પર પુરુષવેશે સૂતેલી પુષ્પચૂલા જાગી, બોલી કોણ છે?' સ્વરથી બહેનને ઓળખી ગયેલાવંકચૂલે વિસ્મિત થઈ પૂછ્યું – “અરે પુષ્પચૂલા! તેં આપડાકેમ પહેર્યા છે?' પુષ્પચૂલાએ કહ્યું – હું કહું છું, પણ તમે આવા બાઘા જેવાકેમ દેખાવ છો, તમે આજે કેવી રીતે મને જોઈ રહ્યા છો? હુંને ભાભી બાજુના ગામડે નર્તકના ખેલ જોવા ગયા હતા, એટલે મેં તમારા કપડાં પહેરી લીધાં. ગામડે જવું હતું, તમારા વેશથી અમને ઘણી સગવડ થઈ રહી. અસલ પુરુષ જેવી લાગું છું કેમ ખરું ને? પાછા ફરતાં મોડું થયું, તેથી ભાઈ! થાકીને લોથ થઈ ગઈ. તમારું ધાર્યું નહીં, ક્યારે આવો એટલે હું તો કપડાં બદલ્યા વિના જ ભાભી જોડે સૂઈ ગઈ. પણ તમે તલવાર ઉઘાડીને શું. કરવા માગો છો? વંડ્યૂલે કહ્યું – ‘તમને બંનેને મારી નાંખવા. હું સમજ્યો કે સુંદરી કોઈ અજાણ્યા જવાન સાથે સૂતી છે. હું હમણાં તમને બંનેને મારી નાખત, ને પછી જીવનભર રોતો ફરત. આપણે બધા બચી ગયા. ધન્ય છે ગુરુમહારાજને. તેમનો જય થાવ.” આ સાંભળી ગભરાઈ ગયેલી પુષ્પચૂલાએ ભાભીને જગાડતાં કહ્યું – 'ભાભી! આમ જુઓ ! આજે આપણે બંને મરી જાત. ભાઈને જોઈને તો મને બીક લાગે છે.” વંચૂલે બધી વાત કરી. ગુરુમહારાજની પ્રશંસાપૂર્વક તેમનો ઉપકાર પ્રકટ કર્યો. બધાં ગુરુમહારાજને યાદ કરતા પાછા સૂઈ ગયાં.
કેટલાક સમય વીત્યા પછી તે જ આચાર્યના શિષ્યો પાછા તે પલ્લીમાં આવી ચડ્યા. વંથૂલ આદિ વંદન કરીને બેસી ગયા. મુનિરાજે ધર્મદશનામાં જિનમંદિરનું માહાત્મ સમજાવ્યું. દ્રવ્યસ્તવ ભાવસ્તવનું અનન્ય કારણ છે.' ઇત્યાદિ જાણીવંકચૂલને જિનપ્રાસાદ બંધાવવાની તીવ્ર ભાવના જાગી. પલ્લીથી થોડે દૂર ચર્મણવતી નદીને કાંઠે તેણે શ્રી મહાવીર પરમાત્માનું સુંદર મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. તેનો મહિમા ધીરે ધીરે વધતો ગયો ને તીર્થધામ તરીકે તે પ્રસિદ્ધિ પામ્યું. એકવાર કોઈ મહાજન પત્ની સાથે યાત્રાએ નિકળ્યા હતા. તે વહાણમાં બેસી ચર્મણવતી નદીના માર્ગે આવતા હતા. ત્યાં દૂરથી દહેરાનું શિખર દેખાતા શેઠાણીએ તીર્થને વધાવવા રત્નમય ક્યોળામાં કેશર કંકુ આદિ લઈ છાંટણા નાંખતાતેકચોળું હાથમાંથી છટકી નદીમાં પડી ગયું. શેઠાણી ઉદાસ થઈ ગયા. શેઠે ગભરાઈ જતાં કહ્યું- “અરે! તે આ શું કર્યું? એ અમૂલ્ય ક્યોથું રાજાએ આપણે ત્યાં ગિરવે મૂક્યું છે. પૈસાનો પ્રશ્ન તો છે જ, પણ હું રાજાને ઉત્તર શું આપીશ?' તે તીર્થનો મહિમા ત્યાં ચારે તરફ હતો. હોડી હાંકનારમાંઝી અને તે પંથકના ચોરો પણ તીર્થની પવિત્રતા જાળવતાને તીર્થે આવનારને જરાય ક્લેશ ન થાય તેવી ભાવના રાખતા.
શેઠની વાત સાંભળી ખેવટીયો બોલ્યો – “શેઠ! પાણીની ધારા તેજ છે ને જળ ઊંડું પણ છે. છતા હું પ્રયત્ન કરું જો ક્યોળું મળે તો લાવી આપું.” તે પાણીમાં ડૂબકી મારીને જુએ છે તો નદીમાં એક પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા બિરાજે છે ને તેમના ખોળામાં તે રત્નમય ક્યોળું પડ્યું છે. ક્યોનું લઈ ખેવટીયો બહાર આવ્યો ને તેણે જગ્યાનું બરાબર એધાણ કરી લીધું. કચોળું મળ્યાથી શેઠ દંપતી ઘણાં રાજી થયા. ખેવટીયાએ કહ્યું –
અહીંનો મહિમા જ એવો છે કે કોઈનું કશું ખોવાતું જ નથી.' શેઠે તેને રાજી ર્યો. ખલાસીએ શ્રી પાર્શ્વપ્રભુની વાત વિચૂલને કરી. નદીમાંથી કઢાવી મંગાવી વંકચૂલે ભગવાનનો સારી રીતે પ્રવેશ કરાવ્યો. શ્રી મહાવીર પ્રભુનાપ્રાસાદમાં રંગમંડપના ગોખમાં બિરાજમાન ર્યા પછી નૂતન ચૈત્ય કર્યું. તેમાં પધરાવવા તે પ્રતિમાજીને ઘણા લોકો ભેગા થઈ ઉપાડવા લાગ્યા પણ પ્રતિમાજી જરાય હલ્યા નહીં. તેથી તે ત્યાં જ રહ્યા. થોડા દિવસ પછી ખલાસીએ ફરી આવીને વેડ્યૂલને જણાવ્યું કે – ‘પૂર્વે જ્યાંથી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી મળ્યા હતા તેની પાસેના ભાગમાં હજી એક પ્રતિમાજી તથા એક સોનાનો રથ છે.'
આ સાંભળી ચક્તિ થયેલા વંકચૂલે પલ્લીના માણસોને ભેગા કરી પૂછ્યું કે – “આ નદીમાં આ પ્રતિમાજી ક્યાંથી આવ્યા? વળી સોનાનો રથ પણ નદીમાં ક્યાંથી હોઇ શકે? તમે કોઈ આનો ઇતિહાસ જાણતા હો તો કહો.”