________________
શ્રાદ્ધદિનકૃત્ય
(273)
પંદરમું ભોજન દ્વાર આ સાંભળી એક વૃદ્ધ સરદારે કહ્યું- “મહારાજ! પૂર્વે પાસેનાનગરના મહારાજા પ્રજાપાલ પરશત્રુએ ચડાઈ કરતાં ભીષણ સંગ્રામ જામ્યો હતો. શત્રુ બળવાન અને ઉદંડ હતો. શત્રુના ભયથી ત્રસ્ત થયેલી રાણીએ, બે પ્રતિમાજી તેમજ પોતાની સારભૂત વસ્તુ સોનાના રથમાં લઈ ચર્મણવતી નદીના મધ્યમાં તરતા બેડા પર મુકામ કર્યો. તે જગ્યાએ રક્ષણની પાકી વ્યવસ્થા અને દાસી આદિ પરિવાર હતો, ત્યાં કોઈ દુષ્ટ શત્રુપક્ષના માણસે રાણીને ખોટા સમાચાર આપ્યા કે “રાજા લડાઈમાં માર્યા ગયા છે. આ સાંભળી ભયભીત થયેલી રાણીએ માણસો દાસીઓને કાંઠે ચાલ્યા જવા જણાવ્યું કે પોતે બેડામાં કાણું પાડી જળસમાધી લીધી. પ્રતિમાજી-રથ સાથે પોતે જળમાં ડૂબી ગઈ. લાગે છે કે તે રાણીબા દેવી થયા છે, નહીં તો આ જિનપ્રતિમાનો આટલો પ્રભાવ–મહિમા કોણ કરે? એક બિંબ આપણને મળ્યું અને બીજું ત્યાં જ રહ્યું લાગે છે. તે પણ આપણે લઈ આવવું જોઈએ.’ આ બધી વાત સાંભળી વંડ્યૂલ આનંદ-વિસ્મયને વિષાદની મિશ્ર લાગણી અનુભવતો સાથીઓ સાથે નદીમાં જ્યાં પ્રતિમાજી હતા ત્યાં આવ્યો. તે પ્રતિમાજીને પાણીમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. પ્રતિમાજી પાણી બહાર આવ્યા જ નહીં.
વંકચૂલ આદિ ‘અધિષ્ઠાયકદેવતાની ઈચ્છા આવી હશે.” એમ માની પાછા ફર્યા. શ્રી મહાવીરપ્રભુના તીર્થનીને તેથી પણ વધારે નદીમાંથી મળેલા પાપ્રભુના બિંબની દિવસે દિવસે મહિમાવતી ઉન્નતિ થવા લાગી. શ્રી મહાવીર પ્રભુના ભવ્ય બિંબની પાસે આ પાર્થપ્રભુનું બિંબ નાનું લાગતું હોઈ તે ચિલ્લણ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયું. તે મેવાડ પ્રાંતની ભીલ આદિ આદિવાસી પ્રજા પણ ચેલ્લણ પારસનાથ કહેવા ને ઉપાસના કરવા લાગ્યા. આગળ જતાં સિંહગુહાપલ્લીની જગ્યાએ ટિંપુરી નામનું મોટું નગર વસ્યું. (મૂળ ગ્રંથમાં લખ્યું છે કે આજે પણ શ્રી વીરપ્રભુ તેમજ ચેલ્લણપાર્શ્વનાથની યાત્રા કરવા અનેક સંઘો ત્યાં આવે છે ને યાત્રા દર્શન-પૂજન કરી સંતોષ પામે છે.)
ચલ્લણપાર્શ્વનાથ તીર્થનો કલ્પ રચનારા શ્રી જિનપ્રભસૂરિજીએ આ પ્રમાણે લખ્યું છે– श्री पार्श्वचेलणाभिख्यं, ध्यात्वा श्रीवीरमप्यथ । कल्पं श्री टीम्पुरीतीर्थ-स्याभिधास्ये यथा श्रुतम् ॥१॥
पारेतजनपदान्त-श्चर्मणवत्यास्तटे महानद्याः । नानाघनवनगहना जयत्यसौ टिम्पुरीति पुरी ॥२॥ - ' અર્થ-શ્રી ચેલ્લણપાર્શ્વનાથ તથાતત્રસ્થ શ્રી મહાવીરસ્વામીનું ધ્યાન ધરીને શ્રીટીપુરી (ચેલ્લણપાર્શ્વનાથ) તીર્થનો કલ્પ ગુરુપરંપરામાં જેમ સાંભળ્યો છે તેમ કહીશ. પારેત નામક જનપદના મધ્યમાં ચણવતી મહાનદીના કિનારે, વિવિધ-ગાઢ વનથી ગહનટીપુરી નામની નગરી જય પામે છે. (અભિધાન રાજેન્દ્રનાકવર્ગમાં ટીપુરીનું વર્ણન છે.). - એકવાર વંકચૂલને અનિચ્છાએ પણ ચોરી કરવા ઉયિની જવું પડ્યું. પોતાની અભૂત ચતુરાઈથી તે મહેલમાં પેસી ગયો. રાત્રિનો પ્રહર વીતી ગયો હતો. ત્યાં પલંગમાં જાગતી પડેલી રાણીએ તેને જોઈ લીધો. ઝડપથી તેની પાસે જઈ પૂછ્યું – તું કોણ છે?' તેણે કહ્યું - હું ચોર છું.' રાણી બોલી – “આવો સુંદર યુવાનને ચોર ? કશો વાંધો નહીં, તું ખરે જ ચોર છે. તે તો મારું ચિત્તડું પણ ચોરી લીધું. મુંઝાવાની જરૂર નથી.' એમ કહીરાણીએ ચોરનો હાથ પકડ્યો. પંડ્યૂલના શરીરમાં વીજળી દોડી ગઈ. રાણીએ કહ્યું – જરાય ભયનું કારણ નથી. મારી પાસે આવ.' ભાગ્યયોગે આપણો મેળ થયો છે. તું શય્યાભાગીથા. તને હું માલંમાલ કરી દઈશ. તારે ચોરી કરવાની હોય નહીં. એકાંત અને સુંદર પુરુષનો સાથ. રાણી તો બહાવરી બની ગઈ. વંચૂલે પૂછ્યું – તમે કોણ છો?' તેણે કહ્યું – “માળવાની મહારાણી છું.” ચોરે કહ્યું – “બસ, દૂર રહેજો.' એમ કહી તે પાછો જવા લાગ્યો. રાણીએ કહ્યું – “એમ! તારું આવું સાહસ? પાછો વળ નહીં તો ભયંકર પરિણામ આવશે.'