________________
શ્રાદ્ધદિનકૃત્ય
181)
બારમું યતિપૃચ્છા દ્વારા वेयावच्चेणं भंते किं जणयइ ? वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं बंधई।
હે ભગવંત! જીવ વેયાવચ્ચેથી ક્યું કર્મ બાંધે વેચાવચ્ચથી જીવ તીર્થકર નામકર્મ બાંધે.”
રેવતી શ્રાવિકાએ શ્રી મહાવીર ભગવાનની વેયાવચ્ચ કરીને તીર્થકર નામકર્મ બાંધ્યું. તેનો પ્રસંગ આ પ્રમાણે છે
રેવતી શ્રાવિકાનું દષ્ટાંત ગોશાળે શ્રીવીરપ્રભુના શરીર ઉપર તેજોલેસ્યા મૂકી. આથી ભગવાનને લોહીના ઝાડા થઈ ગયા. તથા પિત્તજ્વર થવાથી ભગવાનનું શરીર કૃશ થઈ ગયું. ભગવાને તેનો કોઈ ઉપચાર નર્યો. સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ તથા શ્રાવિકાઓએ ઉપચાર કરવા ઘણી પ્રાર્થના કરી. પણ ભગવાને કોઈની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. પ્રભુ ઉપચાર કરાવતા નથી, અને વ્યાધિ ઉગ્ર છે. જેના ઉપર તેજોવેશ્યા પડે તે છ માસથી વધુ ન જીવે. આથી લોકોમાં એવો પ્રવાદ ચાલ્યો કે, ગોશાળાની તેજલેશ્યાથી શ્રી વીરપ્રભુ છ માસમાં મૃત્યુ પામી જશે. આ વાત ફેલાતી ફેલાતી સિંહનામના મુનિના કાને આવી. આવાત સાંભળતાં જ ભગવંત પ્રત્યે અતિશય રાગવાળું તેનું હૃદય શોકથી વ્યામ બની ગયું. આંખોમાંથી રુદનનાં અશ્રુઓ વહેવા માંડ્યાં. મુનિને લાગ્યું કે હું હવે આ રુદનને રોકી શકીશ નહીં. એટલે તે મુનિ એકાંતમાં જઈને ઊંચા સ્વરે રુદન કરવા લાગ્યા. પ્રભુએ કેવલજ્ઞાનથી આ જાણી લીધું. આથી ભગવાને તે મુનિને પોતાની પાસે બોલાવી લીધા. સિંહમુનિ રડતાં રડતાં પ્રભુ પાસે આવ્યાં. ભગવાનના ચરણમાં મસ્તક મૂકીને અધિક રડવા લાગ્યાં. કરુણાસાગર ભગવાને સિંહમુનિને આશ્વાસન આપતાં કહ્યું : અરે ભદ્રા લોકોની વાત સાંભળીને શા માટે ભય રાખે છે? હૃદયમાં પરિતાપ શા માટે પામે છે? તીર્થકરો કદી પણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમક વગેરેના પ્રાણાંત ઉપસર્ગો પણ વૃથા થયા એ તું શું નથી જાણતો? સિંહ મુનિ થોડા સ્વસ્થ થયા અને બોલ્યા: હે ભગવન્! આપનું કથન સંપૂર્ણ સત્ય છે. પણ આપનું આ દુ:ખ લોકોથી અને મારાથી જોયું જવાતું નથી. હે પ્રભુ! આપના આદુ:ખથી મને જેટલું દુઃખ થયું છે તેટલું દુ:ખ મને મારા શરીરે આવી પીડા હોત તો પણ ન થાત. આ બધું આપ જાણો છો. આથી હે પ્રભુ! મારા જેવાના મનની શાંતિ માટે આપ ઔષધનું સેવન કરો. હવે આમાં વિલંબ મારા માટે અસહ્ય છે. સિંહ મુનિના આગ્રહથી ભગવાને કહ્યું: રેવતી શ્રાવિકાને ત્યાંથી ઔષધ લઈ આવ. તેને ત્યાં કોળાપાક અને બિજોરાપાક એમ બે પાક છે. તેમાં કોળાપાક તેણીએ મારા માટે જ બનાવ્યો છે, તે લાવીશ નહીં. બિજોરાપાક પોતાના ઘરના માટે બનાવ્યો છે માટે તે લઈ આવ. જો, કેવળ તારા સંતોષ ખાતર તારા આગ્રહથી હું આ ઔષધ લઉં છું. સિંહ મુનિએ કહ્યું: આપની પરમકૃપા માનું છું. હર્ષઘેલા સિંહ મુનિ રેવતી શ્રાવિકાના ઘરે ગયા. મુનિનો ધર્મલાભ એ ધ્વનિ સાંભળતાં જ રેવતી શ્રાવિકાએ ‘પધારો' કહીને મુનિનું સ્વાગત કર્યું. મુનિ ઘરની અંદર આવ્યા એટલે તેણીએ એક પછી એક બધી વસ્તુઓની વિનંતિ કરી. મુનિએ બિજોરાપાક લેવાનું કહ્યું અને સાથે સાથે “ભગવાન માટે જરૂર છે એમ પણ કહ્યું. આ સાંભળી રેવતી એટલી બધી આનંદમાં આવી ગઈ કે એની કોઈ હદ જ ન રહી. એના જીવનમાં આટલો આનંદ આ પહેલ વહેલો જ હતો. એની આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેવા લાગી. એક તો આ ઔષધ સાધુને કલ્પે તેવું નિર્દોષ છે. અને બીજું ખૂદ ભગવાન આનો ઉપયોગ કરવાના છે. આ તો સોનામાં સુગંધનો સુયોગ થયો. જગતમાં ઘણા પુરુષો અને સ્ત્રીઓ છે. તે બધામાં મને જ ખૂદ ભગવાનને સાતા પમાડવાનો અપૂર્વલાભ મળ્યો. આથી મારો આ જન્મ સફળ થયો, મારું સ્ત્રીપણું સાર્થક થયું... આવી આવી અતિશય ઉચ્ચભાવનાથી તેણીએ બિજોરાપાક વહોરાવ્યું. આથી બિજોરાપાક વહોરાવતાં તેણે તીર્થકર નામકર્મ બાધ્યું. તે આવતી ચોવીસીમાં સમાધિ નામે