________________
( 180 )
બારમું યતિપૃચ્છા દ્વાર
180)
શ્રાદ્ધદિનકૃત્યા પહોળી બની ગઈ. હૃદય પ્રફુલ્લિત બની ગયું. રોમરાજી વિકસ્વર બની ગઈ. તે વિચારવા લાગ્યો : આ યુવાનોનું શરીર યુવાન છે, પણ મતિ તો વૃદ્ધ છે, વિવેવાળી છે. યૌવન અને વિવેક એ બેનો યોગ દુર્લભ છે. આ યુવાનો માટે તે સુલભ બની ગયો છે. આથી મારા જેવા વૃદ્ધ માણસોએ કરવા લાયક કામ આ યુવાનો કરે છે. આમ વિચારી તેણે કહ્યું આ બંને વસ્તુઓ તમે લઈ જાવ. ક્ષય પામનારું મૂલ્ય મારે જોઈતું નથી. મારે તો ધર્મરૂપી અક્ષય મૂલ્યની જરૂર છે. મુનિ મહાત્માની સેવામાં મારી વસ્તુઓનો સદુપયોગ થાય એવા મારા અહોભાગ્ય ક્યાંથી? તમે બધા મુનિ મહાત્માની સેવા કરી રહ્યા છો. તેમાં મને પણ આ બે વસ્તુઓ લઈને ભાગીદાર બનાવો. યુવાનોએ મૂલ્ય આપવા ઘણો આગ્રહ કર્યો પણ વેપારીએ મૂલ્ય લીધું જ નહિ. પછી તે બધા ચિકિત્સાની સામગ્રી લઈને જીવાનંદ વૈદ્યની સાથે મુનિ પાસે ગયા. મુનિ ગામ બહાર વડલા નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. મુનિને નમસ્કાર કરીને ચિકિત્સા કરવા માટે અનુજ્ઞા લીધી. મુનિએ કાયોત્સર્ગ પાર્યો, અને ચિકિત્સા કરવાની અનુજ્ઞા આપી. આથી તેઓ તરતમાં મરેલી ગાયનું મડદું ત્યાં લઈ આવ્યા. પછી મુનિના દરેક અંગમાં લક્ષપાક તેલથી મદન
ક્યું. મુનિની નસેનસમાં તે તેલ વ્યાપી ગયું. તેલથી વ્યાકુળ થયેલા ચામડીમાં રહેલા કૃમિઓ શરીરમાંથી બહાર નિકળ્યા. પછી વૈદ્ય મુનિના આખા શરીર ઉપર રત્નકમ્બલ નાખી દીધી. તેલની ગરમીથી વ્યાકુળ બનેલા કૃમિ શીતલ રત્નકમ્બલમાં આવી ગયા. પછી તે કૃમિઓને પીડા ન થાય તેમ સાવધાનીથી રત્નકમ્બલમાંથી લઈને ગાયના મડદામાં મૂકી દીધા. પછી ગોશીષચંદનના વિલેપનથી મુનિને સ્વસ્થ . આ પ્રમાણે ચામડીમાં રહેલા કૃમિઓ બહાર નીકળી ગયા એટલે માંસમાં રહેલા કૃમિઓબહાર કાઢવાફરીથી મુનિના શરીરે લક્ષપાક તેલનું મર્દન કર્યું. આથી માંસમાં રહેલા કૃમિઓ બહાર નીકળ્યા. પૂર્વની જેમ એ કૃમિઓ રત્નકમ્બલમાં લઈને ગાયના મડદામાં મૂકી દીધા. પછી પૂર્વની જેમ મુનિને ગોશીષચંદનથી સ્વસ્થ ર્યા. પછી પૂર્વોક્ત પ્રક્રિયાથી હાડકામાં રહેલા કૃમિઓ બહાર કાઢીને ગાયના મડદામાં મૂકી દીધા. પછી ગોશીષચંદનના વિલેપનથી મુનિને સ્વસ્થક્ય. આમ સર્વ કૃમિઓ નીકળી જવાથી મુનિ નિરોગી અને સુવર્ણકાંતિવાળા થયા. પછી તે યુવાનોએ મુનિ પાસેતક્લીફ આપવા બદલ ક્ષમા માગી. અહીં વિચારવા જેવું છે કે મુનિને તકલીફ આપીકે તક્લીફ ઓછી કરી? ભક્ત માણસ ભક્તિપાત્રની પોતે કરેલી ભક્તિ તરફ લક્ષ ન આપતાં ભક્તિ નિમિત્તે પણ તેમને જે તક્લીફ થઈ હોય તે તરફ લક્ષ આપે છે. આ કોણ કરાવે છે? હૃદયમાં રહેલી ભક્તિ કરાવે છે. આ યુવાનોમાં સાધુપ્રત્યે ભક્તિભાવ હતો. આથી તેમણે મુનિની જે ભક્તિ કરી તે તરફ લક્ષન આપ્યું અને ભક્તિ નિમિત્તે મુનિને પડેલી તકલીફ તરફ લક્ષ આપ્યું. આથી એ બદલ સમાપના માગી. ભક્તિપાત્ર પ્રત્યે હૃદયમાં સાચો બહુમાન જાગે છે ત્યારે ભક્ત તેના દોષો તરફ લક્ષ્ય આપતો નથી. તેના ગુણો તરફજ લક્ષ્ય આપે છે. તેવી રીતે પોતે જે ઉપકાર કર્યો તે લક્ષ્યમાં લેતો નથી, પણ નાનો પણ અપકાર ભૂલથી થઈ ગયો હોય તો તે અપકાર આંખના કણિયાની જેમ તેને ખેંચે છે. અપકારની સ્મૃતિ હૃદયને હચમચાવી મૂકે છે. આના ઉપરથી તમે વિચાર કરો કે તમારા માટે જે જે ભક્તિપાત્ર છે તે દરેક પ્રત્યે તમારું આવું હૃદય છે? શિષ્યને ગુરુ આદિપ્રત્યે અને પુત્રને મા-બાપ આદિ પ્રત્યે સાચો ભક્તિભાવ જાગી જાય તો આજે ગુરુશિષ્ય અને પિતા-પુત્ર, માતા-પુત્ર આદિ સંબંધોમાં જે અનિચ્છનીય બને છે તે બને નહિ
અહીં જેમ જ યુવાનોએ મુનિને ઔષધિ દ્વારા નિરોગી કર્યા, તેમ વર્તમાનકાળમાં દરેક શ્રાવકે પોતાની શક્તિ અને સંયોગ પ્રમાણે બિમાર સાધુની ઔષધી આદિથી યથાયોગ્ય વેયાવચ્ચ કરવી જોઈએ. વેયાવચ્ચ કરતાં કરતાં શુભ ભાવના વધી જાય તો તીર્થકર નામકર્મ પણ બંધાય. તીર્થકર નામકર્મ બાંધવાનાં કારણોમાં વેયાવચ્ચે પણ આવે છે. આ વિષે ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનમાં કહ્યું છે કે –