________________
શ્રાદ્ધદિનકૃત્ય
(179)
બારમું યતિપૃચ્છા દ્વાર
રમતા હતા, અને પરસ્પર એકબીજાના ઘરે એકઠા થતા હતા. એક વખત જીવાનંદના ઘરે છએ બેઠા હતા. તેવામાં ગુણાકર નામનાં મુનિ ત્યાં વહોરવા પધાર્યા. તે મુનિનું શરીર તપથી કૃશ થઈ ગયું હતું. તથા અકાળે અને અપથ્ય ભોજન કરવાથી કૃમિકુષ્ઠથી ઘેરાઈ ગયું હતું. અહીં એક બાબત વિચારવા જેવી છે. આજે કેટલાક કહે છે કે સાધુઓ તોતપસ્વી હોય. એથી એમને રોગ શાનો થાય? આમુનિ તપસ્વી હતા. છતાં તેમને રોગ થયો હતો. તેવાં નિમિત્તોથી સાધુઓને પણ રોગ થતાં. અહીં તપસ્વી મુનિને રોગ થવામાં બે કારણ જણાવ્યા છે. એક કારણ અકાળે ભોજન અને બીજું કારણ અપથ્ય ભોજન. રોગના અનેક કારણોમાં અકાળે ભોજન એ પણ એક કારણ છે. સાધુઓ પોતે રસોઈ બનાવતા નથી. જુદાં જુદાં ઘરોમાં ફરીને આહાર લાવવાનો હોય છે. એટલે સાધુચર્યાના નિયમ મુજબ વર્તવામાં સુધા લાગી હોય ત્યારે આહાર ન લેવાય, સુધા વિના આહાર લેવાય, દરરોજ નિયમિત સમયે આહાર ન લેવાય, વગેરે રીતે સાધુઓને અકાળે ભોજન થાય. તથા ગરમાગરમ તાજી રસોઈ વાપરી શકાય નહિ. ઠંડી રસોઈ વાપરવી પડે. તેમાં પણ આહાર પચ્ય જ મળે એવો નિયમ નહિ. અપથ્ય પણ વાપરવું પડે. જુદાજુદા દેશોનો જુદો જુદો આહાર હોય. દરેક સાધુનું શરીર એવું ન હોય કે ગમે તેવો આહાર અનુકૂળ જ આવે. એટલે કોઈક સાધુ માટે એવું પણ બને કે અમુક દેશનો આહાર અનુકૂળ ન હોય છતાં શરૂઆતમાં તે આહારથી બહાર કોઈ વિયિાદેખાય નહિ. એટલે સાધુ અનુકૂળ સમજીને આહારલે. પછી લાંબા ગાળે અંદર રોગ વધી જતાં બહાર એની વિઝિયાદેખાય. કેટલાક સાધુઓને માટે એવું પણ બને કે, સાધુપણામાં આહાર સંબંધી કોઈ ભૂલ ન થઈ હોય, પણ સંસાર અવસ્થામાં આહાર સંબંધી ભૂલ થઈ હોય, કે કરી હોય. તે વખતે રોગનો પ્રારંભ હોવાથી રોગ બહુ જ અલ્પ હોવાથી બહાર ન દેખાય. પછી એ રોગ અંદર ધીમે ધીમે વધતો જાય. લાંબા ગાળે ખૂબ વધી જતાં સાધુપણામાં બહાર દેખાય. કદાચ બહારનું કોઈ ખાસ કારણ ન હોય તો પણ અસાતા વેદનીય કર્મ તો સાધુને પણ હોય છે. એટલે એના ઉદયથી પણ સાધુઓને રોગ થાય. આમ અનેક કારણોથી સાધુઓને પણ રોગ થાય. અહીં તપસ્વી મુનિના આખા શરીરમાં કૃમિ થઈ ગયા હતા. તે મહાત્મા કાયા ઉપર નિરપેક્ષ હતા. આથી રોગનો ઉપાય કરતા ન હતા. ઉત્સર્ગ માર્ગે તો મુનિએ રોગનો ઉપાય કરવો ન જોઈએ. જ્યાં સુધી સમાધિ રહેતી હોય ત્યાં સુધી દવાન કરાવવી જોઈએ. અસમાધિથી બચવાકે અધિક નુકસાનથી બચવા રોગનો ઉપાય કરવાનો છે. એટલે વા કરાવવી એ અપવાદ માર્ગ છે. જો અસમાધિ થાય તેમ હોય કે પરિણામે અધિક નુકશાન થાય તેમ હોય તો અપવાદથી ઔષધ કરાવવાની છૂટ છે. મુનિએ જીવાનંદના ઘરના આંગણામાં પ્રવેશ કર્યો. છએ મિત્રોએ મુનિને વંદન કર્યું. મુનિનું શરીર રોગથી ઘેરાયેલું છે એમ તેમને ખ્યાલ આવી ગયો. એક મિત્રે જીવાનંદને કહ્યું આ મુનિ રોગી છે. માટે તમારે તેની દવા કરવી જોઈએ. જીવાદે કહ્યું તારી વાત સત્ય છે, યોગ્ય છે. મારું જ્ઞાન અને મારું ઔષધ આવા મહાત્માઓના કામમાં ન આવે તો એ શાકામનાં? પણ હું આમાં થોડો લાચાર છું. આમુનિનો રોગ દૂર કરવા ઔષધની જે સામગ્રી જોઈએ તે સામગ્રી બધી મારી પાસે નથી. આ મુનિનો રોગ દૂર કરવા લક્ષપાક તેલ, રત્નકમ્બલ અને ગોશીષચંદન એ ત્રણ વસ્તુઓ જોઈએ. તેમાં લક્ષપાક તેલ મારી પાસે છે. પણ રત્નકમ્બલ અને ગોશીષચંદન એ બે મારી પાસે નથી. આ સાંભળી મિત્રોએ કહ્યું આ બંને વસ્તુઓ અમે લાવી આપીએ છીએ. પછી પાંચે મિત્રો બજારમાં આવ્યા. એક વૃદ્ધ વેપારીને પૂછ્યું: તમારી પાસે રત્નકમ્બલ અને ગોશીષચંદન છે? વેપારીએ હા કહી. શું મૂલ્ય છે એમ પૂછ્યું એટલે વેપારીએ કહ્યું દરેકનું એક લાખ રૂપિયા મૂલ્ય છે. મિત્રોએ કહ્યું: લો આ બે લાખ રૂપિયા અને તે બંને વસ્તુઓ આપો. વેપારીએ કહ્યું: પહેલાં તમે એ તો કહો કે આ બેની તમને જરૂર કેમ પડી ? મિત્રોએ કહ્યું. એક મહાત્માના રોગની ચિકિત્સા કરવી છે. એમ કહીને વિગતવાર બધી હકીક્ત જણાવી. આ સાંભળી વૃદ્ધ વેપારી વિસ્મય પામ્યો. મુખ ઉપર આનંદની રેખાઓ ઉપસી આવી. તેની આંખો