________________
બારમું યતિપૃચ્છા દ્વારા
178 )
શ્રાદ્ધદિનકૃત્ય
હોય, તે વિના ચાલી શકે તેમ ન હોય, તો સાધુ માગણી કરીને પણ લે. આમ છતાં તેમને દોષ તો લાગે છે. આથી જ સાધુના પ્રતિક્રમણ (=પગામ સિજ્જાએ) સૂરમાં સાધુઓ મોહાસન મિક્વાણ એમ બોલીને માગીને લેવાથી લાગેલા દોષનું મિચ્છામિ દુક આપે છે. માગીને લેવાથી દોષ લાગતો હોવાથી જ ઘણા સાધુઓ પોતાને જરૂરિયાત હોવા છતાં માગીને લેતા નથી. આયંબિલમાં પાકા મીઠા જેવી વસ્તુની જરૂર હોય તો પણ માગીને નવહોરે ગૃહસ્થ વિનંતિ કરે તો વહોરે. નહિ તો એના વિના ચલાવી લે.
આનાથી ગૃહસ્થ એ સમજવાની જરૂર છે કે પોતે નામપૂર્વક દરેક વસ્તુની વિનંતિ કરવાની ટેવ ન રાખે તો ક્યારેક પોતાને ત્યાં વસ્તુ હોય, નિર્દોષ હોય, સાધુને જરૂર પણ હોય, છતાં લાભથી વંચિત રહે. એથી શ્રાવકને મોટું નુકસાન ગણાય. જો શ્રાવક નામપૂર્વક દરેક વસ્તુની વિનંતિ કરવાની ટેવ રાખે તો ક્યારેક ઘેંસ જેવી સામાન્ય વસ્તુથી પણ જરૂરિયાતના કારણે એવો મહાન લાભ મળી જાય કે કદાચ ઉત્તમ વસ્તુ વહોરાવવાથી પણ તેનો લાભ ન મળે. ક્યારેક એવું પણ બને કે જરૂરિયાત હોવા છતાં ભૂલી જવાથી સાધુ ન માગે. પણ નામપૂર્વક વિનંતિ કરવાથી સાધુને તે વસ્તુ યાદ આવી જાય, અને વહોરે.
ગ્લાન સાધુની સેવાનું મહત્ત્વ શ્રાવકે જેમ આહાર-પાણી વહોરવીને સાધુની ભક્તિ કરવી જોઈએ, તેમ ઔષધિ આદિ વહોરાવીને પણ ભક્તિ કરવી જોઈએ. અસાતા વેદનીય કર્મના ઉદયથી સાધુઓને પણ રોગ થાય. આથી શ્રાવકે સાધુઓને દવાની પણ વિનંતિ કરવી જોઈએ. ઔષધના દાનથી જીવ સાતવેદનીય આદિ શુભ કર્મ બાંધે છે. તેથી પરભવમાં નિરોગી શરીર વગેરેની પ્રાપ્તિ થાય છે. સાધુની બિમારીમાં દવા વહોરાવવા ઉપરાંત બીજું પણ જે કંઈ કરવાની જરૂર પડે તે કરવું જોઈએ. એમાં જે જાતે થાય તે જાતે કરવું જોઈએ, જાતે ન થઈ શકે તે બીજા દ્વારા કરાવવું જોઈએ. ગ્લાન સાધુની સેવામાં મહાન લાભ છે. ગ્લાનસાધુની સેવાનું મહત્ત્વ બતાવતાં ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે, “જે ગ્લાનની સેવા કરે છે તે મારી સેવા કરે છે. જે મારી સેવા કરનારો હોય તે ગ્લાનની પણ સેવા કરનારો હોય”
વેયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે ગ્લાન સાધુવગેરેની સેવાને વેયાવચ્ચ કહેવામાં આવે છે. વેયાવચ્ચ ઉત્તમગુણ છે. તેમાં પણ ગ્લાન સાધુની વેયાવચ્ચ અત્યંત શ્રેષ્ઠ ગુણ છે. શાસ્ત્રમાં વેયાવચ્ચ ગુણને અપ્રતિપાત કહ્યો છે. વેયાવચ્ચ અપ્રતિપાતી છે એનો અર્થ એ છે કે વેયાવચ્ચથી બંધાયેલા પુણ્યનો કોઈપણ રીતે નાશ થતો નથી. જેમકેદાનાદિ ધર્મર્યા પછી પાછળથી પશ્ચાત્તાપ થાય તો તેનું ફળ ન પણ મળે. મમ્મણશેઠને પૂર્વભવમાં સિંહકેશરિયા લાડુ વહોરાવ્યા પછી પશ્ચાત્તાપ થયો તો તેનું ફળ જતું રહ્યું. વેયાવચ્ચમાં આમ ન બને. તેનું ફળ અવશ્ય મળે. પશ્ચાત્તાપ કરવાથી પણ તેના ફળનો નાશ ન થાય. આ અપેક્ષાથી વેયાવચ્ચગુણ અપ્રતિપાતી છે એમ જણાય છે. વિશેષ ખુલાસો બહુશ્રુતો પાસેથી જાણી લેવો.) વેયાવચ્ચગુણ અપ્રતિપાતી હોવાથી શ્રાવકે સાધુઓની વેયાવચ્ચ કરવા તરફ બહુ લક્ષ આપવું જોઈએ. સંસારી સંબંધીઓનું સ્નેહ વગેરેથી કરેલું વેયાવચ્ચ સંસાર વધારનારું બને છે. સાધુઓનું ગુણાનુરાગથી કરેલું વેયાવચ્ચ સંસાર ઘટાડનારું બને છે. આ વિષે જીવાનંદ વૈદ્યનું દષ્ટાંત જાણવા જેવું છે.
જીવાનંદ વૈદ્યનું દષ્ટાંત ભગવાન ઋષભદેવનો જીવસમ્યકત્વ પામ્યા પછીનવમા ભવે જીવાનંદ વૈદ્યપણે ઉત્પન્ન થયો. તે આયુર્વેદ વિદ્યામાં નિષ્ણાત હતો. તેને કેશવ વગેરે પાંચ મિત્રો હતા. તે છએ મિત્રો જાણે સગાભાઈ હોય તેમ નિરંતર સાથે