________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 177 )
બારમું યતિપૃચ્છા દ્વાર ગઈ કાલે મહારાજને ગોચરી જતા જોયા હોવાથી કોઈ સાધુ આવ્યા છે એવી ખબર હતી. પણ તેમને સાધુતા તરીકે સાધુનો રાગ થયો ન હતો. આવાં દષ્ટાંતોકે પ્રસંગો સાંભળીને દરેક શ્રાવકે પોતાના માટે વિચાર કરવો જોઈએ કે હું સાધુઓની ભક્તિ કરું છું કે નહિ? જો કરું છું તો કેટલી? અને ક્યા હેતુથી કરું છું હુંસાધુની ભક્તિઓળખાણથી જ કરું છું? કુલરિવાજથી જ કરું છું કે ધર્મપ્રેમથી ધર્મના સંબંધથી જ કરું છું? આમ વિચારતાં ધર્મસંબંધ સિવાય બીજો કોઈ હેતુ જણાય તો તેનો ત્યાગ કરવો જોઈએ, અને ધર્મસંબંધથી ભક્તિ કરવાનું મન થાય તેમ કરવું જોઈએ. એ માટે આત્મામાં વાસ્તવિક કોટિનો ધર્મપ્રેમ જગાડવો જોઈએ. આત્મામાં વાસ્તવિક કોટિનો ધર્મપ્રેમ આવે એટલે સાધુની ધર્મસંબંધથી ભક્તિ કરવાનું દિલ થયા વિના રહેશે નહિ.
આર્થિક સ્થિતિ આદિના કારણે ભક્તિમાં ભેદ પડે અલબત્ત, આર્થિક સ્થિતિ, સંયોગ, ઉપકાર આદિના કારણે સેવા-ભક્તિમાં તફાવત પડે. પણ તે તફાવત ધર્મસંબંધનો બાધક બનતો નથી. જેમકે અમુક સાધુ પોતાના ઉપકારી છે, એથી તેમની વિશેષ ભક્તિ કરે તો તેમાં દોષ નથી. આ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“શ્રાવકે ભેદભાવ વિના બધા સાધુઓને દાન કરવું જોઈએ. જે શ્રાવક ગરીબ હોવાથી બધા સાધુઓને વસ્ત્રાદિ આપી ન શકે તે શ્રાવક જે સાધુ પાસે વસ્ત્રાદિ ન હોય તેને આપે. જો બધા સાધુઓ પાસે વસ્ત્રાદિ ન હોય તો જે લબ્ધિહીન (વસ્ત્રાદિ મેળવવાની શક્તિ વિનાના) હોય, તેમને આપવું જોઈએ. હવે જો બધા પાસે વસ્ત્રાદિ હોય અને તેઓ બધા જ લબ્ધિવાળા કે લબ્ધિવિનાના હોય, અથવા બધા સાધુ પાસે વસ્ત્રાદિ ન હોય અને એ બધા જ લબ્ધિવાળા હોય–આ રીતે બધા સાધુ સરખા હોય તો કોને આપવું? આના : ઉત્તરમાં જણાવ્યું છે કે આવા સંજોગોમાં ગરીબ શ્રાવક જે સાધુ પોતાના ઉપકારી હોય તેમને કે તેમના પરિવારને
આપે.”
સુપાત્રદાનનો વિધિ શ્રાવકે દરરોજ આહાર-પાણીથી પણ સાધુની ભક્તિ કરવી જોઈએ. આ વિષે એવો વિધિ છે કે-શ્રાવક વ્યાખ્યાન પછી સાધુને ભાત-પાણીનો લાભ આપવાની વિનંતી કરે. (આજે વંદન કરતાં ઈચ્છકાર’ સૂત્રનો પાઠ બોલીને વિનંતિ કરવામાં આવે છે.) પછી ભોજનનો સમય થાય ત્યારે શ્રાવક સાધુ પાસે આવીને નિમંત્રણપૂર્વક સાધુને પોતાના ઘરે લઈ જાય. આમ ન થઈ શકે તો શ્રાવકે દરરોજ જમતાં પહેલાં ઘરમાં પૂછવું જોઈએ કે આજે આપણા ઘરે પૂજ્ય સાધુ-સાધ્વીજી વહોરવા પધાર્યા હતા કે નહિ? જો પધાર્યા હતા એમ ખબર પડે તો તેની અનુમોદના કરવી જોઈએ. જો ‘પધાર્યા ન હતા એમ ખબર પડે તો લલાટે હાથ મૂકીને આજે સુપાત્રદાન વિના ભોજન કરવું પડે છે એમ દુઃખ અનુભવવું જોઈએ.
નામ પૂર્વક સર્વ વસ્તુની વિનંતિ કરવી જોઈએ સાધુ વહોરવા આવે ત્યારે જે જે આપવા યોગ્ય વસ્તુ હોય તે બધી વસ્તુઓ તેમને વહોરાવવી જોઈએ. બરોબર યાદ રાખીને અમુક વસ્તુનો જોગ છે એમ નામ પૂર્વક સર્વ વસ્તુઓની વિનંતિ કરે. જો શ્રાવક નામપૂર્વક વિનંતિ ન કરે તો અમુક વસ્તુ ઘરમાં હોવા છતાં અને સાધુને જરૂરિયાત હોવા છતાં લાભ ન મળે. સાધુ કોઈ વસ્તુ માગીને વહોરે નહિ. કારણ કે અમુક વસ્તુની જરૂર છે એમ નામપૂર્વક ગૃહસ્થ પાસેથી માગીને વહોરવામાં સાધુને દોષ લાગે. સાધુએ જુદા જુદા ઘરે ફરીને ભિક્ષા મેળવવાની છે. તેમાં ગૃહસ્થ જે વસ્તુની વિનંતિ કરે તે વસ્તુની પોતાને જરૂરિયાત હોય તો વહોરે. પણ અમુક વસ્તુ લો’ એમ નામપૂર્વક માગણી કરે તો સાધુને દોષ લાગે. અલબત્ત, શ્રાવક ઉપયોગ ન રાખે, એથીનામપૂર્વક દરેક વસ્તુની વિનંતિ કરે, અને સાધુને અમુક વસ્તુની જરૂર